soji tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવવાની ઉતાવળ હોય કે મહેમાનો આવે ત્યારે થોડો નાસ્તો તૈયાર કરવાની હોય ત્યારે સોજીનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. સોજી ભારતીય રસોડામાંની સૌથી વધારે ઉપયોગમાં આવતી સામગ્રી છે જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ.

તો આજે આ લેખમાં સોજી સબંધિત થોડા હેક્સ જણાવીશું જે તમારા કામને સરળ બનાવી શકે છે. જે હેક્સ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે તમારા રોજિંદા કામને ઘણું સરળ બનાવી શકે છે જેમ કે જયારે પણ તમે ઉપમા, ઉત્તપમ, ચીલા, હલવો વગેરે બનાવો છો ત્યારે તમને આ ખુબ જ કામ આવશે.

આ કેટલીક ટિપ્સ તમારો સમય અને પૈસા બંને બચાવશે અને સોજી સ્ટોર કરવાની રીત પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ સોજી સંબંધિત કેટલાક હેક્સ વિશે જાણીયે.

1. લાકડાના સ્પેચુલા : મોટાભાગના લોકો સોજી શેકતી વખતે ઘરમાં રહેલી કઢાઈ અને કરછીનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે સોજીને શેકતી વખતે લાકડાની કરછીનો ઉપયોગ કરશો તો સોજીને બળવાથી બચાવી શાક્ય છે.

હકીકતમાં સોજી શેકતી વખતે કઢાઈની સાથે સ્ટીલની કરછી અથવા ગમે તેની મદદથી હલાવતા હોય તે પણ ગરમ થાય છે અને સોજીને વારંવાર હલાવતા તે વધારે બ્રાઉન રંગની થઈ જાય છે. આમ, લાકડાના સ્પેચુલાથી આ સોજી બ્રોઉન થવાની સમસ્યા ઓછી થશે અને સોજી પણ બરાબર શેકાઈ જશે.

2. થોડું ઘી ઉમેરો : જો તમે ઘરે સોજીનો હલવો કે ઉત્તપમ વગેરે બનાવવાનું વિચારી રહ્યા છો તો સોજીને શેકતી વખતે તેમાં થોડું ઘી જરૂર નાખો. ઘી ખુબ જ વધારે નહિ, ફક્ત 1 ચમચી ઘી ઉમેરો.

આમ કરવાથી સોજીનો સ્વાદ ઘણી હદ સુધી બદલાઈ જાય છે અને ઉત્તપમ પણ ખૂબ જ સારો એવો સ્વાદ આવે છે. આ રીતથી તમે પણ એકવાર જરૂર ટ્રાય કરી જુઓ અને આ જ રીતે સોજીને થોડું ઘી ઉમેરીને શેકી જુઓ.

3. સોજી સ્ટોર કરવા માટે ટીપ્સ : સોજીમાં જંતુઓ પણ ખૂબ પડી જાય ​​છે તો તેને સ્ટોર કરવા માટે આ ટીપ્સ અજમાવો. સોજીને એર ટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરો. સોજીના બોક્સમાં 1-2 તમાલપત્ર અથવા સૂકા લીમડાના પાન રાખો. તેની સુગંધથી કીડાઓ નહિ પડે. સોજીને શેકીને સ્ટોર કરવાથી કીડા પડવાની સમસ્યા ઓછી થાય છે.

4. સોજીને ફુલાવા માટે : સોજી ફુલાવીને ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. સોજી વડે ચીલા, ઉત્તપમ, ઢોકળા, ઢોસા વગેરે બનાવી શકાય છે, તો આ વસ્તુઓ ખીલાખીલા બને તે માટે સોજીને ઠંડા પાણીથી નહીં પરંતુ હુંફાળા પાણીથી ફુલાવો.

આ ટિપ્સ તમને ઉપમા બનાવતી વખતે કામ આવે છે જ્યાં ગરમ ​​પાણીને લીધે સોજીનો ઉપમા વધુ પૌષ્ટિક અને ખિલખિલા બને છે. તમે જાતે જ સમજી શકશો કે ઠંડા પાણીમાં ફૂંકેલા સોજી અને ગરમ પાણીમાં ફૂંકેલા સોજી વચ્ચેનો તફાવત શું છે.

5. સોજીમાં વધારે તેલનો ઉપયોગ ના કરો : સોજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી તે ઘણા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં સોજીમાં વધારે તેલ ઉમેરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. સોજી તેલને શોષી લે છે અને તેથી પહેલ થોડું તેલ ગરમ કરો, તેમાં તડકો લગાવાની સામગ્રી ઉમેરો અને પછી સોજી ઉમેરો.

આ તમામ હેક્સ તમારા માટે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તમને તે જરૂર ગમશે. તમે તેને એકવાર અજમાવી જુઓ અને તમારો અનુભવ અમારી સાથે શેર કરો. જો તમને આ હેક્સ ગમ્યા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા