શિયાળાની ઋતુ શરુ થતાની સાથે જ જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ પણ વધી જાય છે. શિયાળામાં જ આવું એટલા માટે થાય છે કારણ કે આપણું શરીર અંદરથી યોગ્ય રીતે ગરમ નથી થઈ શકતું અને તેના કારણે આપણને ઘણી બીમારીઓ થઇ જાય છે.
આ સિઝનમાં આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં કે સ્વેટર તો પહેરીએ છીએ પરંતુ ઠંડીની અસરથી બચવા માટે શરીરને બહારની સાથે સાથે અંદરથી પણ ગરમ રાખવું જરૂરી છે. તેથી જ શિયાળામાં બીજી ઋતુ કરતા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. આ સમય જ એવો છે જેનાથી આખો દેશ વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે.
અત્યારના સમયમાં સૌથી વધારે ઉધરસના લક્ષણો જોવા મળે છે. કારણ કે તે અત્યારના વાઇરસનું સામાન્ય લક્ષણોમાંનું એક છે. આજ કારણથી આપણને આપણા ગળા અને શ્વસનતંત્રની વધારે કાળજી લેવાની ફરજ પડે છે. જો કે દરેક વખતે ખાંસી ખતરનાક હોતી નથી. પરંતુ ઉધરસને દૂર કરવા માટે દરેક વખતે એક જ કફ સિરપ પીવું યોગ્ય નથી કારણ કે તે પીતા પહેલા તે ઉધરસની મૂળ પ્રકૃતિને જાણવી પણ જરૂરી છે.
આપનો પહેલો પ્રશ્ન હોય છે કે કેટલા પ્રકારની હોય છે ઉધરસ? નિષ્ણાતો કહે છે કે ઉધરસના પ્રકારો વિશે મૂળભૂત રીતે કહેવું થોડું મુશ્કેલ છે કારણ કે તે દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર નિર્ભર કરે છે પરંતુ તેમ છતાં આપણે સામાન્ય રીતે બે પ્રકારની ઉધરસ જોઈએ છીએ. સૂકી ઉધરસ અને ભીની ઉધરસ.
સૂકી ઉધરસ : સૂકી ઉધરસ એ એક પ્રકારની સૂકી ઉધરસ હોય છે કે જેમાં દર્દીને કોઈપણ પ્રકારની ભીનાશનો અનુભવ થતો નથી એટલે કે ગળું સુકાયેલું રહે છે અને લાળની પણ કોઈ ફરિયાદ રહેતી નથી.
ભીની ઉધરસ : આ એક પ્રકારની ભીની ઉધરસ છે એટલે કે જેમાં દર્દી ઉધરસ ખાતી વખતે ગળામાં ભીનાશ અનુભવે છે અને લાળની અનુભૂતિ થાય છે. જો કે આ ઉધરસમાં ઘણા પ્રકારની લાળ હોય છે જેમ કે સામાન્ય રીતે પીળો વગેરે. આ ઉપરાંત પણ ઘણી ઉધરસ હોય છે અને તેમાં ઘણા કિસ્સાઓમાં તો લોકો રક્તસ્રાવની ફરિયાદ પણ કરે છે.
ઉધરસ કેવી રીતે ઓળખવી જોઈએ તો, જો કે ઉધરસને ઓળખવી મુશ્કેલ છે પરંતુ ભીની અને સૂકી ઉધરસને ઓળખવી સરળ છે. આમાં ભીની ઉધરસમાં દર્દીને ખાંસતી વખતે લાળ આવે છે. અને એ જ રીતે સૂકી ઉધરસમાં દર્દીને લાળ નથી આવતી અને ઉધરસ ખાંસતી વખતે ગળું સુકાઈ જાય છે.
આપણી ખાવા-પીવાની ખોટી આદતોના કારણે ગરબડ થવાથી ઉધરસ થઇ જાય છે, જેને આપણે સામાન્ય ઉધરસ તરીકે ઓળખીએ છીએ. આમાં ગળામાં સંક્રમણના કારણે ગળામાં દુખાવો થવો વગેરે જેવા લક્ષણો અનુભવાય છે. પરંતુ જો તમને કોઈ રોગના કારણે ઉધરસ હોય તો તમારે ચોક્કસ ડોક્ટરની સલાહ લઈને ટેસ્ટ કરાવવો જોઈએ.
દરેક ઉધરસ માટે એક જ કફ સિરપ પીવું ઉપયોગી છે? આ પ્રશ્ન નો જવાબ છે ના. બધી ઉધરસ માટે એક જ કફ સિરપ પીવું યોગ્ય નથી કારણ કે ભીની ઉધરસમાં અને સૂકી ઉધરસમાં અલગ-અલગ કફ સિરપ હોય છે. અને જો તમને કોઈ રોગના કારણે ઉધરસ હોય તો તેની દવા અલગ હોય છે. પરંતુ આજકાલ લોકો એવું કરે છે કે એક વખત ડોક્ટરને બતાવ્યા પછી ડોક્ટરને બતાવ્યા વગર તે એક જ કફ સિરપનો ઉપયોગ કરતા રહે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખોટું છે.
વૈશ્વિક મહામારીના વાયરસની ઉધરસ કેવી રીતે અલગ છે? તો આ બધું જાણ્યા પછી લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે અત્યારે જે વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને ખાંસી થવી એ વાયરસનું લક્ષણ છે, તો શું કોરોના વાયરસની ખાંસી બીજી ઉધરસ કરતા અલગ છે?
તો આને જવાબ છે કે કોરોના વાયરસની ઉધરસ બીજી ઉધરસ કરતાં અલગ હોય છે તેવું સ્પષ્ટ કહેવું યોગ્ય નથી. કારણ કે ઘણા કિસ્સામાં આપણે દર્દીઓને સૂકી ઉધરસ અને ઘણા કિસ્સામાં ભીની ઉધરસવાળા પણ જોયા છે. સાથે જ હવે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ જોવા મળી રહી છે.
આ કુદરતી વસ્તુઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમને ઉધરસ હોય તો તમે એક અઠવાડિયા સુધી આ કુદરતી ઉપાયોનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમને આ પછી પણ ઉધરસ સારી ના થાય તો ડોક્ટર જોડે તપાસ કરાવીને જ દવા લો.
મધ : મધના ગુણોથી તમે બધા જ પરિચિત છો. મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. જો તમને શરદી કે ઉધરસ હોય તો મધ ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને સૂકી ઉધરસમાં રાહત મેળવવા માટે મધનો ઉપયોગ કરો.
કાળા મરી : કાળા મરી માત્ર રસોડામાં જ માટે અને ખાવાનો સ્વાદ જ નથી વધારતા પણ તે ખૂબ જ હેલ્ધી મસાલો છે. જો તમને ઉધરસ થઈ રહી હોય તો તેના ઈલાજ માટે કાળા મરી એક રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. ઉધરસને દૂર કરવા માટે તમારે પહેલા કાળા મરીને પીસીને પછી દેશી ઘીમાં શેકીને ચાટી જવું.
ગરમ પાણી : ગરમ પાણી પીવાથી તમારા મેટાબોલિક રેટમાં વધારો થાય છે પરંતુ તેનાથી વધુ તે કફને દૂર કરવામાં અસરકારક સાબિત થઇ શકે છે. જો તમે દિવસમાં ત્રણ વખત ગરમ પાણી પીવો છો તો ઉધરસમાં તમને ઘણી રાહત મળશે. મસાલાવાળી ચા : કાળા મરી, તુલસી અને આદુની ચા સૂકી ઉધરસને દૂર કરવામાં સૌથી સારી માનવામાં આવે છે. મસાલાવાળી ચા ઘરે સરળતાથી બનાવી શકાય છે. તેમાં તુલસી અને આદુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઉધરસમાં ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ તો, જો તમારી ઉધરસ ઠીક નથી થઈ રહી અથવા જો તમને ઉધરસની સાથે બીજા કોઈ લક્ષણો દેખાય છે તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ અને તમારી સારવાર કરાવવી જોઈએ. આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ જરૂરથી લો. અમને આશા છે કે તમને ખાંસી સંબંધિત આ જાણકારી પસંદ આવી હશે, તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.