pani puri khavana gerfayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

પાણીપુરી કોને પસંદ નથી? પાણીપુરીનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. જો આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો ચાટ અને પાણીપુરી સૌથી વધુ ખવાય છે. તે દરેક જગ્યાએ સરળતાથી તમે મળી પણ જાય છે.

વાસ્તવમાં, દરેક વ્યક્તિ પાણીની મીઠી અને ખાટી સુગંધથી પાણીપુરી તરફ ખેંચાય છે. પરંતુ, શું તમે જાણો છો કે જ્યાં એક તરફ પાણીપુરી ખાવાના ઘણા ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા વિશે પણ ઘણી ચિંતાઓ છે. ચાલો જાણીએ પાણીપુરીના ગેરફાયદા વિશે.

પાણીપુરીનું વધુ પડતું સેવન કરવાથી અને પાણી અથવા બીજી કોઈ સામગ્રી ખરાબ હોવાને કારણે ઝાડા, ડીહાઈડ્રેશન, ઉલ્ટી, કમળો, અલ્સર, પાચનમાં વિક્ષેપ, પેટમાં હળવો અથવા તીવ્ર દુખાવો અને આંતરડામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડોક્ટરોનું કહેવું છે કે પાણીપુરી ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, પાણીપુરીના પાણીમાં મોટા પ્રમાણમાં મીઠાનો ઉપયોગ થાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. આ સિવાય ઘણી વખત પાણીપુરીની પુરી તળવા માટે વાપરવામાં આવતા તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને બગાડે છે.

પાણીપુરીનું તીખું અને મસાલેદાર પાણી પેટને સરળતાથી બગાડી શકે છે. પાણીપુરી ખાતી વખતે પાણી ઓછી માત્રામાં પીઓ તો સ્વાસ્થ્ય માટે સારું રહેશે. કાચી રાંધેલી વસ્તુઓ ખાવાનું ટાળો, જેના કારણે વાયરસ અને બેક્ટેરિયા ફેલાઈ શકે છે.

નિષ્ણાતોના મતે, ઘણા પાણીપુરીની દુકાન કે લાળીવાળા સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખતા નથી, તેથી જ્યાં સ્વચ્છતા હોય ત્યાંથી જ પાણીપુરી ખાઓ. બધી સામગ્રી ઢાંકીને રાખેલી હોવી જોઈએ અને પાણીપુરી વેચનાર પણ તમને મોજા વગેરે પહેરીને ખવડાવે છે ત્યાં જ ખાવી જોઈએ.

પાણીપુરીની લાળી પર વરસાદની ઋતુમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીં તો પેટ સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. એટલા માટે વરસાદમાં પાણીપુરી ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો.

હવે તમે પણ પેટ સબંધિત બીમારીઓથી બચવા માંગતા હોય તો આ બધી બાબતોનું ધ્યાન રાખો અને પછી ખાઓ. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા