udaras mate gharelu upchar in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. જેનું પ્રમાણ ઠંડીમાં વધારે હોય છે. ઉધરસ બેક્ટેરિયલ અથવા વાઇરલ ઇન્ફેક્શન, એલર્જી, સાયનસ ઇન્ફેક્શન અને ઠંડીને કારણે થઈ શકે છે. આપણા કિચનમાં કેટલાક એવા ઘરેલૂ ઉપાય છે જેનાથી ઉધરસ જેવી નાની-મોટી બીમારીઓ ને આસાનીથી દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ કેટલાંક ઘરેલૂ ઉપાય વિશે જેનાથી ઉધરસને જડમૂળમાંથી દૂર કરી શકશો.

(1) રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવાથી ઉધરસમાં ઝડપથી આરામ મળે છે. (2) ચા માં આદુ તુલસી અને કાળા મરી નાખીને ચા નું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે. (3) લીંબુના રસમાં થોડુંક મધ મેળવી દિવસમાં ઓછામાં ઓછું ત્રણ – ચાર વાર પીવાથી ઉધરસમાં ઝડપથી આરામ મળશે.

(4)  લસણ આદું, કાળામરી, અજમા અને તુલસીના પાનને એકસાથે પાણીમાં ઉકાળી અને ઠંડું થયા પછી તેનું સેવન કરવાથી ઉધરસ દુર થઇ જશે. (5) અળસીના બીજને મોટા થાય ત્યાં સુધી પાણીમાં ઉકાળો પછી તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી તેનુ સેવન કરવાથી ઉધરસ માં આરામ મળશે.

(6) પાણીમાં ગોળ, આદું, લીંબુ નો રસ અજમા અને હળદર ને બરાબર માત્રામાં નાખી ઉકાળી અને તેને ગાળીને પીવાથી ઉધરસમાં ઝડપથી આરામ મળશે. (7) સૂંઠ ને દૂધમાં નાખી ઉકાળી લો. સૂતા પહેલા આ દૂધને પીવાથી થોડાક જ દિવસમાં ઉધરસ મટી જશે.

(8) આદું, હિંગ, લવિંગ અને મીઠું મેળવીને તેનું પેસ્ટ બનાવી નાની – નાની ગોળી બનાવીને દિવસમાં ત્રણ-ચાર વાર મોંમાં રાખવાથી ઉધરસ માં જલ્દી આરામ મળશે.

(9) ત્રિફળામાં બરાબર માત્રામાં મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. (10) જેટલું બને તેટલું ગરમ પાણી પીવું તેનાથી ગળામાં જમા થયેલો કફ ખુલશે અને ઉધરસમાં આરામ મળશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા