જયારે પણ આપણે જમવા માટે બેસીએ છીએ ત્યારે આપણે જેટલી ભૂખ લાગે તેટલોજ ખોરાક ખાઈએ છીએ, પરંતુ જયારે તમારી કોઈ મનપસંદ વાનગી બનાવી હોય ત્યારે તમે જરૂર કરતા વધુ ખોરાક ખાઈ જાઓ છો. પરંતુ ખાધા પછી તમને અહેસાસ થાય છે કે આજે જરૂર કરતા વધુ ખવાઈ ગયું છે.
જરૂર કરતા વધુ ખાવાના કારણે પેટ ભારે થઈ જાય છે અને પેટની સમસ્યા થાય છે. જો તમને પણ ખોરાક ખાવાના થોડા સમય પછી પેટ ભારે થવાની સમસ્યાથી રહે છે , તો તમારે સાવચેત રહેવું જોઈએ અને આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ.
તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિષે જણાવીશું જે ઉપાયની મદદથી તમે તમારા પેટમાં ભારેપણાની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
મધ અસરકારક છે: આયુર્વેદમાં મધ ને સ્વાસ્થ્ય માટે ફાયકારક માનવામાં આવ્યું છે. મધઅનેક રોગો માટે રામબાણ સાબિત થાય છે. મધમાં રહેલા પોષક તત્વો અનેક રોગોમાં રાહત આપે છે. જો તમે પણ પેટના ભારેપણુંથી પરેશાન છો તો મધના ઉપયોગથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
આ માટે તમારે દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. આનાથી તમે પેટના ભારે થવાની સમસ્યાથી જલ્દી જ છુટકારો મેળવી શકો છો.
વરિયાળીનો ઉપયોગ: પેટ ભારે થવાની સમસ્યામાં વરિયાળી ફાયકારક સાબિત થાય છે. જો તમે પેટના ભારે થવાની સમસ્યાથી પરેશાન છો, તો તમે એક ચમચી વરિયાળીને સાકરમાં મિક્ષ કરીને લઈ શકો છો. આનું સેવન કરવાથી તમે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમે સવારે અને સાંજે બંને સમયે તેનું સેવન કરી શકો છો.
અળસીના બીજ: અળસીના બીજ જોવામાં સરળ લાગે છે. ઘણા લોકો અળસીના બીજને જોઈને વિચારે છે કે તેનો કોઈ ફાયદો નથી, પરંતુ તેઓ જાણતા નથી કે અળસીના બીજ પેટના ભારે થવાની સમસ્યાને દૂર કરવા માટે કેટલા ફાયદાકારક છે.
તમે અળસીના બીજનું સેવન કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ માટે રાત્રે અળસીના બીજને પાણીમાં રાખો અને સવારે ઉઠતાની સાથે જ આ પાણીનું સેવન કરો.
ઈલાયચી અસરકારક છે: ઈલાયચીમાં રહેલા તત્વો પેટને સાફ કરવામાં મદદ કરે છે. પેટના ભારેપણુંને દૂર કરવામાં તે તમને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે. આ માટે હુંફાળા પાણીમાં એલચી પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો, તમારી સમસ્યા દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.