shekela chana khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર તમે લોકોને અંકુરિત રૂપે ચણા નું સેવન કરતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે શેકેલા ચણા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, પેટની સમસ્યા હોય કે વધતું વજન, શેકેલા ચણા ખાવાથી ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ શકે છે.

ડાયેટિશિયનો એવા લોકોને શેકેલા ચણા સાથે ગોળ ખાવાની ભલામણ કરે છે જેમના શરીરમાં આયર્નની ઉણપ હોય છે. હેલ્ધી નાસ્તા તરીકે શેકેલા ચણા ખાવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

આહારશાસ્ત્રીઓના મતે, જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો, તો શેકેલા ચણાને આહારમાં સામેલ કરવું તમારા માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચણામાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં અને શરીરને અન્ય ઘણી સમસ્યાઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

શેકેલા ચણા ખાવાના ફાયદા: નિષ્ણાંત ડાયટિશિયન અનુસાર, શેકેલા ચણા ન માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરે છે પરંતુ તે ઘણા સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે. શેકેલા ચણા દેશના સૌથી લોકપ્રિય અને પૌષ્ટિક નાસ્તામાંનું એક છે.

શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવીને પાચનમાં સુધારો કરી શકે છે. આ બંને સ્થિતિઓ વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં કેલરી ઓછી હોય છે જે તેને ખૂબ જ ફાયદાકારક બનાવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે: શેકેલા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. શેકેલા ચણા લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ આહાર છે તેમજ તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે, તેથી જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય આહાર ગણી શકાય. સુગરના દર્દીઓએ આહારમાં શેકેલા ચણાનો સમાવેશ કરવો જોઈએ.

પેટની સમસ્યાઓમાં ફાયદાકારક: શેકેલા ચણા ગેસ અને અપચો જેવા પેટ સંબંધિત સમસ્યાઓ દૂર ફાયદાકારક હોઈ શકે છે. તે ફાઈબરથી ભરપૂર આહાર માનવામાં આવે છે, તેથી તે પેટની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોનું પેટ બરાબર સાફ નથી થતું તેમને શેકેલા ચણા ખાવાથી ફાયદો થઈ શકે છે.

પુરુષોમાટે ફાયદાકારક: શેકેલા ચણા ખાવાથી પુરુષોની શક્તિ વધારવા અને શારીરિક ક્ષમતાના વિકાસમાં ફાયદો થાય છે. સવારે નાસ્તામાં એક ગ્લાસ દૂધ સાથે મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી અનેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. આ સિવાય શેકેલા ચણાને ગોળ સાથે ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે, જે સારી ઉર્જા માટે સૌથી જરૂરી છે.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા