pet mate gharelu upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે લગ્નની સિઝન આવી ગઈ છે અને આ લગ્ન સિઝનમાં અનેક પ્રકારની વાનગીઓ ખાવામાં આવે છે. આપણે જાણવું જોઈએ કે આ વાનગીઓ વધારાના મસાલા સાથે અને ડીપ ફ્રાય ફૂડ ખાવાથી આપણા પેટમાં કેટલી તકલીફ થાય છે. ગેસની સમસ્યા, એસિડિટી, એસિડ રિફ્લક્સ, પેટમાં ખેંચાણ અને બીજી ઘણી બધી સમસ્યાઓ માત્ર પેટની સમસ્યાને કારણે થાય છે.

પેટની સમસ્યાઓમાં ઘણા પ્રકારની દવાઓ લેવામાં આવે છે પરંતુ કેટલીકવાર નાની સમસ્યા આવી જાય છે જેને આયુર્વેદિક ઉપાયો દ્વારા ઘટાડી શકાય છે. આજે અમને તમને કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીશું જે જે પેટની સમસ્યાઓને અમુક અંશે દૂર કરવામાં મદદ કરી શકે છે.

નોંધ: જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા હોય અથવા લાંબા સમયથી પેટની સમસ્યા રહેતી હોય તો તમારે પહેલા તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે અને સલાહ વિના આહાર અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફેરફારો ના કરવો જોઈએ. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારા માટે શું જરૂરી છે. કોઈપણ ઘરેલુ ઉપાય સમસ્યાને ઘટાડી શકે છે પરંતુ તેને મૂળથી દૂર કરવા માટે મેડિકલ હેલ્પ જરૂર લેવી જોઈએ.

1. એસિડિટી : જો દિવસમાં હરડનો રસ 1-2 ચમચી લેવામાં આવે તો તે એસિડિટીને નિયંત્રણમાં રાખવામાં ખૂબ મદદ થઇ શકે છે. વધારે સારું પરિણામ મેળવવા માટે તમે આ જ્યૂસને આમળાના જ્યૂસમાં મિક્સ કરીને પી શકો છો. જો આમળાનો રસ ઘરે કાઢવામાં આવે તો વધારે ફાયદાકારક છે.

આ માટે એક આમળાને છીણી લો અને તેના પલ્પને મલમલના કપડામાં નાખીને નિચોવી લો. આ ટ્રીક તમારી એસિડિટીની સમસ્યાને ઘણી હદ સુધી રાહત કરી શકે છે. જો કે ઘણા લોકોને આમળાની તાસીરથી સમસ્યા થઈ શકે છે તેથી જો ખૂબ જ શરદી હોય તો તમારે તેને ડૉક્ટરની સલાહ પર જ લેવું જોઈએ.

2. ઓડકાર : જો તમને બહુ ઓડકાર આવતા હોય તો 2 ચમચી અજમો અને આદુને પીસીને પાવડર બનાવી લો અને તેમાં થોડું કાળું મીઠું ઉમેરો. તમારી પાસે એક અઠવાડિયા માટે સુધીનું મિશ્રણ બની જશે અને તેને દરરોજ 1 કપ ગરમ પાણી સાથે થોડું થોડું પીવો.

3. કબજિયાતની સમસ્યા : અત્યારની જીવનશૈલીને કારણે કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને તમે તેને દૂર કરવા માટે આ નુસખા અપનાવી શકો છો. હુંફાળા પાણીમાં મેષ કરેલા ગોળને ભેળવીને પીવાથી આ કબજિયાતની સમસ્યામાં મદદ કરશે.

6 થી 8 ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખીને તેને મિક્સરમાં પીસીને સવારે તેનું સેવન કરો. કિસમિસને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પાણી સાથે પી જાઓ.

4. ઝાડા : જો કબજિયાતને બદલે ઝાડાથી પરેશાન થઇ રહ્યા છો તો આ આયુર્વેદિક ઉપાયો તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. 1 ટીસ્પૂન આદુ પાવડરથી 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર , 1 ટીસ્પૂન તજ પાવડર અને આ મિશ્રણની એક નાની ચમચી મધ સાથે દરરોજ ખાઓ. તેને દિવસમાં ત્રણ વખત ખાવાથી વધારે ફાયદો થશે.

એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું ઉકાળો અને તેમાં 1 ચમચી તાજી કોથમીરનો રસ અને એક ચપટી મીઠું મિક્સ કરીને દિવસમાં બે વાર પીઓ. આવું 2 થી 3 દિવસ કરવાથી ઘણો ફાયદો થશે.

5. ગેસ્ટ્રિક : 1/2 ચમચી સૂંઠને એક ચપટી હિંગ અને એક ચપટી કાળું મીઠું મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવાથી ગેસની સમસ્યામાં ઘણો ફાયદો થશે. આ સિવાય એક નાની ચમચી જીરુંને 1.5-2 લીટર પાણીમાં ઉકાળો અને તેને ધીમી આંચ પર 15 મિનિટ સુધી પકાવીને તેને ગાળીને દરરોજ 1 કપ જીરાની ચા પીવો. આને દિવસમાં 3 વખત પીવાથી વધારે ફાયદો થશે.

આ બધી ટિપ્સ ચોક્કસપણે તમને મદદ કરી શકે છે પરંતુ દરેકને દરેક પ્રકારના ઘરેલુ નુસ્ખા અનુકૂળ આવે તે જરૂરી નથી, તેથી તમારે હંમેશા એ જ તે જ નુસ્ખાનું પાલન કરવું જોઈએ જે તમને અનુકૂળ હોય અને ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવ્યું હોય. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા