સાબુદાણાની ચાટ બનાવવાની રીત

0
224
sabudana ni chat

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી સાબુદાણાની ચાટ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી :

 • ૨૦૦ ગ્રામ સાબુદાણા
 • ૨૦૦ ગ્રામ બટાકા
 • ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
 • ૧ ટેબલસ્પૂન ખાંડ
 • ૨-૩ લીલા મરચા ઝીણા કાપેલા
 • ૧ ટીસ્પૂન લાલ મરચું
 • ૧/૨ કપ શેકેલા સીંગદાણા
 • ૧ કપ ગળ્યું દહીં
 • ૧ કપ આંબલીની ગળી ચટણી
 • ૧/૨ કપ લીલા ધાણાની ચટણી
 • ૧/૨ કપ ફરાળી સેવ
 • ૧ કપ બટાકાની કાતરી
 • ૧/૨ કપ દાડમના દાણા
 • ૨ ટેબલસ્પૂન દ્રાક્ષ
 • ૨ ટેબલસ્પૂન કાજુના ટુકડા
 • ૨-૩ ટેબલસ્પૂન તેલ
 • ૧ ટીસ્પૂન જીરું
 • ૧ ટીસ્પૂન તલ
 • ૧ ટીસ્પૂન જીરા પાવડર
 • થોડા લીમડાના પાન
 • સિંધવ સ્વાદ મુજબ
 • થોડા લીલા ધાણા કાપેલા

sabudana ni chat

બનાવવાની રીત

 1. બટાકાને છોલી, તેના નાના ટુકડા કરી, તેલમાં કડક તળી લેવા. સાબુદાણાને ૨ કલાક પાણીમાં પલાળી રાખવા.
 2. પછી સાબુદાણામાંથી પાણી નિતારી, એકદમ કોરા કરવા. હવે એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને તલનો વઘાર કરવો. પછી તેમાં લીલા મરચા અને લીમડાના પાન નાંખી, એક મિનિટ સાંતળવા.
 3. પછી તેમાં સાબુદાણા, સિંધવ, ખાંડ અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ પરથી ઉતારી લેવું.
 4. હવે એક બાઉલમાં સાબુદાણા લઈ, ઉપર ઢાંકણ ઢાંકી, સ્ટીમરમાં સાબુદાણાને ૧૫ મિનિટ સ્ટીમ કરવા. સાબુદાણા બરાબર બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવા.
 5. હવે એક બાઉલમાં તળેલા બટાકા લઈ, તેમાં દ્રાક્ષ, કાજુ, અડધા સીંગદાણા, કાતરી, થોડું મીઠું, થોડા દાડમના દાણા અને લાલ મરચું નાંખી, બરાબર મિક્સ કરવા.
 6. પછી તેમાં સાબુદાણા, ૨-૩ ટેબલસ્પૂન દહીંની ચટણી, ૨-૩ ટેબલસ્પૂન આંબલીની ચટણી અને ૨ ટેબલસ્પૂન લીલી ચટણી નાંખી, બરાબર મિક્સ કરવું.
 7. હવે એક સર્વિંગ પ્લેટમાં થોડું સાબુદાણાનું મિશ્રણ લઈ, તેની ઉપર થોડું દહીં, થોડી આંબલીની ચટણી, થોડી લીલી ચટણી, થોડા દાડમના દાણા, સીંગદાણા, થોડી સેવ અને લીલા ધાણા નાંખવા.
 8. પછી ઉપર થોડું જીરું, મીઠું અને લાલ મરચું ભભરાવી ભેળ સર્વ કરવી.