બંગાળીઓમાં દુર્ગા પૂજા કર્યા પછી એકબીજાના ઘરે જવાની પ્રથા છે, આ પરંપરાને વિજયા પ્રણામ કહે છે. જેમાં વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવતા હોય છે. આ કાર્યક્રમ ઘણા દિવસો સુધી ચાલે, લગભગ એક મહિના સુધી ચાલે છે.
આમાં, લોકો તેમના પડોશીઓના ઘરે જાય છે અને સંબંધીઓના ઘરે પણ જતા હોય છે. આ દરમિયાન ઘરે આવેલા મહેમાનોને મીઠાઈ જરૂરથી આપવામાં આવે છે, તેથી આ સમયમાં બંગાળી ઘરોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે.
તો આજે અમે તમને એક એવી બંગાળી મીઠાઈ બનાવતા શીખવાડીશું જે આ સમય દરમિયાન ઘરોમાં બને છે. આજે અમે તમને પરવળમાંથી બનાવેલી મીઠાઈ વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવી શકાય.
સામગ્રી : પરવળ 2 કપ, માવો 2 કપ, ખાંડ 1 કપ, દૂધ પાવડર 1/4 કપ, ગ્રીન પિસ્તા કપ, બદામ 1/4 કપ, ઈલાયચી પાવડર 1 ચમચી, કેસર 4 થી 5 નંગ
બનાવવાની રીત : પરવળની મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર લો અને તેમાં બદામ અને પિસ્તા ઉમેરીને તેને બરછટ પાઉડરમાં પીસી લો. હવે પરવળને છોલીને તેને સારી રીતે ધોઈ લો અને એક બાજુથી ચીરો બનાવીને કાપી લો.
પછી ગેસ પર મધ્યમ તાપ પર રાખીને એક કઢાઈ મુકો અને તેમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. હવે તેમાં ચીરો કરેલા પરવળને ઉમેરો અને પાંચ મિનિટ સુધી ઉકાળો. જ્યારે પરવળ ઉકળે ત્યારે ગેસને બંધ કરો અને તેને પાણીમાંથી બહાર કાઢીને અને પાણીને સારી રીતે સુકાવી લો.
ધ્યાનમાં રાખો કે તેમાં પાણી બિલકુલ ના હોવું જોઈએ અને તે સંપૂર્ણપણે સૂકું હોવું જોઈએ. ગેસ પર મધ્યમ તાપ પર એક પેન મૂકો અને તેને ગરમ કરવા મુકો, જ્યારે પૅન ગરમ થાય ત્યારે તેમાં માવો ઉમેરો અને તેને ફ્રાય કરી લો. માવાને ત્યાં સુધી ફ્રાય કરો કે જ્યાં સુધી તે આછા ગુલાબી રંગનો ના થઇ જાય.
જયારે માવો ફ્રાય થઇ જાય એટલે ગેસ બંધ કરી માવાને ઠંડુ થવા દો. માવો ઠંડો થઇ જાય એટલે તેમાં બદામ અને પિસ્તા પાવડર, ઈલાયચી પાવડર અને કેસર નાખીને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને પરવળની અંદર ભરો.
હવે ખાંડની ચાસણી બનાવવાની છે તો આ માટે ખાંડ અને પાણીને યોગ્ય માત્રામાં મિક્સ કરીને ઉકળવા માટે રાખો. ચાસણીને પાતળી જ બનાવો. હવે પરવળને આ ચાસણીમાં ડુબાડીને પાંચ મિનિટ માટે રહેવા દો.
પછી તેને બહાર કાઢીને જાળીવાળા જેવા વાસણમાં રાખો, જેથી વધારાની ચાસણી બહાર નીકળી જાય. હવે તેના ચાંદીનો વરખ લગાવો. તો તૈયાર છે તમારું પરવલ મીઠાઈ તૈયાર છે.