Sunday, October 2, 2022
Homeગુજરાતીદરરોજ 47 રૂપિયાનું રોકાણ કરીને મેચ્યોરિટી પર 35 લાખ રૂપિયા મેળવો

દરરોજ 47 રૂપિયાનું રોકાણ કરીને મેચ્યોરિટી પર 35 લાખ રૂપિયા મેળવો

આજના સમયમાં બચત કરવી ખૂબ જ જરૂરી છે. આ જ જરૂરિયાતને જોઈને બેંકો અને પોસ્ટ ઓફિસ લોકો માટે સમયાંતરે નવી નવી યોજનાઓ લઈને આવે છે. તે જ સમયે ઘણા લોકોને રોકાણને લઈને તેમના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાની કમાણી અનુસાર રોકાણ કરી શકે છે.

તો આજે આ લેખમાં પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું જેની મદદથી તમે સારી એવી બચત કરી શકશો. સારા વળતર સાથે પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના સારો વિકલ્પ છે. 19 વર્ષથી લઈને 55 વર્ષના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તો આવો જાણીએ આ સ્કીમ વિશે.

પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના : પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનામાં તમે માસિક, ત્રિમાસિક, 6 મહિના અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ભરી શકો છો. જો કોઈ કારણોસર તમે પોલિસી ભરવામાં ચુકી જાઓ છો તો તમે તો પ્રીમિયમ ચૂકવીને બંધ પોલિસીને ફરીથી ચાલુ કરાવી શકો છો.

આ યોજના હેઠળ, જો ગ્રાહક એક પ્રીમિયમ ભરવાનું ભૂલી જાય છે અથવા સગવડ ના હોવાને લીધે ભર્યું નથી તો, ગ્રાહકને 30 દિવસ સુધીનો સમય આપવામાં આવે છે. જો તમે ઈચ્છો તો 3 વર્ષ પછી પોલિસી બંધ પણ કરાવી શકો છો.

4

47 રૂપિયાના રોકાણ પર મળશે આટલી મેચ્યોરિટી : : આ સ્કીમ હેઠળ પોલિસીધારકને 55 વર્ષમાં 31 લાખ 60 હજાર રૂપિયા, 58 વર્ષમાં 33 લાખ 40 હજાર રૂપિયા અને 60 વર્ષની ઉંમરે 34 લાખ 60 હજાર રૂપિયા મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારે દરરોજ માત્ર 47 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને તમને 35 લાખ રૂપિયાની મેચ્યોરિટી મળશે.

4 વર્ષ રોકાણ કર્યા પછી લોન લઈ શકાય છે : આ યોજનાની લોન લેવાની સુવિધા તેને બાકીની બીજી યોજનાઓથી અલગ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે આ યોજનામાં 4 વર્ષ સુધી પ્રીમિયમ ભરો છો તો પછી તમે પોલિસીના આધારે લોન લઈ શકો છો.

ધારો કે કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે 10 લાખની પોલિસી લે છે તો તેણે 55 વર્ષની ઉંમર સુધી દર મહિને 1515 રૂપિયા ભરવાના રહેશે. નાનું નાનું રોકાણ તમને થોડા સમય પછી ઘણો ફાયદો આપી શકે છે. પછી બાળકોનું શિક્ષણ હોય કે તેમના લગ્ન, તમે પણ આવી સ્કીમમાં રોકાણ કરીને ફાયદો લઇ શકો છો.

જો તમને આ જાણકાર ગમી હોય તો અને વધારાની માહિતી જાણવા માંગતા હોય તો તમે ગૂગલમાં
Post Office Saving Schemes સર્ચ કરશો એટલે indiapost.gov.in પર જઈને જાણકારી મેળવી શકો છો. આ ગવર્નમેન્ટ વેબસાઈટ છે. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડયે રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -