સોજી અને કેળાનો હલાવો। શક્કરિયાનો હલવો । મગની દાળનો હલવો બનાવવાની રીત

Spread the love

શિયાળાની ઋતુમાં લગભગ દરેક વ્યક્તિને ગરમાગરમ હલવો ખાવાનું ગમે છે. ખાસ કરીને દરેક લોકો ગાજરના હલવાની વધારે રાહ જોતા હોય છે. પરંતુ, તમે વારંવાર ગાજરનો હલવો ખાઈને કંટાળી નથી ગયા. જો હા, તો આજે આ લેખમાં અમે તમને કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત હલવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.

આ હલવાને એકવાર ટેસ્ટ કર્યા પછી ઘરના દરેક લોકો ખુશ થઈ જશે, ખાસ કરીને ઘરના બાળકોને આ હલવો વધારે પસંદ આવશે. આ હલવાને તમે કોઈપણ નાની પાર્ટીમાં પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ હલવાની વાનગીઓ વિશે.

1) સોજી અને કેળાનો હલાવો – સામગ્રી : સોજી 1/2 કપ, કેળા 2, ગોળ 2 ચમચી, ઈલાયચી પાવડર 1/2 ચમચી, કાજુ 1 ચમચી, દૂધ 2 કપ, ઘી 2 ચમચી

4

સોજી અને કેળાનો હલાવો બનાવવાની રીત : સૌથી પહેલા દૂધને ઉકાળીને તેને અલગ બાજુ પર રાખો. આ પછી એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં સોજી નાખી થોડી વાર ધીમા તાપે શેકો. જ્યારે સોજી લોટ આછો બદામી રંગનો થઈ જાય તો તેમાં ઉકાળેલું દૂધ અને ગોળ ઉમેરીને થોડીવાર પકાવો.

થોડીવાર રાંધ્યા પછી તેમાં ઈલાયચી પાવડર અને છૂંદેલા કેળા નાખીને 4 થી 5 મિનિટ સુધી પકાવો. હવે કાજુથી ગાર્નિશ કરીને તેને પ્લેટમાં કાઢીને ખાવા માટે સર્વ કરો.

2) મગની દાળનો હલવો – સામગ્રી : મગની દાળ 1 કપ, ખાંડ 3 ચમચી, ઘી 2 ચમચી, દૂધ 2 કપ, ઈલાયચી 2, ડ્રાયફ્રૂટ્સ 1/2 કપ

મગની દાળનો હલવો બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં મગની દાળને ઘી ગરમ કરીને સારી રીતે શેકી લો. અહીં બાજુમાં તમે દૂધને બીજા વાસણમાં ઉકાળવા માટે મુકો. મગની દાળ શેક્યા પછી તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસીને તેને એક વાસણમાં કાઢી લો.

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં પીસેલી મગની દાળ અને દૂધ ઉમેરો અને હલાવતા રહો અને થોડીવાર પકાવો. થોડીવાર રાંધ્યા બાદ તેમાં ખાંડ અને ઈલાયચી નાખીને પાંચ થી સાત મિનિટ રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. હવે તેને પ્લેટમાં કાઢીને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને મગની દાળનો હલવો ખાવા માટે સર્વ કરો.

3) શક્કરિયાનો હલવો : સામગ્રી : શક્કરિયા 200 ગ્રામ, ઈલાયચી પાવડર 1/2 ચમચી, ઘી 3 ચમચી, કાજુ 1 ચમચી, કિસમિસ 1 ચમચી, બદામ 1 ચમચી, દૂધ 1 કપ, ખાંડ 1/2 કપ, ગોળ 3 ચમચી (ઓપશનલ)

શક્કરિયાનો હલવો બનાવવાની રીત : સૌ પ્રથમ શક્કરિયાને છોલીને પાણીમાં સારી રીતે ઉકાળી લો. હવે તમે બાજુમાં દૂધને એક વાસણમાં ઉકાળવા માટે મૂકો. આ પછી એક કડાઈમાં ઘી ગરમ કરીને બાફેલા શક્કરિયાને મેશ કરીને થોડીવાર પકાવો.

થોડી વાર પછી તેમાં દૂધ અને ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને પછી ઈલાયચી પાવડર નાખીને એક વાર હલાવતા રહીને ગેસ બંધ કરી દો. હવે તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વિંગ પ્લેટમાં કાઢીને ખાવા માટે સર્વ કરો. જો તમને આ 3 હલવાની પસંદ આવી હોય, તો આવી જ વધારે રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા