ચીઝ-વરોડાં પુલાવ બનાવવા માટે ની રીત

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સામગ્રી

 • બાસમતી ચોખા (જૂના) – 500 ગ્રામ
 • ફણગાવેલા મગ (વરોડાં) – 250 ગ્રામ
 • કેપ્સીકમ (મોટાં મરચાં) – 100 ગ્રામ
 • ડુંગળી – 2, લીંબુ- 1
 • પનીર – 200 ગ્રામ
 • દ્રાક્ષ – 25 ગ્રામ
 • ગરમ મસાલો – 1 ટેબલસ્પૂન
 • કોપરાનું ખમણ – 2 ટેબલસ્પૂન
 • લીલા ધાણા – 1 ઝૂડી
 • મીઠું, ઘી, તજ, લવિંગ, એલચી
 • તમાલપત્ર – પ્રમાણસર

ઉપર નાખવા માટે

 • 6 કાજુના ઘીમાં તળેલા કટકા
 • 5 પાપડ-તેલમાં તળી, મોટો ભૂકો
 • 2 લીલી ડુંગળીની રિંગ
 • 1 કેપ્સીકમની રિંગ
 • વાટવાનો મસાલ
 • 5 લીલાં મરચાં,
 • 2 કટકા આદું,
 • 4 કાશ્મીરી મરચાં,
 • 1/2 ઝૂડી લીલા ધાણા

pulavo recipe

બનાવવા માટે ની રીત:

સૌ પ્રથમ ચોખાને ધોઈ અને છૂટો ભાત બનાવો.હવે તેમાં મીઠું નાંખી, તેને હલાવીને થાળીમાં કાઢી ઠંડો પાડૉ. હવે ફણગાવેલા મગને વરાળથી બાફી દો. ત્યાર પછી મરચાના બી કાઢી, પાતળી સળી કરવી. અને ડુંગળીની લાંબી કાતરી કરી, ઘીમાં બ્રાઉન કલરની તળી લો. હવે પનીરના કટકા કરી, ઘીમાં તળી લો. દ્રાક્ષને ઘીમાં ફુલાવી લેવી.

હવે એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ, એલચી અને તમાલપત્રના કટકાનો વખાર કરી, તપેલી નીચે ઉતારી લેવિ અને , તેમાં ભાત, મગ, મરચાં, પનીરના કટકા, ડુંગળીની કાતરી, મીઠું, ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, વાટેલો મસાલો, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, બરોબર હલાવી, ગરમ ઓવનમાં 3500 ફે. તાપમાને 10 મિનિટ બેક કરો. જ્યારે બરાબર સિજાય અને ખીલે એટલે કાઢી લો. કાજુના કટકા, લીલી ડુંગળીની રિંગ, કેપ્સીકમની રિંગ અને તળેલા પાપડના ભૂકાથી એક્દમ સરસ સજાવટ કરી લો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા