tomato raita recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સામગ્રી

  • 2 મધ્યમ ટામેટાં
  • 1 કપ જાડું દહીં
  • 2 ચમચી જીણી સમારેલી કોથમીર
  • 1 લીલું મરચું, ઝીણું સમારેલ
  • 1/2 ચમચી જીરું પાવડર
  • 1/4 ચમચી કાળા મરી પાવડર (વૈકલ્પિક)
  • સ્વાદ મુજબ મીઠું

ટામેટાનું રાયતું

  • સૌથી પહેલા એક બાઉલમાં દહીં લો અને તેને ચર્નર અથવા વ્હિસ્કની મદદથી ફેટી લો (સારી રીતે હલાવી લો).
  • હવે 2 ટામેટાને બે ભાગમાં કાપીને તેમાંથી બીજ કાઢી લો અને તેમને નાના ટુકડાઓમાં કાપો.
  • હવે દહીંમાં સમારેલાં ટામેટાં, સમારેલાં લીલાં મરચાં, સમારેલી કોથમીર, જીરું પાવડર અને મીઠું ઉમેરો.
  • આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને રાયતાનો ટેસ્ટ કરી જોવો. જો જરૂરી હોય તો વધુ મીઠું ઉમેરો.
  • હવે રાયતાને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને તેના પર કાળા મરીનો પાવડર છાંટો.

ટિપ્સ

  • ટામેટાં લાલ પાકેલા અને સ્વાદમાં ઓછા ખાટા હોય તેવા લો.
  • અલગ સ્વાદ માટે, રાયતામાં 1/2 સમારેલી ડુંગળી અને અથવા 1/3 કપ સમારેલી કાકડી ઉમેરો.
  • રાયતાને કંઈક અલગ બનાવવા માટે, કાળા મરીના પાવડરને બદલે રાઈ અને હિંગ તડકો લગાવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા