pani ochhu pivu
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

પાણી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, એટલે કહેવત પણ છે “જળ એજ જ જીવન છે” કારણ કે આપણા શરીરનો બે તૃતીયાંશ ભાગ પાણીથી ભરેલો છે. પાણી આંખો અને સાંધા માટે, સ્કિનને હેલ્દી બનાવવા, શરીરને ડિટોક્સિફાય કરવા અને પાચનમાં મદદ કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે.

શરીરમાં પાણીનો અભાવ ખતરનાક સાબિત થઇ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી શરીરની સાથે સાથે તમારા મગજ માટે પાણી ખૂબ મહત્વનું છે. જો ઉનાળામાં પાણી ઓછું પીવામાં આવે તો મગજમાં ગરમી વધવા લાગે છે અને સતત તણાવમાં કામ કરવાથી બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઉનાળામાં બ્રેન સ્ટ્રોકના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આનું કારણ છે કે ઉનાળામાં શરીરમાં પાણીની ઝડપી ખોટ સર્જાય છે. સંશોધકોના જણાવ્યા મુજબ પાણીની ઉણપને કારણે, મગજની નસોમાં લોહીના ગંઠાવાનું શરુ થાય છે, જે મગજના આઘાતનું સૌથી મોટું કારણ બને છે.

ઇસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પાણી મગજમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદરૂપ છે. તેમના અનુસાર, એક ગ્લાસ પાણી પીવાથી આપણું મગજ 14 ટકા ઝડપી કામ કરે છે.

પાણીની અછતને કારણે, મગજથી હૃદય સુધી લોહી પહોચાડવાવાળી રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાવાનું જોખમ વધે છે. પાણીના અભાવના કારણે માથાનો દુખાવો થવો અને ચક્કર આવવા એક સામાન્ય છે. બ્રેઈન સ્ટ્રોક જેવી બીમારી અગાઉ માત્ર ઘરડા લોકોને જ થતી હતી.

સંશોધકોના અનુસાર, જ્યાં પહેલા આ રોગ 60 વર્ષના લોકોમાં થતો હતો હવે તે 35 વર્ષના યુવાનોને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. તણાવપૂર્ણ જીવન અને લાઈફસ્ટાઈલમાં ફેરફારને કારણે યુવાનોમાં બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા