triphala churna na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને 3 ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમને સાત ફાયદા થાય છે. હવે તમે વિચારતા હશો કે ત્રણ ફળોની વાત કરી રહ્યા છે તો ત્રણ ફળ કયા હશે પરંતુ તમને જણાવી દઈએ કે આ ત્રણ ફળ અલગ-અલગ નથી પરંતુ એક જ ફળ છે.

જી હા, આજે અમને તમને ત્રિફળા વિશે જણાવીશું. આ ફળને ત્રણ જડીબુટ્ટીઓ એટલે કે હરડે, બહેડા અને આમળાને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે, તેથી તેને ત્રણ ફળ એટલે કે ત્રિફળા નામ આપવામાં આવ્યું છે.

આ પ્રકૃતિએ દ્વારા તમને આપવામાં આવેલી આ સૌથી અમૂલ્ય ભેટ છે કારણ કે ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ જડીબુટ્ટી છે. ત્રિફળા દરરોજની સામાન્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક દવા માનવામાં આવે છે. તો ચાલો જોઈએ ત્રિફળાના ફાયદા વિશે.

ત્રિફળામાં હાજર એન્ટિબાયોટિક અને એન્ટિ-સેપ્ટિક શરીરમાં વાત્ત, પિત્ત અને કફનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો આ ત્રણેયનું સંતુલન ખોરવાઈ જાય તો તમે બીમાર પડો છો. જો તમે દરરોજ ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તમે રોગમુક્ત રહો છો.

1. ત્રિદોષ સંતુલિત કરે છે (વાત, પિત્ત, કફ)

આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે. જેમ કે વાત, પિત્ત અને કફ. અને આ ત્રિદોષ બગાડવાને કારણે આપણે બીમાર પડીએ છીએ, એટલા માટે આ ત્રણ વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.

તે આપણા શરીરના ત્રણ ભાગમાં વહેંચેલા છે, જેમ કે શરીરના ઉપરના ભાગમાં કફ અને મધ્યમાં પિત્ત અને નીચેના ભાગમાં વાત હોય છે. જો કે આયુર્વેદની મોટાભાગની ઔષધિઓ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર હોય છે પરંતુ ત્રિફળા એકમાત્ર એવી ઔષધિ છે જે વાત, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે.

2. કબજિયાત, અપચો માટે અસરકારક

ત્રિફળાની ત્રણેય ઔષધિઓ આંતરિક સફાઈ કરે છે. જૂનામાં જૂની કબજિયાતની સમસ્યામાં ત્રિફળા ખાવાથી દૂર થઈ જાય છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે. જો તમે પણ પેટની સમસ્યા ખાસ કરીને કબજિયાતથી પરેશાન છો તો આજે જ તેનું સેવન કરો.

3. ત્વચાને આપે છે કુદરતી ચમક 

ત્રિફળામાં હાજર રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ વધતી ઉંમરની સાથે તમારી ચમક જાળવી રાખે છે.ત્રિફળાના સેવનથી વૃદ્ધત્વના પરિબળોમાં ઘટાડો થાય છે અને તેના કારણે તમે વધારી ઉંમરમાં પણ નાના દેખાશો.

ત્વચા સંબંધી તમામ સમસ્યાઓમાં ત્રિફળા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને લોહીને સાફ કરે છે, જે તમને ત્વચા પરની સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આ સિવાય પણ તે શરીરમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને થતા અટકાવે છે.

આ પણ વાંચો: સ્થૂળતાને કહો ટા-ટા હવે, વજન ઘટાડવાના ઉપાયો અપનાવીને કંટાળી ગયા હોવ તો પાણી સાથે કરો આ ઘરેલુ ઉપાય વજન ઝડપી ઘટવા લાગશે.

4. ઇમ્યુનીટી વધારવા 

જે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે અને તેના કારણે તેઓ વારંવાર બીમાર પડી જાય છે તો તે મહિલાઓએ ત્રિફળાનું સેવન કરવું જોઈએ. ત્રિફળાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા મળે છે.

સારી રોગપ્રતિકારક શક્તિ હશે તો તમે સરળતાથી બાહ્ય તત્વો સામે લડી શકો છો. ત્રિફળા શરીરમાં એન્ટિબોડીઝના પ્રોડક્શનને પ્રોત્સાહન આપે છે જે શરીરમાં એન્ટિજેન્સની સામે લડે છે અને શરીરને બેક્ટેરિયા મુક્ત રાખે છે.

5. કોલેસ્ટ્રોલ ઓછું કરે 

ત્રિફળા હાઈ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરને ઘટાડવા માટે એક રામબાણ ઔષધિ છે. ત્રિફળા લોહીમાં લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર પણ ઘટાડે છે.

6. શરીરમાંથી જેરી તત્વોને દૂર કરે છે 

ટોક્સિન લગભગ દરેક જગ્યાએ હોય છે. જેમ કે હવામાં શ્વાસ લેતી વખતે અને ખોરાક દ્વારા તમારા શરીરમાં પહોંચે છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. આને કારણે તમને થાક, મૂડ બદલાઈ જવો, કબજિયાત, પેટનું ફૂલવું અને ત્વચાની વિવિધ સમસ્યાઓ થઈ શકે છે.

કારણ કે સંપૂર્ણપણે ટોક્સિનને અવગણવું શક્ય તો નથી, તેથી તેનાથી બચવા માટે ત્રિફળાનું સેવન કરો. તેના રેચક ગુણધર્મોને કારણે તે તમારા શરીરને સારી રીતે ડિટોક્સિફાય કરે છે.

7. વજન ઘટાડવા માટે

જો તમે તમારું વધતું વજન ઓછું કરવા માંગતા હોવ તો ત્રિફળાનું સેવન કરવાથી તમારા ચયાપચયને ઠીક કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનને સારું રાખે છે, ભૂખ પણ વધારે છે અને લાલ રક્તકણોની સંખ્યામાં વધારો કરે છે અને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. તમે ત્રિફળાને ચા અથવા ઉકાળાના રૂપમાં લઈ શકો છો.

ત્રિફળા પાવડર તમને બજારમાં સરળતાથી મળી જશે અને જો તમે સવારે ત્રિફળા ચૂર્ણનું સેવન કરો છો તો તમારા શરીરને પોષણ મળે છે કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન, આયર્ન, સૂક્ષ્મ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ જો તમે તેને રાત્રે લો છો તો તે રેચક તરીકે કામ કરે છે કારણ કે રાત્રે ત્રિફળા લેવાથી પેટ સાફ થઇ જાય છે.

જો તમને અમારી આ માહિતી ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને અવનવી રેસિપી, બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા