tips for women good health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તંદુરસ્ત રહેવા: તંદુરસ્ત રહેવા માટે સવારે અને સાંજે હળવી કસરત અથવા ચાલવું. જો પેટને હંમેશા સાફ રાખવું હોય તો લીંબુ પાણી અથવા તાંબાના વાસણમાં રાખેલું વાસી પાણી અને દિવસભર એનર્જીથી ભરપૂર રહેવા માટે સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.

જો આપણે દરરોજ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીશું, તો આપણા જીવનનો દરેક દિવસ સુંદર બની જશે અને દરેક વ્યક્તિ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણામાંથી કેટલા લોકો આ કરી શકે એમ છે?

આજકાલ જેને પણ જોવો બધા આમ તેમ ભાગી રહયા છે, આ સ્થિતિમાં તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે રમવાનું શરૂ કરે છે. ખાસ કરીને મહિલાઓ ઘર અને ઓફિસના કામમાં એટલી બધી ફસાઈ જાય છે કે તે લોકો પોતાની સંભાળ બિલકુલ રાખી શકતા નથી.

એવામાં તે પોતાની જાત સાથે અતિરેક કરે છે અને શરીરમાં દેખાતા કેટલાક સંકેતોને અવગણે છે અને બીમાર પડી જાય છે. પણ જો તમે બીમારીઓથી બચવા માંગતા હોય તો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

1 કમજોર નખ : નખ પણ શરીરના અંગોમાંથી એક અંગ છે અને મોટાભાગના લોકો તેની સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી અને જેના કારણે નખ તૂટવા લાગે છે અને ઝડપથી વધતા નથી. આ સાથે તેમનો રંગ પણ પીળો અને નિર્જીવ દેખાવા લાગે છે.

ક્યારેક વાળ ખરવાના કારણો આનુવંશિકથી લઈને હવામાનના ફેરફાર સંબંધિત હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તેની પાછળ કેટલાક ગંભીર રોગનું પણ કારણ હોઈ શકે છે. વિટામિન બી ધરાવતી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ જેમ કે દૂધ, નારિયેળ અને મશરૂમ આમાં ફાયદાકારક થઇ શકે છે.

2 પેઢામાંથી લોહી નીકળવું : જ્યારે તમે બ્રશ કરો છો અથવા ખાતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે? તો સમજી જવું જોઈએ કે શરીરમાં વિટામિન-સીની ઉણપ છે. આ સિવાય જીંન્જવાઇટિસ, લ્યુકેમિયા વગેરે જેવી સમસ્યાઓના કારણે પણ પેઢા માંથી લોહી આવે છે. આ સમસ્યાથી બચવા માટે તમે તમારા આહારમાં ખાટાં ફળો, પાલક, લીલા અને લાલ મરચાં, કેપ્સિકમ, ટામેટા, કોબીજ લઇ શકો છો.

3 ડ્રાઈ સ્કિન : વિટામિન-ઈ ની મદદથી જ ત્વચામાં પાણીની ઉણપ દૂર થાય છે અને ત્વચાની ઇમ્યુનીટી મજબૂત થાય છે. સૂકી ત્વચાનું કારણ શરીરમાં વિટામિન ઇની ઉણપ હોય છે. આમાં લીલા શાકભાજી, મશરૂમ્સ, ઓલિવ ઓઇલ, મગફળી, બદામ, નાળિયેર વગેરે ખાવું ફાયદાકારક છે.

4 પગમાં ખેંચાણ : જો તમને અનિદ્રા, ચીડિયાપણું અને પગમાં ખેંચાણ જેવી સમસ્યાઓ પરેશાન કરતી હોય તો સાવચેત રહો કારણ કે તે તમારા શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની ઉણપનો સંકેત હોય છે. સમસ્યા ગંભીર બની જાય તે પહેલા તરત જ તમારા આહારમાં ટામેટાં, સંતરા, કેળા અને પાલક જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

5 ગળ્યું ખાવાની ઈચ્છા : જો તમે પણ મીઠાઈઓ અથવા ચોકલેટને જોયા પછી તમારી જાતને નિયંત્રિત કરી શકતા નથી અથવા વારંવાર અને ફરીથી મીઠાઈ ખાવાની ઇચ્છા થઇ જાય છે.

અથવા અચાનક તમને તણાવ, હતાશા અને થાક લાગવા લાગ્યો હોય તો સમજી લો કે તમારા શરીરમાં સુગરની ઉણપ છે. ટેન્શનને કારણે શરીરમાં એડ્રેનાલિન અને કોર્ટિસોલ નામના હોર્મોન્સ વધારે બને છે. જેનાથી તમને મીઠાઈ ખાવાની ઈચ્છા વધારે થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા