સ્વાદિષ્ટ પનીર શિમલા મરચા નું કોરું શાક | Paneer Shimla Mirch Recipe

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મિત્રો, આજે હું તમારી સાથે 10 મિનિટમાં બનતી અને સરળ બનાવવાની રેસીપી શેર કરીશ. જેને તમે લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો. પનીર અને શિમલા મરચાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

 • પનીર શિમલા મરચા સામગ્રી :
 • પનીર = 200 ગ્રામ ( તમારી પસંદ પ્રમાણે ટુકડા કાપી લો)
 • શિમલા મરચા = 1 મોટા કદનું (પાતળી સ્લાઈસ માં કાપી લેવું )
 • ડુંગળી = 1 મોટા કદની (પાતળી સ્લાઈસ માં કાપી લેવું )
 • ટામેટા = 1 મોટા કદનું (પાતળી સ્લાઈસ માં કાપી લેવું )
 • જીરું = 1/3 ટીસ્પૂન
 • લાલ મરચું પાવડર = 1/3 ટીસ્પૂન
 • હળદર પાવડર = ½ ટીસ્પૂન
 • ધાણા પાવડર = 1/3 ટીસ્પૂન
 • ગરમ મસાલા પાવડર = 1/3 ટીસ્પૂન
 • જીરું પાવડર = 1/3 ટીસ્પૂન
 • મીઠું = સ્વાદ પ્રમાણે
 • તેલ = જરૂરિયાત મુજબ

પનીર શિમલા મિર્ચ બનાવવાની રીત : પનીર શિમલા મરચા બનાવવા માટે, એક કડાઈમાં બે ચમચી તેલ નાંખો અને તેને ગરમ કરવા માટે ગેસ પર રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરી બંને બાજુ થોડું ફેરવીને 2 મિનિટ ફેય કરો. તે પછી, પનીરના ટુકડા એક પ્લેટમાં કાઢી લો.

ત્યારબાદ તે જ પેનમાં થોડું તેલ ગરમ કરો. ત્યારબાદ તેલમાં જીરું નાખો અને જીરુંને થોડું તતડવા દો. તે પછી તેલમાં ડુંગળી નાંખો અને ડુંગળીને મધ્યમ આંચ પર 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે હળવા બ્રાઉન થાય. ત્યારબાદ શિમલા મરચુ ઉમેરી મિક્સ કરી લો અને ઢાંકીને મધ્યમ તાપ પર એક મિનિટ માટે ફ્રાય કરો.

એક મિનિટ પછી, ઢાંકણ ખોલો અને શિમલા મરચાને એક સ્પેટ્યુલાથી હલાવો અને હવે ટામેટાં ઉમેરીને તેને મિક્સ કરો. હવે ટામેટા અને શિમલા મરચાને વધુ ફ્રાય કરવાની જરૂર નથી, તેથી ટામેટાં ઉમેરીને મિક્સ લો.

4

હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને જીરું પાવડર નાખી મસાલા બરાબર મિક્ષ કરી લો. મસાલા મિક્સ કર્યા પછી, ગેસને મધ્યમ તાપ પર કરો અને મસાલાઓને ઢાંકીને એક થી બે મિનિટ સુધી કૂક થવા દો.

પછી ઢાકણને દૂર કરીને એક વાર બધું મિક્સ કરો. ત્યારબાદ તેમાં ફ્રાય કરેલું પનીર નાખીને થોડું મિક્સ કરો. પનીર મિક્સ કર્યા પછી, તેને ઢાંકીને મધ્યમથી આંચ પર એક મિનિટ કૂક થવા દો. એક મિનિટ પછી તેમાં ગરમ ​​મસાલા પાવડર નાખી મિક્સ કરો. જો તમે છેલ્લે ગરમ ​​મસાલા પાવડર નાખો છો, તો તમારી શાકભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે.

હવે પનીરની શાકને અડધી મિનિટ માટે ધીમી આંચ પર ઢાંકણ ઢાંકીને કુક થવા દો. પછી ગેસ બંધ કરો. તમારી પનીર શિમલા મરચાની સૌથી સરળ અને સ્વાદિષ્ટ સૂકું શાક તૈયાર છે. તમે બાળકોના લંચ બોકસ માં પરાઠા સાથે પનીર શિમલા મરચાનું કોરું શાક પણ આપી શકો છો. આ પનીરની શાક તમે રાતના ભોજનમાં નાન રોટલી અથવા સાદી રોટલી સાથે પીરસી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: