pag ni baltara mate gharelu upay in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કોઈ પણ ઋતુમાં ત્વચા પર જલન થવું એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે પણ કેટલાક લોકો પગના તળિયા પર જલન અનુભવતા હોય છે. જો કે આ કોઈ ગંભીર સમસ્યા તો નથી, પણ આ જલન થવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમારા શરીરમાં વિટામિન્સની ઉણપ છે અથવા હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા છે તો પગના તળિયા પર જલન અનુભવી શકો છો.

ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધારે વકરી જાય છે. ખાસ કરીને જો તમે તડકામાં ઘરની બહાર જાઓ છો અથવા લાંબા સમય સુધી ગરમીમાં રહો છો અને ઓછું પાણી પીવો છો, તો તમારે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પગના તળિયામાં બળવાની સમસ્યાને દૂર કરવા માટે મીડીકલ સારવાર પણ છે અને કેટલાક ઘરેલું ઉપચાર કરીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને કેટલીક એવી સરળ ઘરેલુ ઉપચાર જણાવીશું જે તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

પગના તળિયા બળવા ના કારણો

  • જો તમારા શરીરમાં વિટામિન-બી 12 અથવા બી 6 ની કમી હોય તો પગમાં બળતરા થઈ શકે છે. જો તમે ખૂબ વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય તો તે પગમાં બળતરા થઇ શકે છે.
  • કિડનીના કોઈ રોગને કારણે પણ પગના તળિયામાં બળતરા થઈ શકે છે. શરીરમાં હોર્મોનલનું અસંતુલન હોવું પણ જલન કારણ બની શકે છે. જો તમે કોઈ રોગની દવાઓ લઈ રહ્યા હોય તો તમને તેના કારણે બળતરાનો અનુભવ કરી શકો છો.

ઘાસ પર ઉગાડા પગે ચાલવું

ઘાસ પર ઉગાડા પગે ચાલવાથી સારી ઊંઘ આવે છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગ પરનો સોજો ઓછો થાય છે. ઘાસ પર ઉગાડા પગે ચાલવું માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી હૃદય સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

જો તમારા પગમાં જલન થાય છે, તો તમારે સવારે થોડો સમય કાઢીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ. તમને જણાવી દઈએ કે ઘાસમાં જલન થવાના વિરોધી ગુણધર્મો છે. ઉપરાંત, સવારના સૂર્યપ્રકાશમાં ચાલવાથી તમને વિટામિન-ડી મેળવવામાં પણ મદદ કરશે. ધ્યાન રાખવું કે ભીના ઘાસ પર ચાલવાનો પ્રયાસ ના કરો. આનાથી તમારા પગની ત્વચા ફોગાઇને અને ફાટી શકે છે.

આ પણ વાંચો : સવારે 10-15 મિનિટ ઉઘાડા પગે ચાલી લો, ડાયાબિટીસ, હૃદયરોગ, હાડકા, બ્લડ પ્રેશર જોડાયેલા બધા રોગો થશે જ નહિ

હિના મહેંદી 

મહેંદીને ગરમ કરીને પગમાં લગાવાથી તેનાથી પગના તળિયાનો દુખાવો ઓછો થાય છે. મહેંદી ઠંડી હોય છે એટલે તેને પગના તળિયા પર લગાવવાથી જલન ઓછી થાય છે. જો પગમાં થાક અનુભવ થાય છે તો પગના તળિયા પર મહેંદી લગાવવાથી ફાયદો થાય છે. જો તમારા પગ તૂટી રહ્યા છે તો તમારે મહેંદી લગાવવી જોઈએ.

તેનાથી ખુબ ફાયદો થશે. હાથ અને પગ પર મહેંદી લગાવવું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પણ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. ઉનાળાની ગરમીમાં જો તમે શરીરને ઠંડુ રાખવા માંગતા હોય તો હાથ અને પગ પર મહેંદી લગાવો, તમને ઘણી રાહતનો અનુભવ થશે. ધ્યાન રાખો કેમિકલ બેસ્ટ હિના નો ઉપયોગ કરવા કરતા હિના મેંદીના પાંદડાને પીસીને તેનો ઉપયોગ કરવો વધુ સારું છે.

હળદર 

જો તમારા પગમાં ટૈનિંગ થઇ રહી છે, તો તમારા પગને હળદરના પાણીમાં ડુબાડવાથી તે ઓછું થઇ જશે. જો તમને ડ્રાય ત્વચાની સમસ્યા પણ હળદરથી દૂર થઇ જશે. જો પગ પર ડેડ સ્કિન જમા થાય છે તો તમે તેને હળદરના પાણીથી દૂર કરી શકાય છે.

જો તમને પગમાં સોજો આવવાને કારણે જલન થતી હોય તો તમારે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. હળદરમાં મેગ્નેશિયમ સલ્ફેટ મળી આવે છે. તેને એવી જગ્યાએ લગાવવાથી જ્યાં તમને દુખાવો અને સોજો હોય તો તમને ખૂબ રાહત થશે. જો તમને તમારા પગમાં જલન થતી હોય તો તમે આ રીતે હળદરનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો.

ઠંડા પાણીથી ભરેલા ટબમાં હળદર અને સેંધા મીઠું નાખીને તમારા પગને પાણીમાં 15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખો. પછી પગને સારી રીતે સાફ કરો. આવું દરરોજ કરવાથી પગની બળતરામાં રાહત મળશે. ધ્યાન રાખો કે પગ પર હળદરની પેસ્ટ ના લગાવો અથવા વધુ હળદરનું સેવન કરો. આમ કરવાથી તમને કોઈ લાભ નહીં મળે.

આ પણ વાંચો : હથેળી અને પગના તળિયા પર વાળ કેમ નથી આવતા તે ખબર નથી તો જાણી લો

આદુ 

આદુમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ત્વચા પર લગાવવાથી જલન અને ખંજવાળની ​​સમસ્યામાં રાહત મળે છે. આદુના તેલથી પગની માલિશ કરવાથી પગ ફાટતા નથી. આદુનું પાણી અથવા તેલ લગાવવાથી ડ્રાય સ્કિન પણ દૂર કરી શકાય છે.

નાળિયેર તેલમાં કપૂર અને આદુનો રસ મિક્સ કરીને તેને પગના તળિયા પર લગાવવાથી બળતરામાં રાહત આપશે. જો તમે ઈચ્છો તો તમે આદુના રસના બરફના ટુકડા (આઈસ ક્યુબ) તૈયાર કરીને પગને આઈસીંગ કરી શકો છો.

ટીપ- આદુનું પાણી દરરોજ પીવાથી બળતરાની સમસ્યાને ઘટાડી શકો છો સાથે તેનાથી પગમાં આવતી ખેંચાણની સમસ્યા પણ ઓછી થશે.

નોંધ- જો તમારા પગમાં અસહનીય જલન થતી હોય તો તો કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર થી લો. જો તમને પણ પગમાં બળતરાની સમસ્યા હોય તો તમે પણ આ સરળ ઘરેલૂ ઉપાયો એકવાર અજમાવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “પગના તળિયા બળવા ના કારણો: તળિયામાં થતી બળતરાને આજીવન માટે દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાયો.”

Comments are closed.