એક્દમ ટેસ્ટી સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

0
216

સેન્ડવિચ ઢોકળા તો કોને પ્રિય ના હોય. બધા લોકોને નાના પ્રસંગ માં આ ઢોકળા જોવા મળતા હશે. તો આજે તમને બતાવીશું કે આ ઢોકળા બનાવાય કેમ છે અને તમે પણ કંઈ રીતે ઘરે બનાવી શકો છો. તો ચાલો બનાવીએ.

સામગ્રી

  • ૩ કપ ચોખા
  • ૧/૨ કપ ચણાની દાળ
  • ૧/૨ કપ અડદની દાળ
  • ૧ ચમચી ઈનો
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી શેકેલા જીરાનો ભૂકો
  • ૧ ચમચી મરીનો ભૂકો
  • મીઠું સ્વાદ અનુસાર

વધાર માટે

  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી હિંગ, ૪/૫ લીમડાના પાન
  • ૩/૪ સુકા લાલ આખા મરચા
  • ૧ ચમચી ટોપરાનો ભૂકો
  • ૧ લીલું મરચું
  • જીણું સમારેલું,
  • લસણની ચટણી
  • કોથમીરની ચટણી
  • જીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત

  • ચોખા, ચણાની દાળ અને અડદની દાળને ૪/૫ કલાક પલાળી રાખો. પછી તેને મિક્ષ્ચરમાં પીસી લો. પછી તેને ૪/૫ કલાક ઢાંકીને રાખી મુકો.હવે તે બોળામાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઈનો નાખીને મિક્ષ કરી લો. થાળીમાં થોડું તેલ લગાવીને પાતળું ઢોકળાનું લેયર પાથરો અને તેને વરાળથી બાફી લો. ૫ મિનીટ પછી તેના પર કોથમીરની અને લસણની ચટણી પાથરો.
    પાછુ તેની ઉપર ઢોકળાનો બોળો પાથરીને બીજું લેયર પથરો. તેના પર મરચાનો, મરીનો અને જીરાનો ભૂકો થોડો નાખીને ૧૦ મિનીટ ચડવા દો.
  • હવે ઢોકળાને કાપીને એક પ્લેટમાં સરસ રીતે ગોઠવી દો. પછી એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, તલ, લીમડાના પાન, સુકા લાલ મરચા, લીલા મરચા, હિંગ નાખીને એ વઘાર ઢોકળા પર રેડી દો. તેના પર સુકું ટોપરું અને જીણી સમારેલી કોથમીર નાખો. પછી તેને કોથમીરની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.