stainless steel sink cleaning trick
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં રસોડું સ્વચ્છ રાખવું જરૂરી છે અને તેમાં રસોડામા રહેલું સિંકને સાફ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો સિંક ગંદુ હશે તો આખું રસોડું ગંદુ લાગે છે. જો કે, રસોડાના સ્ટેનલેસ સ્ટીલ સિંકને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે અને જો તમે ઇચ્છો છો કે તમારું સિંક હંમેશા સ્વચ્છ અને ડાઘ-મુક્ત રહે, તો તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે.

તમને જણાવી દઈએ કે અહીંયા સ્ટેનલેસ સ્ટીલના સિંકને સાફ કરવા માટે બજારમાંથી કોઈ ક્લીનર લેવાની જરૂર નહીં પડે. તમે સિંકને સરળતાથી સાફ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે તમારી સ્ટેનલેસ સ્ટીલ સિંક હંમેશા સ્વચ્છ અને ચમકતું રહે તો તમારે નીચે જણાવેલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

સાફ કરવા માટે જરૂરી સામગ્રી : સાફ કરવા માટે કપડું, સોફ્ટ સ્પંજ, સ્પ્રે બોટલ, બેકિંગ સોડા, લીંબુ, ઓલિવ તેલ અને વિનેગર.

સિંક ખાલી કરો અને ધોઈ લો : સ્ટેનલેસ સિંકને સાફ કરવા માટે પહેલા સિંકને ખાલી કરો. પછી સિંકમાં એકઠી થયેલી કોઈપણ ગંદકી હોય તેને દૂર કરો. કારણ કે તમારા માટે સિંક સાફ કરવાનું સરળ બની જશે. પછી, સિંકને એક વાર હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.

ખાવાનો સોડાનો ઉપયોગ કરો : બેકિંગ સોડાને સફાઈ એજન્ટ ગણવામાં આવે છે તેથી તેનો મોટાભાગે સફાઈમાં ઉપયોગ થાય છે. તમે સ્ટેનલેસ સ્ટીલ સિંકને સાફ કરવા માટે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. હવે આખા સિંક પર બેકિંગ સોડાને છાંટી દો.

ધ્યાનમાં રાખો કે તમારે સિંક પર બેકિંગ સોડાનું એક લેયર બનાવવાનું છે અને સિંકની કિનારીઓ પર બેકિંગ સોડા છાંટવાનું ભૂલશો નહીં. જો તમને લાગે કે સિંક સાફ કરવા માટે બેકિંગ સોડાની થોડી વધારે જરૂર પડશે, તો તમે તેને સિંક પર થોડી વધારે બેકિંગ સોડા છાંટી શકો છો.

સિંકને સ્ક્રબ કરો : હવે જયારે તમે સિંક પર ખાવાનો સોડા છાંટી દીધો હોય તો હવે તમારે સિંકને સ્ક્રબ કરવાની જરૂર છે. હવે સિંકમાં થોડું પાણી નાખો જેથી તે બેકિંગ સોડાની ઘટ્ટ પેસ્ટ બની જાય.

આ પછી, સ્વચ્છ કપડાથી અથવા સ્પોન્જની મદદથી સિંકને સ્ક્રબ કરો. સિંકને સ્ક્રબ કરતી વખતે, જે જગ્યાએ વધારે ડાઘ હોય અથવા જ્યાં ગંદકી એકઠી થઈ છે ત્યાં તમારે તે સ્થાનો પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. હવે સ્ટેનલેસ સ્ટીલના સિંકને પાણીથી સારી રીતે સાફ કરો.

લીંબુનો ઉપયોગ કરીને ફરીથી સ્ક્રબ કરો : જો તમે ઈચ્છો છો કે તમારું સિંક લાંબા સમય સુધી સ્વચ્છ રહે તો તમારે સિંકને ફરીથી સ્ક્રબ કરવું પડશે. સિંકને સ્ક્રબ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત એક લીંબુની જરૂર છે અને તેને વચ્ચેથી કાપી લો. પછી સિંકમાં હાજર બેકિંગ સોડાની પેસ્ટ પર લીંબુ ઘસો અને પછી સ્વચ્છ પાણીથી સિંકને ધોઈ લો.

તમને જણાવી દઈએ કે લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે જે સિન્કમાં રહેલા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે લીંબુ તમારા સિંકને ચમકાવશે એટલું જ નહીં, પરંતુ તે સિંકમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી દેશે.

પાણીના ડાઘ દૂર કરો : ઘણી વખત પાણીના ડાઘા પડી જવાથી પણ સિંક ગંદુ લાગે છે. જો તમે ઇચ્છો છો કે પાણીના ડાઘ સરળતાથી સાફ થઇ જાય તો તમે તેના માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે વિનેગરથી કોઈપણ પ્રકારના ડાઘ સરળતાથી દૂર કરી શકો છો.

આ માટે વિનેગરને સ્પ્રે બોટલમાં નાખીને સિંક પર છાંટી દો અને થોડા સમય પછી સ્વચ્છ કપડાથી વિનેગરને સાફ કરી લો, પાણીના ડાઘ દૂર થઇ જશે. વિનેગર કુદરતી જંતુનાશક અને પાણીના ડાઘ દૂર કરનાર એજન્ટ છે.

સિંકને ચમકવા માટે ઓલિવ તેલનો ઉપયોગ : હવે છેલ્લે સૂકા કપડાથી સિંકને સાફ કરો અને જો તમારે સિંકને ચમકાવવું છે તો તમે આ માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. સિંકની ચમક વધારવા માટે એક કપડું લો અને તેમાં થોડું ઓલિવ ઓઈલ નાખીને સિંક પર લગાવો અને એક જ કોટથી તમારું સિંક ચમકવા લાગશે.

આ બાબતોનું ધ્યાન રાખો : સ્ટેનલેસ સ્ટીલ સિંક પર તમારે ક્યારેય ઊન પેડનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી સિંકને ખરાબ કરી શકે છે. જો તમે સિંક ધોવા માટે કોઈપણ પ્રકારના ક્લીનરનો ઉપયોગ કરતા હોય તો તમારે હંમેશા મોજા પહેરીને સાફ કરવું જોઈએ.

દર વખતે જ્યારે પણ તમે સિંકમાં વાસણો ધોવો છો તો પછી સિંકને સૂકા કપડાથી સિંકને લૂછવાનું ભૂલશો નહીં. ઘણીવાર ઘણા લોકો સિંકનો ઉપયોગ કટીંગ બોર્ડ તરીકે ઉપયોગ કરે છે પરંતુ આવું ના કરવું જોઈએ કારણ કે છરીની ધાર સિંકની સપાટીને નુકસાન પહોંચાડી શકે છે.

તમને બજારમાં ઘણા પ્રકારના સિંક ક્લીનર્સ મળી જશે, પરંતુ તમારે સ્ટેનલેસ સ્ટીલના સિંક માટે ખાસ બનાવેલા ક્લિનરનો ઉપયોગ કરવો જોઈએ. આશા છે કે તમને અમારો આ માહિતી જરૂર ગમી હશે. આવી જ માહિતી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા