દરરોજ માત્ર 20 મિનિટ કરો આ કામ, તમારી પેટની ગમે તેવી વધારાની ચરબી થળ થળ ઓગળવા લાગશે

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પેટ અને કમર પર જમા થયેલી ચરબીના કારણે થાઇરોઇડ, બીપી અને ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે, માટે પેટ અને કમરની ચરબી ઘટાડવી આપણા માટે ખુબ જ જરુરી છે. અહીંયા તમણે જણાવીશું કે કઈ રીતે ફક્ત 20 થી 30 મિનિટમાં પેટની ચરબી ઘટાડી શકાય છે.

અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે આ જગ્યા પર ચરબી જમા કેમ થાય છે? શા માટે અને કયા કારણથી આ જગ્યા ઉપર ચરબી જમા થાય છે? જાણીએ કે પેટ પર ચરબી જમા થવાના કારણો કયા છે. એવું પણ કહેવાય છે કે પેટ પર જો થોડી ઘણી ચરબી જમા થાય તો કોઈ જ કોઈ પ્રોબ્લેમ નથી થતો.

થોડી ઘણી ચરબી જમા થયેલી હોય તો આપણા શરીરના ઘણાં રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો પેટ કે કમર પર જરૂર થી જરૂર થી વધારે ચરબી જમા થાય તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જરૂરથી વધુ ચરબી જમા થવાના કારણોની વાત કરીએ તો

1) તણાવ અને ચિંતા: તણાવ ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે જેવી કે અનિદ્રા, અપચો, વજનમાં વધારો થવો આવી ઘણી બધી સમસ્યાઓને આમંત્રણ આપે છે. ચિંતા કરવાથી આપનું બ્લડપ્રેશર વધી જાય છે અને ઘણા પ્રકારની પેટની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જેથી પેટ કે કમરના ભાગે ચરબી જમા થવાનું ચાલુ થાય છે.

4

2) પાચનશક્તિ: ઉંમર વધવાની સાથે જ વ્યક્તિ ની પાચન શક્તિ કમજોર પડી જાય છે એટલે થોડો ખોરાક પચવામાં તકલીફ થાય છે. આવો અપાચેલો ખોરાક ચરબીનું રૂપ ધારણ કરે છે.

3) આનુવંશિકતા: તમારા પરિવારમાં જો કોઇ વ્યક્તિને શરીરમાં ફૅટ વધુ હોય તો વ્યાજબી છે કે તમને પણ હોઈ શકે. આવું આવનારી પેઢીને પણ થઈ શકે છે.

4) બેઠાડું જીવન: ટેકનોલોજીનો ઉપયોગ વધતાં આજે સમાજમાં દરેક જગ્યાએ આધુનિકતા એ સ્થાન જમાવી લીધું છે. વ્યક્તિ નોકરીથી આવી મોબાઈલ અને ટીવી જેવી એક્ટિવિટી માં વ્યસ્ત થતા પોતે ખાધેલો ખોરાક પચતો નથી અને ચરબી જમા થાય છે.

આ ઉપરાંત અનિયમિત જીવનશૈલી, બહારની ગમતી વસ્તુઓ ખાવાની આદત, ઓછા પ્રોટીન અને વધુ કાર્બન વાળો ખોરાક અને ટીવી જોતાં-જોતાં ખાવાની આદતને કારણે આપણા પેટ્ની અંદર ચરબી વધવા નું કારણ જોખમ ઊભું થાય છે. આ તમામ બાબતો આપણા શરીર ના પેટ ના અને કમરના ભાગે ચરબી જમા થવાનું કારણ સાબિત થાય છે.

પહેલા આ તમામ બાબતો સુધારવી પડશે ત્યારબાદ જ બાકી ના પ્રયોગો કામ લાગશે. હવે જાણીએ પેટની ચરબી ઘટાડવાના ઉપાયો: સૌથી પહેલા ૨૦ થી 30 મિનિટમાં ચરબી ઓછી કરવાની બાબત વિશે જાણીએ ત્યાર બાદ વસ્તુ અને ચરબી ઘટાડવા માટે કરવી પડતી કસરતો વિશે જાણીએ.

સૌથી પહેલાં તમારે સવારે છ વાગ્યે ઉઠવું પડશે અને ઉઠતાની સાથે જ નયણાકોઠે બે ગ્લાસ પાણી પીવું પડશે. આવું કરવાથી આપણી પાચનશક્તિ સુધરે છે અને પેટને લગતી ઘણી બધી બીમારીઓ ઠીક થઈ જાય છે. પાણી પીધા ના દસ મિનિટ બાદ તમારે ખૂબ જ ઝડપથી અને અલગ-અલગ પ્રકારની કસરતો સાથે યોગાસન કરવાના છે.

આ કસરતો માત્ર ૨૦ થી 30 મિનિટ જ કરવાની છે પણ આ સમયમાં તમે એકદમ પરસેવો પરસેવો થઈ જવા જોઈએ. ૨૦ થી 30 મિનિટની કસરત બાદ પાંચ મિનિટ પછી ફરી બે ગ્લાસ પાણી પી લેવું. આવું ત્યાં સુધી કરવું કરો જ્યાં સુધી તમારું પેટ એકદમ ફ્લેટ ન થઈ જાય. આ રીતે કરવાથી વધુમાં વધુ ૩૦ દિવસમાં તમારું પેટ એકદમ સફેદ ચરબી વિનાનો થઈ જશે.

મિત્રો તમારે આખો દિવસ કયો ખોરાક લેવો પડશે અને કઇ કસરતો કરવી પડશે, હવે જાણીએ કે તમારે દિવસ દરમ્યાન શું ખાવું, કઈ શાકભાજી કે કયા ફ્રૂટ ખાવા, અને કઈ કસરતો કરવી.

કસરતો:  1) જો તમને દોડવું, ચાલવું કે સાયકલ ચલાવવી ગમતી હોય તો આ ત્રણમાંથી કોઈ પણ એક કરો. જો તમને દોડવું ગમતું હોય તો તમે તમારા નજીકના ગાર્ડન માં કે ઘરના બહાર 30 મિનિટ દોડવાનું ચાલુ કરો અને જો દોડવું જ ન ગમતું હોય તો ૪૦ થી ૫૦ મિનીટ ફૂલ સ્પીડમાં ચાલવાનું ચાલુ કરો. આવું કરવાથી તમારી અંદર ઘર કરી ગયેલી ચરબી ધીરે ધીરે ઓગળી જશે.

2) દોરડા કૂદ : આપણે બાળપણથી જ દોરડા કૂદ કરતા આવ્યા છીએ. પરંતુ આપણા બીજી શિડ્યુલ ના કારણે આપણે એ નથી કરી શકતા. જો તમને દોરડા કૂદવાથી કોઈ પ્રોબ્લેમ ન થતો હોય તો જ રેગ્યુલર ટાઈમે દોરડા કૂદવાનું રાખો જેથી તમારી પેટની ચરબી ઓગળે અને તમે એકદમ ફિટ રહી શકો.

3) સાઇકલિંગ : પેટની ચરબી ઘટાડવા માટે સાઇકલિંગ એક શ્રેષ્ઠ કસરત છે. આ માટે જ્યારે તમે તમારા ઘરની નજીક .કોઇ કામ માટે જાઓ છો ત્યારે સાઇકલનો ઉપયોગ કરો જેથી તમારું શરીર એકદમ ફીટ રહી શકે.

4) તરવું: પાણીમાં તરવાથી આપણા આખા શરીરની કસરત થઇ જાય છે. જેથી શરીરના બધા જ ભાગો સક્રિય થઈ જાય છે. આપણા લોહીના પરિભ્રમણની ઝડપ વધે છે અને આ બધી જ વસ્તુ આપણી ચરબી ઓગાળવામાં મદદ કરે છે.

પેટ ઘટાડવા માટેના ખોરાક વિશે: 1) તમારે સમયસર નાસ્તો અને ભોજન કરવાની ટેવ પાડવી. સવારના નાસ્તામાં વધુ પડતો પોષ્ટિક આહાર લેવો, પરંતુ વધારે કેલરીવાળો ખોરાક નહીં લેવાનો.

2) ગળી વસ્તુ ઓછી ખાવી: ગળી જેવી કે વધુ પડતી ખાંડ વાળી વસ્તુઓ, મીઠાઈ ઓછી ખાવી જોઈએ. આવી વસ્તુ જલ્દીથી તમારું વજન અવ્યવસ્થિત કરી દેશે.

3) તેલવાળી વસ્તુ ઓછી ખાવી: વધુ પડતું તળેલું કે બહારનું ખાવું ખાવાનું ટાળવું જોઈએ. તમે ગમે તેવી મહત્તમ બોડી ઘટાડવા માટે કે પેટની ચરબી ઘટાડવા માટે કરશો પણ જો તેલવારી વસ્તુઓ ખાવાનું બંધ નહિ કરો તો તમારું વજન ક્યારેય ઘટશે નહીં.

4) ફળો અને શાકભાજી વધારે ખાવા: ફળોમાં સફરજન, તરબૂચ, કીવી ફળ, દ્રાક્ષ જેવા ફળો તથા શાકભાજીમાં પાલકેની ભાજી, સરગવાની સિંગ, કારેલા તથા એન્ટિઓક્સિડન્ટ શાકભાજી વધુ ખાવા.

આવી વસ્તુઓ તમારા વજનને કંટ્રોલ કરશે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત તમારે અનાજ ની માત્રા ઓછી કરવી જોઈએ કારણ કે અનાજમાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે જે પેટની ચરબી ઘટાડવાના બદલે વધારવાનું કામ કરતું હોય છે.

5) જમ્યા બાદ તરત જ ન સૂવું: ખાધા પછી થોડું વોકિંગ કરી લેવું ફાયદાકારક સાબિત થાય છે. એટલે બને તેટલી કાળજી રાખો અને તમારા પેટની ચરબી ઘટાડો. આ ઉપરાંત ગરમ પાણી પીવાની આદત પણ રાખો. તમારા વધી ગયેલા વજનને અને પેટની ચરબીને ઓછી કરવામાં ગરમ પાણી ખૂબ જ મદદ કરશે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x