શું તમે એવા લોકોમાંથી એક છો કે જેઓ સમયસર સૂઈ તો જાય છે પણ રાત્રે ઊંઘ નથી આવતી. તો આજથી તમને સારી ઊંઘ આવી જશે કારણ કે નિષ્ણાતોએ તમારી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.
સ્લીપિંગ એક્સપર્ટે એક એવી ફોર્મ્યુલા શોધી કાઢી છે જેને અપનાવીને તમારી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જશે. જેમ સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક ખાવો જરૂરી છે. એ જ રીતે, તમારા સ્વાસ્થ્ય માટે પણ રાત્રે પૂરતી ઊંઘ લેવી એટલું જ જરૂરી છે.
નિષ્ણાતો માને છે કે ફિટ રહેવા માટે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, પરંતુ આજકાલ વ્યસ્ત જીવન અને અવ્યવસ્થિત દિનચર્યાને કારણે લોકો રાત્રે સારી રીતે ઊંઘી નથી શકતા. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને સારી ઊંઘ જોઈએ છે તો અમે તમને એક એવી ફોર્મ્યુલા જણાવીએ છીએ, જેને અનુસરીને તમે કોઈપણ દવા વગર દરરોજ સારી ઊંઘ મેળવી શકો છો.
4-7-8 ફોર્મ્યુલા શું છે?
4-7-8 ફોર્મ્યુલા વાસ્તવમાં તમારા શરીરને રિલેક્સ કરવાની એક રીત છે. આને તમે એક પ્રાણાયામ પણ કહી શકો છો. જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો પલંગ પર સૂઈ જાઓ અને 4 સુધીની ગણતરી કરો અને ઊંડા શ્વાસ લો.
આ પછી 7 સુધી ગણો અને ત્યાં સુધી શ્વાસ રોકી રાખવાનો પ્રયત્ન કરો. તે પછી 8 સુધી ગણતરી કરો અને શ્વાસ છોડો. સરળ ભાષામાં સમજવું હોય તો 4 સુધીની ગણતરી કરતી વખતે તમારે શ્વાસ લેવાનો છે, 7 સુધીની ગણતરી કરતી વખતે શ્વાસ રોકી રાખવાનો છે અને 8 સુધીની ગણતરી સુધી શ્વાસ છોડવો પડશે.
નિષ્ણાતોના મતે આ રીતે 5 મિનિટ કરવાથી હૃદયના ધબકારા થોડા ઓછા થાય છે અને મન શાંત થાય છે. રાત્રે ખરાબ ઊંઘના લીધે અથવા ઓછી ઊંઘને કારણે મગજને આરામ મળતો નથી. આનાથી તણાવ વધે છે, જેની સીધી અસર આપણી કામ કરવાની ક્ષમતા પર પડે છે.
પરિણામે ગુસ્સો, ચીડિયાપણું અને હતાશા જેવી સમસ્યાઓ થાય છે. સારી ઊંઘનો અર્થ માત્ર ગાઢ ઊંઘ જ નથી થતો પરંતુ જ્યારે તમે સૂઈ રહ્યા હોવ ત્યારે મન પણ શાંત રહેવું પણ ખૂબ જ જરૂરી છે. સંશોધકોનું કહેવું છે કે જો દરેક વ્યક્તિ પૂરતી ઊંઘ લે તો હૃદય સંબંધિત તમામ બીમારીઓથી બચી શકાય છે.
દરરોજ 8 કલાકની ઊંઘને સારી ઊંઘ કહેવામાં આવે છે. જો લોકોને પૂરતી ઊંઘ લે છે તો હૃદયરોગ અને સ્ટ્રોકના વધતા જતા કેસોમાં દર વર્ષે લગભગ 70 ટકાનો ઘટાડો થઈ શકે છે.
સારી ઊંઘ માટે સૂતા પહેલા કરો આ ઉપાય
સૂવાનો સમય અને ઉઠવાનો સમયની એક પેટર્ન બનાવો. સૂતા 30 મિનિટ પહેલા મોબાઇલ ફોન અને લેપટોપનો ઉપયોગ ના કરો. સૂતી વખતે પણ મોબાઇલને બાજુમાં રાખીને ના સુવો, થોડો દૂર રાખો.
રાત્રે સારી ઊંઘ આવે તે માટે સવારે વહેલા ઉઠો. સૂવાના 1 કલાક પહેલા ચા-કોફી અને આલ્કોહોલનું સેવન ના કરો. તળિયા પર સરસોના તેલથી માલિશ કરો, તેનાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે.
સૂતી વખતે સંગીત સાંભળવું કે પુસ્તક વાંચવાથી પણ તમને સારી ઊંઘ આવે છે. જે રૂમમાં સુવાનું છે રૂમના વાતાવરણને આરામદાયક અને શાંત બનાવો. આ એક ઉપાય કરીને તમે પણ સારી ઊંઘ મેળવી શકો છો. આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.