pressure cooker tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રેશર કૂકર ભારતીય રસોડામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જેને તમે કોઈપણ રીતે નજરઅંદાજ ના કઈ શકો. પ્રેશર કૂકરનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે અને લોકો તેને ખાટો, મીઠો, મસાલેદાર ખોરાક બનાવે ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણી વખત આપણે પરંપરાગત રીતે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી બીજા ઘણા માટે ઉપયોગ પણ થઈ શકે છે તેની કાળજી રાખતા નથી.

આજે અમે તમને કેટલાક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રેશર કુકર વાપરતી વખતે તમારો સમય બચાવશે અને સાથે સાથે રસોઈ ગેસ પણ બચાવશે. તો ચાલો જાણીએ આ ઉપયોગી ટિપ્સ.

ટિપ્સ 1

એક સાથે ઘણી વસ્તુઓ બાફો. જો તમે પ્રેશર કૂકરનો ઉપયોગ એક સમયે માત્ર એક જ વસ્તુને બાફવા માટે કરો છો, તો તે ખોટું છે. જો પ્રેશર કૂકરમાં એક પછી એક વસ્તુઓ બાફવામાં કે ઉકાળવામાં આવે તો તે ગેસ અને સમય બંનેનો બગાડ કરશે. એના કરતા વધુ સારું છે કે તમે એક કરતા વધુ વસ્તુઓને એક સાથે અલગ બાઉલમાં રાખીને બાફો.

હા, આ ખૂબ જ સરળતાથી કરી શકાય છે અને તમારો ઘણો સમય બચાવશો. એક શાક બનાવવા માટેની તમામ સામગ્રી એકસાથે બાફી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે પ્રેશર કૂકરના ડબ્બાઓનો પણ ઉપયોગ કરી શકો છો.

ટિપ્સ 2

દાળનું પાણી કુકરના ઢાંકણામાં ચોંટશે નહીં : જો કુકરમાં એકલી દાળ જ રાંધવામાં આવે છે, તો ઘણી વખત તેનું પાણી સીટીમાંથી બહાર આવવા લાગે છે અને આસપાસની જગ્યા ગંદી થઈ જાય છે. કુકરનું ઢાંકણું પણ આના કારણે ખૂબ જ ગંદું થઈ જાય છે. આ સમસ્યાને રોકવા માટે, આપણે એક નાની ટિપ્સ અપનાવી શકીએ છીએ.

એટલે કે, જ્યારે પણ તમે દાળ બનાવી રહ્યા છો, ત્યારે દાળની ઉપર એક નાનો સ્ટીલનો ખાલી બાઉલ મૂકો. હા, પાણી ભર્યા પછી, તમારે કૂકરમાં ખાલી બાઉલ મુકવાનું છે, ધ્યાન રાખો કે આ વાટકી સીધી હોવી જોઈએ અને ઉલટી નહિ. આ બધું પાણી આ વાટકીમાં એકત્રિત થયેલ જોવા મળશે અને તમને દાળ ફેલાવવાની કોઈ સમસ્યા નહીં થાય.

આ પણ વાંચો : પ્રેશર કૂકરમાં આ 3 વસ્તુઓને ક્યારેય રાંધશો નહિ, ભયંકર બીમારી થઇ શકે છે

ટિપ્સ 3

વરાળ નીકળવા માટેનું ઢાંકણાના કાણાને ધ્યાનમાં રાખો : પ્રેશર કૂકરમાં અડધાથી વધુ સમસ્યાઓ હંમેશા વરાળ છોડવાના બિંદુ બ્લોક થવાને કારણે થતી હોય છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કાણું હંમેશા સાફ હોવું જોઈએ. જો તે સાફ નહિ હોય તો તે તમારા પ્રેશર કૂકર માટે સારું રહેશે નહીં.

ખરેખર, આના કારણે, કૂકરની વરાળ નીકળવામાં અને વરાળ બનવામાં સમસ્યા થાય છે, અને તેથી ગેસ વધુ બળે છે એટલું જ નહીં, પણ પ્રેશર કૂકરમાં ખૂબ વધુ અથવા ખૂબ ઓછું દબાણ બનાવવાની સમસ્યા પણ થઇ શકે છે. આ સ્થિતિમાં, ઘણી વખત ઢાંકણની અંદરથી પાણી બહાર આવવાનું શરૂ થાય છે અને તમારા કૂકરનું રબર પણ બગડે છે. તેથી તેને કાળજીપૂર્વક સાફ કરતા રહો.

આ પણ વાંચો: પ્રેશર કૂકરમાં શાક બનાવતા પહેલા આ 5 ટિપ્સ જાણી લો, રસોઈ ગેસ અને સમય બંનેની બચત થશે

ટિપ્સ 4

ઘણા લોકો કુકરમાં તમામ મસાલા નાખીને શાકભાજી કૂકરમાં મૂકી દે છે અને તેનાથી શાક સ્વાદિષ્ટ બનતું નથી. આ સ્થિતિમાં લોકો કહે છે કે પ્રેશર કૂકરની ભૂલ છે, પરંતુ એવું નથી. પ્રેશર કૂકરમાં પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બની શકે છે, તમારે તેને માત્ર 1-2 મિનિટ માટે ફ્રાય કરવું પડશે.

પ્રેશર કૂકરમાં પહેલા મસાલાનો ઉપયોગ કરો અને તે પછી તેમાં શાક ઉમેરો અને 1-2 મિનિટ સુધી આ રીતે ફ્રાય કરી લો પછી પાણી ઉમેરો. આમ કરવાથી કૂકર બંધ કર્યા પછી, તેને રાંધવામાં ઓછો સમય લાગશે અને સાથે સાથે તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે. આ 5 ટિપ્સ તમારા સમયને બચાવી શકે છે અને ગેસ ને પણ બચાવી શકે છે.

ટિપ્સ 5

પ્રેશર કૂકરની એસેસરીઝને હંમેશા ધ્યાન રાખો. ઘણા ઘરોમાં મોટા 5-લિટરના કૂકર પણ હોય છે અને તેમાં રસોઈ બનાવવા માટેના અલગ ભાગો હોય છે. આ તમારા કામને સરળ બનાવે છે એટલું જ નહીં, પરંતુ તેઓ એક સાથે ઘણી વસ્તુઓ રાંધવા માટે ઉપયોગી થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, જો માત્ર બે લોકો માટે ખાવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે, તો દાળ અને ભાત બંને એકસાથે બનાવી શકાય છે. તમે એક ડબ્બામાં ઇડલી રાખીને, બીજામાં ઢોકળા રાખીને તેમને એક સાથે બાફી શકો છો. એ જ રીતે, ઘણી વાનગીઓ જુદી જુદી રીતે બનાવી શકાય છે. આ કમ્પાર્ટમેન્ટ્સના કારણે તમે કેક, આથાવાળી વસ્તુઓ વગેરે બનાવી શકાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા