rava idli banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે પણ સવારમાં મહિલાઓ સવારે ઉઠે ત્યારે તેમના મગજમાં પહેલો એક જ પ્રશ્ન આવે છે કે આજે નાસ્તામાં શું બનાવીશું? એવું કે બધાને ગમે અને થોડું હેલ્ધી પણ હોય. સાથે તે એ પણ વિચારે છે કે ગઈકાલે બનાવેલો નાસ્તો આજે ફરી ના બનાવવો જોઈએ?

જો તમે પણ સવારે ઉઠીને આવું જ વિચારો છો અને રોજ કંઈક નવું કરવા ઈચ્છો છો તો હવે ચિંતા કરશો નહીં. કારણ કે આજે અમે તમારા માટે કેટલીક સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો અને ઘરના બધાને ખવડાવીને ખુશ કરી શકો છો.

તમારી માહિતી માટે અમે તમારી માટે ઘણી બધી નાસ્તો બનાવવાની વાનગીઓ શેર કરી છે, તો આજે એવી કેટલીક રેસિપી તમારી સાથે શેર કરી રહ્યા છીએ. તમે દર બીજા દિવસે આ વાનગીઓ બનાવી શકો છો. તો ચાલો જાણીએ 3 પ્રકારની રેસિપી વિશે.

રવા ઈડલી બનાવવા માટે સામગ્રી : 1-કપ રવો, અડધો કપ દહીં, અડધો કપ પાણી.

ટેમ્પરિંગ માટે : 1 ચમચી તેલ, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, 5-6 મીઠો લીમડોના પાન, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી બારીક સમારેલા લીલા મરચા, 1 ચપટી હીંગ, 1 ટીસ્પૂન બારીક સમારેલ આદુ, 2 ચમચી બારીક સમારેલ ગાજર, 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર

રવા ઈડલી બનાવવાની રીત : સૌથી પહેલા એક બાઉલ લો, આ પછી તેમાં રવો, દહીં અને પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેને બાજુમાં રાખો. હવે તડકો (ટેમ્પરિંગ) માટે સામગ્રી તૈયાર કરો. આ માટે સૌપ્રથમ એક પૅન લો, પછી તેમાં તેલ નાખીને ગરમ કરો.

હવે તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, ચણાની દાળ, બારીક સમારેલા લીલા મરચાં, હિંગ અને બાકીની બધી સામગ્રી ઉમેરીને થોડીવાર પકાવો. પછી આ તડકાને રવાના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લો.

હવે એક ઈડલીનું સ્ટેન્ડ લઈને તેમાં આ બેટર નાખીને 10 થી 15 મિનિટ વરાળમાં પકાવો. જો તમે ઇચ્છો તો તમે તેને ઓવનમાં પણ બનાવી શકો છો, ફક્ત આ માટે તમે ઓવન ઇડલી સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો. આમ તમને ઈડલી બનાવવામાં માત્ર 3 મિનિટ જ લાગશે.

જો તમને આ સવારના નાસ્તાની રેસિપી ગમી હોય તો આવી જ બીજી અવનવી વાનગી રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા