વરસાદની મોસમ ચાલી રહી છે, જે આપણને સારી પણ લાગે છે, પરંતુ તેની સાથે ઘણા રોગો પણ લાવે છે. કારણ કે આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે મોટાભાગના લોકો કોઇ ચેપી રોગથી સંક્રમિત થઇ જાય છે. ઉદાહરણ તરીકે, ગળામાં દુખાવો, શરદી-ઉધરસ, તાવ, ફલૂ વગેરે. પરંતુ લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી વધુ પરેશાન હોય છે.
પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયોથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. અમે તમને આવા પાંચ ઉકાળો વિશે માહિતી આપી રહ્યા છીએ. જે તમને શરદી અને ઉધરસની સાથે તાવમાં પણ રાહત આપી શકે છે.
1. અજમો અને ગોળનો ઉકાળો: અજમો અને ગોળનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં તરત રાહત મળે છે. આ સાથે, તે તાવ અને પેટ માટે પણ ફાયદાકારક છે. આ બનાવવા માટે, એક પેનમાં એક ગ્લાસ પાણી લો. તેમાં અડધી ચમચી અજમાના દાણા અને થોડો ગોળ ઉમેરો અને પાણી અડધો ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળો. આ પછી, જ્યારે ઉકાળો હૂંફાળો હોય ત્યારે તમે તેને પી શકો છો.
2. તુલસી અને આદુનો ઉકાળો: તુલસી અને આદુ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં લવિંગ, કાળા મરી, એલચી, આદુ, તુલસીના પાન અને ગોળને નાંખો અને તેને થોડી વાર માટે સારી રીતે ઉકળવા દો. જ્યારે પાણી ઉકળે પછી અડધું થઈ જાય, તેને ગાળી લો અને હૂંફાળું હોય ત્યારે પીવો. તમને જણાવીએ કે કોઈપણ ઉકાળો સંપૂર્ણપણે ઠંડો કરીને ના પીવું જોઈએ.
3. કાળા મરી અને લીંબુનો ઉકાળો: એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાળા મરી અને ચાર ચમચી લીંબુનો રસ ઉકાળો અને જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે પીવો. આ ઉકાળો શરદી અને ઉધરસમાં ઘણી રાહત આપે છે. આ સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. કબજિયાતની સમસ્યામાં પણ આ ઉકાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4. તજનો ઉકાળો: તજ એક મહાન ઔષધિ છે. તેનો ઉકાળો પીવાથી ચેપી રોગોમાં ફાયદો થાય છે. તેને બનાવવા માટે, એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ નાખો અને તેને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે થોડું મધ ઉમેરો અને તેને પીવો. તેને પીધા બાદ શરદી અને ઉધરસમાં રાહત મળે છે. આ સાથે, તે હૃદયના રોગોથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે.
5. લવિંગ-તુલસીનો ઉકાળો : જેમને શરદી અને ઉધરસ છે, તેમના માટે આ ઉકાળો ખૂબ ઉપયોગી છે. આ સિવાય તેને પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. તેને બનાવવા માટે,એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન અને કેટલાક લવિંગને ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય. પછી તમે તેને ગેસ પરથી ઉતારી અને જ્યારે તે ગરમ હોય ત્યારે પી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.