tandoori bhutta recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મકાઈ એ વરસાદની ઋતુમાં ખાવામાં આવતું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મોટાભગના લોકો મકાઈને બાફીને ખવાનુઁ વધુ પસંદ કરે છે, પરંતુ વરસાદની ઋતુમાં દરેક જણ શેકેલી મકાઈ ખાવાનું પસંદ કરે છે. જો કે દરરોજ શેકેલી મકાઈ બજારમાંથી ખરીદીને ખાવી મુશ્કેલ છે.

તેથી જ મહિલાઓ ઘરે મકાઈ બનાવવાનું પસંદ કરે છે. મકાઈના શાકથી લઈને ભજીયા, પરાઠા અને ઘણા બધા નાસ્તામાં તેનો ઉપયોગ થાય છે. તમે પણ શેકેલી મકાઈ ખાધી હશે, પરંતુ આજે અમે તમને તંદૂરી મકાઈની એક સરળ રેસિપી જણાવીશું, જેને તમે તંદૂર વગર પણ બનાવી શકો છો.

સામગ્રી : 2 મકાઈ, 2 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 કપ દહીં, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી કાળું મીઠું, 1 નાની ચમચી આદુની પેસ્ટ અને 10 ગ્રામ લીલી કોથમીર ગાર્નિશિંગ માટે.

બનાવવાની રીત : તંદૂરી મકાઈ બનાવવા માટે સૌથી પહેલા મકાઈને છોલી લો. આ સાથે એક તપેલીમાં અથવા મોટા વાસણમાં 2 કપ પાણીને ધીમી આંચ પર ગરમ કરવા માટે મુકો. જ્યારે પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં મકાઈ નાખીને ધીમી આંચ પર 5 મિનિટ સુધી ઉકળવા દો.

હવે આ સમયમાં તમે તંદૂરી મસાલો તૈયાર કરો. મસાલો બનાવવા માટે એક બાઉલમાં દહીં નાખીને બરાબર હલાવી લો. પછી દહીંમાં 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી જીરું પાવડર, 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી આદુની પેસ્ટ નાખીને મિક્સ કરો.

5 મિનિટ પછી મકાઈને ગરમ પાણીમાંથી કાઢી લો અને ગેસ બંધ કરો. મકાઈને 5 મિનિટ માટે ઠંડી થવા દો. જ્યારે મકાઈ થોડી ઠંડી થઈ જાય ત્યાર બાદ દહીંનો તંદૂરી મસાલો આખા મકાઈ પર બ્રશથી લગાવી લો.

પછી ગેસ ચાલુ કરીને મકાઈને ધીમી આંચ પર શેકો જેથી તમારો મસાલો સારી રીતે પાકી જાય. 5 મિનિટ પછી મકાઈ શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને પ્લેટમાં રાખો. આ પછી મકાઈ પર લીંબુનો રસ અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

હવે તમે પણ દરરોજ શેકેલી એક જમકાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે મકાઈ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.