જો તમે પણ 50 વર્ષની ઉંમર પછી પણ યુવાન દેખાવા માંગો છો તો આ બ્યુટી ટિપ્સને ચોક્કસ અનુસરો

0
3184

વધતી જતી ઉંમરને કાબૂમાં રાખવી એ કોઈ પણ વ્યક્તિના કામની વાત નથી. પરંતુ ઉંમરની સાથે ત્વચામાં થતા ફેરફારો અને ચહેરા પર દેખતા વૃદ્ધત્વના ચિન્હોને તમે ચોક્કસથી ઘટાડી શકો છો.

ખાસ કરીને 50 વર્ષની ઉંમર પછી હોર્મોન્સમાં ઝડપી ફેરફારો થવાને કારણે તમારી ત્વચાને ખૂબ અસર કરે છે. તેનાથી ત્વચા ઘરડી દેખાય છે. પરંતુ મહિલાઓના મનમાં એક વિચાર જરૂર આવે છે કે બોલિવૂડ અભિનેત્રીઓ 50 વર્ષની ઉંમરમાં પણ કેવી રીતે 10 વર્ષ નાની દેખાય છે.

દેખીતી રીતે, તેનો માત્ર એક જ જવાબ છે. તમારે તમારી ત્વચાની યોગ્ય કાળજી લેવી. બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા જણાવે છે કે તમારે તમારી ઉંમર પ્રમાણે તમારી ત્વચાની કેવી રીતે કાળજી લેવી જોઈએ.

ત્વચાને એક્સ્ફોલિયેટ કરો : ત્વચાને એક્સ્ફોલિએટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના ઘણા ફાયદા હોય છે, આ માટે તમે ત્વચા પર હોમમેઇડ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમારી ત્વચાના ટાઈપ અનુસાર સ્ક્રબ તૈયાર કરી શકો છો. આ માટે બેસ્ટ રહેશે કે તમે ચોખાના લોટનો ઉપયોગ કરો કારણ કે તે એન્ટી એજિંગ હોય છે.

સ્ક્રબ કરવાથી તમારી ત્વચા પર જમા થયેલી ડેડ સ્કિનનું લેયર નીકળી જાય છે, કારણ કે ક્યારેક ડેડ સ્કિનને કારણે પણ ત્વચા કાળી લાગે છે અને શુષ્ક પણ લાગે છે. જો ત્વચાને યોગ્ય રીતે એક્સફોલિએટ કરવામાં આવે તો તમારી ત્વચાની સુંદરતા જળવાઈ રહે છે.

સ્ક્રબ કરવાથી ત્વચામાં રક્ત પરિભ્રમણ પણ વધે છે, જે તમારા રંગને ચમકદાર બનાવે છે અને ત્વચાને ટાઈટ કરવાથી સાથે જુવાન દેખાય છે. સ્ક્રબ ત્વચાની ઊંડી સફાઈ કરે છે અને તેના કારણે તમને ખીલની સમસ્યા નથી થતી.

ફેસ પેક : તમારી ત્વચા ઓઈલી હોય કે ડ્રાય હોય,  તમારે ફેસ પેકનો ઉપયોગ કરવો જ જોઈએ. તે તમારા ખુલ્લા છિદ્રોને બંધ કરે છે અને ત્વચાને કડક બનાવવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે વધતી જતી ઉંમર સાથે ત્વચામાંથી કોલેજન ઘટવા લાગે છે, જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.

તેથી જ્યારે તમે ફેસ પેક પસંદ કરો ત્યારે તે એવો હોવો જોઈએ જે તમારી ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારવાનું કામ કરે. આ માટે તમે દૂધ અને મધનો ફેસ પેક પણ બનાવી શકો છો અને તેને લગાવી શકો છો.

જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે કાચા દૂધનો ફેસ પેક બનાવવો જોઈએ અને જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે મધનો ફેસ પેક તૈયાર કરવો જોઈએ. બંને તમારી ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારાનું કામ કરે છે.

ફેસ પેક લગાવવાનો શ્રેષ્ઠ સમય એ છે કે તમે રાત્રે સૂતા પહેલા ત્વચાને સ્ક્રબ કરો અને પછી ફેસ પેક લગાવો. આ બધું કરતા પહેલા તમારે ચહેરા પર કરેલો મેકઅપ કાઢી લેવો જોઈએ અને આ માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.

મોઇશ્ચરાઇઝ ઉપયોગ કરો : વધતી ઉંમરમાં તમારી માટે શ્રેષ્ઠ રહેશે કે તમે વોટર પર આધારિત પ્રોડક્ટનો ઉપયોગ કરો. તમારે તમારા ચહેરા પર વારંવાર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરતા રહેવું જોઈએ કારણ કે આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ચમક લાવે છે.

આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે પણ આવી જ બ્યુટી સબંધિત માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.