parents tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક બાળક એકબીજાથી અલગ હોય છે અને તે તેમના માટેપિતા માટે જીવથી પણ વ્હાલું હોય છે. જો કે બધા જ બાળકો ભણવામાં હોશિયાર હોય એવું નથી હોતું, દરેક બાળકમાં અલગ-અલગ હુનર અને ક્વોલિટી હોય છે. બસ તમારે જરૂર છે તો તેને સમયસર ઓળખવાની અને પછી તેને તે જગ્યાએ પહોંચાડવાની.

જો કે સામાન્ય રીતે દરેક બાળક જયારે તે ધીમે ધીમે મોટું થાય છે તો તેની આસપાસની ઘણી વસ્તુઓને જોઈને તેની રુચિમાં પણ ફેરફાર થવા લાગે છે. કેટલીકવાર તો બાળકને પણ પોતાને ખબર નથી પડતી કે તેની વાસ્તવિક રુચિ છે શું અને તે તેની પ્રતિભાને કેવી રીતે આગળ વધારી શકે તે પણ જણાતું નથી.

આવી સ્થિતિ માં માતાપિતાએ બાળકોની રુચિને ઓળખાવી જોઈએ. બાળકની રુચિ ઓળખવી એ પણ તેમના ઉછેરનો એક મહત્વનો ભાગ છે. જરૂરી નથી કે તેનું હુનર માત્ર ભણવામાં અને પુસ્તકની દુનિયા સાથે જ જોડાયેલું હોય.

તેથી, જ્યારે બાળકની પ્રતિભાને ઓળખવાની વાત આવે ત્યારે માતાપિતાએ તેમની વિચારસરણીને વધારવી જોઈએ અને આ માટે તમે ઘણી ટિપ્સ પણ અપનાવી શકો છો. તો આજના આ લેખમાં તમને એવી જ કેટલીક રીતો વિશે જણાવીશું, જેની મદદથી તમે તમારા બાળકમાં છુપાયેલી કળાને સારી રીતે ઓળખી લેશો.

શિક્ષકો પાસેથી સલાહ લો : જો તમારું બાળક શાળાએ જાય છે તો તે મહત્વનું છે કે તમે પણ શિક્ષકને બાળક વિષે કેટલાક સૂચનો માંગો. વાસ્તવમાં, બાળક તેના દિવસનો લાંબો સમય શાળામાં જ પસાર કરે છે અને ત્યાં તે શિક્ષક સિવાય પણ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

આવી સ્થિતિમાં બાળક કઈ પ્રવૃત્તિમાં ભાગ લઇ રહ્યું છે અને બાળકને શેમાં રસ છે તે શિક્ષક જાણતા હોય છે, તેથી શિક્ષક પ્રદર્શનને જોઈને તમને ઘણી હદ સુધી માર્ગદર્શન આપી શકે છે. તમને પણ આ સૂચનો જાણ્યા પછી તમને તમારા બાળકની પ્રતિભાને ઓળખવામાં મદદ કરશે.

એકેડેમિક પરફોર્મન્સ પર ધ્યાન આપો : આ પણ એક સારી રીતે છે બાળકની છુપાયેલી પ્રતિભાને ઓળખવાની. શાળામાં ભણવા સિવાય ઘણા પ્રકારની પ્રવૃતિઓ થતી હોય છે અને જરૂરી નથી કે બાળકને દરેક પ્રવૃતિમાં ભાગ લેવો જોઈએ.

પરંતુ જો બાળક કોઈ ચોક્કસ પ્રવૃત્તિમાં વારંવાર ભાગ લે છે અથવા કોઈ ચોક્કસ વિષય અથવા પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરે છે તો તે તેની છુપાયેલી પ્રતિભા વિશે ઘણું કહી જાય છે. તો માતાપિતા આ રીતે પણ તેનામાં છુપાયેલી કળાને જાણી શકે છે.

બાળકનું અવલોકન : આ એક સારી રીત છે બાળકની અંદર છુપાયેલી રુચિને કે કળાને ઓળખવાની. વાસ્તવમાં બાળક તેની રુચિ શેમાં છે તે વિશે જાણતું નથી, પરંતુ તેમ છતાં તેની પ્રવૃત્તિઓ ઘણું કહી જાય છે. આવી સ્થિતિમાં માતાપિતા તેમના બાળકની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખીને તેમની છુપાયેલી કળાને જાણવી જરૂરી છે.

આ નાની બાબત બાળકની પ્રતિભાને ઓળખવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તમે એ પણ જોવો કે બાળક એકલું હોય ત્યારે તે કઈ વસ્તુઓમાં કે કામમાં વ્યસ્ત રહે છે. બની શકે કે તમારા બાળકમાં કલ્પના શક્તિ અદ્ભુત હોય અને તે વસ્તુઓને વિઝ્યુઅલાઈઝ કરીને તેને ડ્રોઈંગ કરી શકે છે.

બાળકોને તમારો કિંમતી સમય આપો : જો તમારે બાળકોની પ્રતિભાને ઓળખાવી હોય તો તેમના દ્વારા આપવામાં આવતા સંકેતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, પરંતુ કેટલાક બાળકો ખૂબ ચંચળ સ્વભાવના હોય છે. તો એવામાં તે પોતાની આવડત હોવા છતાં પોતાનો વિચાર બદલી શકે છે.

ઘણા બાળકો પોતાની કળાને બીજા લોકોથી પ્રભાવિત થઈને પણ પોતાનો વિચાર બદલી શકે છે, તેથી માતા-પિતાએ બાળકોની કાળજી લેવી ખૂબ જરૂરી છે. જો તમને લાગતું હોય કે તમારા બાળકમાં કોઈ સારી કળા છે પરંતુ તે તેને ચાલુ રાખવાની ના પાડે છે તો તમારે બાળકને થોડો સમય એવો જોઈએ.

તમે તેને થોડો વિરામ આપો, પરંતુ આ સમયે બાળક તેની સાચી પ્રતિભામાં રસ દર્શાવતું હોવું જોઈએ. બાળકને તેની સાચી પ્રતિભા દૂર ના થવા દો, આ પછી તમે જોશો કે થોડા સમય પછી બાળક તેની વાસ્તવિક પ્રતિભાને ઓળખી જશે.

તો તમે પણ આ બધી ટિપ્સ અપનાવી જુઓ અને તમારા બાળકની છુપાયેલી પ્રતિભાને ઓળખો અને બહાર લાવવામાં મદદ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી સાથે જોડાયેલા રહો. તમને અહીંયા આવા જ જીવનમાં ઉપયોગ થતા લેખો વાંચવા મળશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા