સાઉથ ઇન્ડિયન વાનગીઓ દુનિયાભરમાં લોકપ્રિય આરોગ્યપ્રદ ડીશ છે. તમે પણ ઘરે ઢોસા અને ઈડલી જેવી વાનગીઓ બનાવતા હશો. સાઉથ ઈન્ડિયન ડિશની સૌથી ખાસ વાત એ છે કે તમે એક જ બેટરમાંથી 4 અલગ-અલગ વાનગીઓ બનાવી શકો છો. તો આજના આ લેખમાં અમે તમને એપ્પે, ઢોસા, ઉત્તપમ, ઈડલી વગેરેને એક જ બેટરમાંથી બનાવવાની સરળ રીત બતાવીશું.
આ સાથે અમે તમને આ બેટરને ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરવું તે પણ જણાવીશું જેથી કરીને તમે અઠવાડિયામાં 4 અલગ અલગ દિવસે તેનો ઉપયોગ કરી શકો. બેટર બનાવવા માટે તમારે માત્ર અડદની દાળ અને ચોખાની જરૂર પડશે. તો ચાલો જાણીએ એક જ બેટરમાંથી 4 અલગ અલગ ડીશ બનાવવાની રીત જોઈએ. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો.
બેટર બનાવવાની રીત : દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવવા માટે ચોખા અને અડદની દાળનો વધુ ઉપયોગ થાય છે. સાઉથ ઇન્ડિયન ડીશ માટે આ બંને સામગ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ બેટર બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત વિશે. સૌથી પહેલા 1 કપ અડદની દાળ લો અને તેને સારી રીતે ધોઈ લો.
આ પછી એક મોટો બાઉલ લો અને તેમાં 3 કપ ચોખા નાખીને પછી તેને સારી રીતે ધોઈ લો. ચોખાને સાફ કરવા માટે તમારે ઓછામાં ઓછા 3 વખત પાણીથી જરૂરથી ધોવા જોઈએ. અડદની દાળ અને ચોખાને બંને અલગ-અલગ બાઉલમાં પલાળી લો. પછી તેને 8 થી 9 કલાક માટે રાખો. 9 કલાક પછી, ચોખા અને અડદની દાળને બ્લેન્ડરમાં નાખીને પીસી લો.
બ્લેન્ડરમાં ચોખા અને દાળને પીસતી વખતે થોડું પાણી જરૂર ઉમેરો. આમાં એક જાડી પેસ્ટ બનશે. હવે આ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લો. ચોખા અને અડદની દાળની પેસ્ટને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે બેટર બહુ જાડું કે બહુ પાતળું ના હોવું જોઈએ. જો બેટર ખૂબ જાડું હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. લો તમારું 4-ઇન-1 બેટર તૈયાર થઇ ગયું છે.
1. ઢોસા કેવી રીતે બનાવી શકાય : આ બેટરથી ઢોસા બનાવવા માટે તમારે નોન-સ્ટીક પેન અને બટાકાની જરૂર પડશે. તો ચાલો જાણીએ ઢોસા બનાવવાની રીત વિશે. 4-ઇન-1 બેટરમાંથી થોડું બેટર લો અને પછી સ્વાદ મુજબ મીઠું નાખો. તેને સારી રીતે ફેટી લો, જેથી બેટર ફૂલી જાય.
હવે એક નોન સ્ટિક પેન લો અને તેને તેલથી ગ્રીસ કરો. તવા પર કણછીથી બેટરને રેડો અને તેને ગોળ ગોળ ગતિમાં ફેલાવો. હવે ઢોસા પર બટેટાનું સ્ટફિંગ મૂકીને સારી રીતે પકાવો. હવે ઢોસાને નારિયેળની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.
2. ઈડલી : તમારે આ બેટરમાંથી ઈડલી બનાવવા માટે ઈડલી મેકરની જરૂર પડશે. સૌથી પહેલા ઈડલી મેકર લો. હવે તેમાં તેલ લગાવી લો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. પછી મેકઅપને ગેસ પર મૂકો. એટલે 10 થી 15 મિનિટમાં તમારી ઈડલી તૈયાર થઈ જશે.
3. અપ્પમ : અપ્પમ બનાવવા માટે બેટરને બાઉલમાં કાઢીને તેમાં મીઠું, કોથમીર અને કાળા મરી મિક્સ કરો. હવે સારો સ્વાદ આવે તે માટે સમારેલી ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ પણ ઉમેરો. હવે અપ્પમ માટેની પેન લો અને તેમાં તેલ લગાવો. પછી તેમાં બેટર નાખો અને પેનનું ઢાંકણ ઢાંકી દો. 5 થી 7 મિનિટમાં અપ્પમ તૈયાર થઈ જશે.
ઉત્તપમ : ઉત્તપમ બનાવવા માટે 4-ઇન-1 માંથી થોડું બેટર લો. હવે એક નોન સ્ટિક પેન લો. આ પેનને તેલ લગાવીને સારી રીતે ગ્રીસ કરો. હવે પેન પર કડછીથી બેટર નાખીને ફેલાવી લો. ધ્યાન રાખો કે ઉત્તપમનો પડ બહુ પાતળો ના હોવો જોઈએ.
હવે તેના પર મીઠું, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કેપ્સીકમ અને કોથમીર નાંખો. જ્યારે ઉત્તપમ એક બાજુથી સારી રીતે રંધાઈ જાય, તો બીજી બાજુથી પણ તેને સારી રીતે પકાવો. ઉત્તપમ બંને બાજુ રંધાઈ જાય પછી તેને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
આશા છે કે તમને અમારી આ રેસિપી ગમી હશે. જો ગમી હોય તો તમે પણ એકવાર ઘરે બનાવવાનો જરૂર ટ્રાય કરજો. જો તમને આવી જ રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.