penda banavani recipe gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થબળી પેંડા બનાવવાની રીત.

સામગ્રી

  • 1 લીટર દૂધ
  • અડધો કપ ખાંડ
  • અડધી ચમચી ફટકડીનો પાઉડર
  • બદામ

થાબડી પેંડા બનાવવાની રીત

સૌ પ્રથમ ફટકડીનો ઉપયોગ કરીને માવો તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલા જાડા પાળિયાવાળી કડાઈ લઇ તેમાં દૂધ એડ કરો. ગેસ ચાલુ કરી દૂધ ને 3-4 મીનીટ ગરમ થવા દો. એક ઉભળો આવે, પછી તેમાં અડધો કપ ખાંડ લીધેલી છે તેમાં અડધી ખાંડ ઉમેરી દો.

ખાંડ ઉમેર્યા પછી દૂધ ને 5 મિનિટ માટે ઉકાળો. 5 મિનિટ પછી દૂધ સારી રીતે ઉકળે એટલે તેમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર ઉમેરો. ફટકડીનો પાઉડર ઉમેર્યા પછી 2-3 મિનિટ માં દૂધ ફાટવા લાગશે. ફટકડીનો પાઉડર ઉમેર્યા પછી સતત દૂધને હલાવતા રહેવાનું છે. કડાઈમાં દૂધ અડધું એટલે કે પાણી અડધું બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે.

ચાસણી તૈયાર કરવા, હવે થાબડી પેંડા માટે ચાસણી તૈયાર કરવાની છે. ચાસણી તૈયાર કરવા માટે બીજા ગેસ પર એક પેન માં વધેલી ખાંડ ઉમેરો. એક થી બે મિનિટ માં ખાંડ મેલ્ટ થવા લાગશે. ખાંડ ઓગળીને બ્રાઉન કલર થાય એટલે સમજી જવું કે તમારી ચાસણી બરાબર થઇ ગઈ છે.

ધ્યાન રાખવું કે ખાંડ બળી ન જાય. હવે ચાસણીને દૂધના મિશ્રણ માં ઉમેરો. અહીંયા એ વાત નું ધ્યાન રાખવું કે જયારે તમે ચાસણી ઉમેરશો ત્યારે તેમાં બબલ્સ આવવા લાગશે તો ફટાફટ મિશ્રણ હલાવવાનું શરુ કરી દેવું. 5-7 મિનિટ સુધી હલાવવાનું ચાલુ રાખશો એટલે તમારું મિશ્રણ ઘટ્ટ થઇ જશે.

બધું પાણી બળી જાય અને ઘી છુટ્ટુ પડવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર હલાવતા રહો. બધું પાણી બળી જાય એટલે જો તમને મિશ્રણ માં કણીઓ દેખાતી હોય તો તમે થોડું ઘી ઉમેરી મસળી લેવું.

હવે મિશ્રણ ને નીચે ઉતારી 5 મિનિટ માટે ઠંડુ થવા દો. મિશ્રણ થોડું ગરમ હોય એટલે તેને હાથમાં લઇ મિશ્રણ ને ગોળ વાળી લો. ગોળ વાળ્યા પછી તેને ઉપર થી પ્રેસ કરી દો અને પેંડા નો આકાર આપી દો.

બધા પેંડા આ રીતે બનાવી લો. હવે બધા પેંડાને બદામ થી ગાર્નિશ કરી લો. જો પેંડા વાળતી વખતે મિશ્રણ છૂટું પડી જતું હોય તો તમે થોડું ઘી ઉમેરી શકો છો. તો અહીયા તમારા થાબડી પેંડા બનીને તૈયાર થઇ ગયા છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા