udhras no upay gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ ઉધરસને તાત્કાલિક મટાડવાના સરળ અને રામબાણ ઉપાયો ની માહિતી જોઈશું. ઘર વપરાશના મરી મસાલા અને તેજાના નો ઉપયોગ કરી ઉધરસ મટાડવાના ઉપાયો જોઈશું.

1) પા ચમચી કાળા મરીનું ચૂર્ણ, પ ચમચી ઘી અને અડધી ચમચી સાકર સાથે મિક્ષ કરીને ચાટવાથી સૂકી કે કફવાળી કોઈપણ ઉધરસ મટે છે.  2) પાણી નાખ્યા વગર અરડૂસીનાં ત્રણથી ચાર પાનનો રસ કાઢીને, બે ચમચી રસમાં અડધી ચમચી મધ મિક્ષ કરીને પીવાથી કફ વાળી ઉધરસ મટે છે.

3) પાંચ ગ્રામ અજમો ચાવીને ખાવાથી તેમજ તેની સાથે ૧૦ ગ્રામે એરંડિયું અજમા સાથે જ ચાવીને ગળે ઉતારવાથી વાયુનું શમન થતા સૂકી ઉધરસમાં તરત જ ફાયદો થાય છે. 4) નાગરવેલના પાનનો ઉકાળો લવિંગ અને આદુ નાખીને બનાવી ગરમ ગરમ પીવાથી ઉધરસમાં રાહત થાય છે.

5) પાંચ સામાન્ય સૂકી ઉધરસમાં દાડમની છાલને મોમાં રાખીને ચૂસવાથી ઉધરસમાં તરત આરામ મળે છે. 6) ભયંકર સૂકી ઉધરસમાં રાહત મેળવવા દાડમની સૂકવેલી છાલ નો પાવડર બનાવી કપડાથી ગાળી લેવો. આ છાલના પાંચ ગ્રામ ચૂર્ણમાં એક ગ્રામ કપૂર ભેળવીને લેવું. ગમે તેવી ઉધરસમાં આ ઉપાય તો અચૂક રાહત આપે છે.

7) ઘણાને રાત્રે સૂતી વખતે ખૂબ જ ઉધરસ આવે છે અને ઊંઘ બરાબર થતી નથી. આ માટે અડધી ચમચી કસ્તુરી હળદરમાં બે ચપટી સિંધવ નમક મિક્સ કરીને બે-ત્રણ ટીપાં પાણીમાં નાખીને ચાટી જવું અને ઉપર પાણી ન પીવું.આ ઉપાયથી ઉધરસમાં તાત્કાલિક રાહત મળવાથી ઊંઘ સારી આવે છે.

8) કફવાળી ઉધરસમાં સૂંઠ ગોળ અને ઘી ને મિક્સ કરી નાની ગોળી બનાવી મોંમાં રાખવાથી રાહત મળે છે. 9) એલચીને આગમાં શેકીને ફોતરા કાઢી, બીજને બારીક ખાંડીને ચૂર્ણ બનાવી, તેમાં મધ ઉમેરીને લેવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે.

10) 1 થી 2 ગ્રામ જેઠીમધ ના ચૂર્ણમાં માં 10 મિ.લિ તુલસીનો રસ અને પાંચ ગ્રામ મધ મિક્ષ કરીને લેવાથી સૂકી તેમજ કફવાળી બંને ઉધરસમાં ફાયદો થાય છે. 11) બે અંજીરને પાણીમાં પલાળી, પલડી ગયા બાદ તેમાં એક ચપટી તજનો પાઉડર ઉમેરીને પીવાથી કફ વાળી ઉધરસ પર રાહત થાય છે.

12) જામફળના પાનને પાણીમાં ઉકાળીને તેમાં સાકર નાખીને ગાળીને પીવાથી સુકી ઉધરસ મટે છે. 13) કફ વાળી ઉધરસ માં બે ગ્રામ ત્રિકટુ ચૂર્ણ, એક ગ્રામ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. 14) 1 ચમચી આદુનો, રસ બે ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી મધ મિક્ષ કરીને પીવાથી ઉધરસ મટે છે.

15) એક લવિંગને શેકીને અને વાટીને પાઉડર બનાવી મધ સાથે ચાટવાથી ઉધરસમાં ફાયદો થાય.

ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા