orange facial at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની આ ઋતુમાં તાજા અને રસદાર નારંગીને તમારી ત્વચા સંભાળ માટે દિનચર્યામાં સમાવેશ કરો અને તમારી ત્વચાને ચમકદાર બનાવો. નારંગીમાં વિટામીન C અને A ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. તેથી તમે તમારા ચહેરા પર ચમક લાવવા માટે નારંગીનો ઉપયોગ કરી શકો છો.

ત્વચાને ચમકદાર અને હેલ્દી બનાવવા માટે નારંગીનો ઉપયોગ ખૂબ જ સારો વિકલ્પ છે. નારંગીમાં ત્વચાને ચમકદાર અને ડિટોક્સિફાય કરવાના ગુણ રહેલા છે. તમારા ચહેરા પર નારંગીનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં ચમક આવી જશે.

નારંગીને તમારી બ્યુટી રૂટીનનો એક ભાગ બનાવવાની સરળ રીત છે કે ઓરેન્જ ફેશિયલ કરવું. પરંતુ ઓરેન્જ ફેશિયલ માટે તમારે કોઈપણ પાર્લરમાં જવાની જરૂર નથી. આ ફેશિયલ તમે ઘરે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે માત્ર થોડી વસ્તુઓની જરૂર પડશે તો આવો જાણીએ ઓરેન્જ ફેશિયલ કેવી રીતે કરી શકાય.

1. ઓરેન્જ ફેસ ક્લીનર : આ ઓરેન્જ ફેસ ક્લીંઝરથી તમે તમારી ત્વચાના છિદ્રોમાંથી ગંદકીને દૂર કરી શકશો. નારંગીમાં ત્વચાને સફેદ કરવાના ગુણ હોય છે અને આ ક્લીંઝર તમારા ચહેરાને વધારે ચમકદાર બનાવશે. તો સૌથી પહેલા તમારા ચહેરા પર ઓરેન્જ ક્લીંઝરનો ઉપયોગ કરો અને તમે ઘરે જ ઓરેન્જ ક્લીંઝર બનાવી શકો છો.

જરૂરી સામગ્રી : 1 ચમચી નારંગીનો રસ, 1 ચમચી મધ 

બનાવવાની રીત : એક બાઉલમાં નારંગીનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરશો એટલે તમારું ઓરેન્જ ફેસ ક્લીંઝર તૈયાર છે. તેને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવીને લગભગ 5 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો અને પછી તમારા ચહેરાને સ્વચ્છ કપડાથી લૂછી લો. ચહેરો સાફ કરવા માટે માત્ર સોફ્ટ કપડાનો જ ઉપયોગ કરો.

2. ઓરેન્જ ફેસ સ્ક્રબ : ઓરેન્જ ફેસ ક્લીંઝર પછી ઓરેન્જ ફેસ સ્ક્રબ તમારી ત્વચાને એક્સફોલિયેટ કરશે. તમને જણાવી દઈએ કે એક્સફોલિએટિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં તમારા ચહેરાના ઉપરના પડને હટાવીને અંદરથી સ્વસ્થ ત્વચા બહાર આવે છે. આ માટે તમારે એક સ્ક્રબની જરૂર પડશે.

તમે નારંગીમાંથી બનાવેલ ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અને આ ઓરેન્જ ફેસ સ્ક્રબ તમારી ત્વચાના કોઈપણ મૃત પડને દૂર કરવામાં અને તમારી ત્વચાને તેજસ્વી બનાવવામાં મદદ કરશે. તમે પણ ઘરે ઓરેન્જ ફેસ સ્ક્રબ બનાવી શકો છો. જરૂરી સામગ્રી : 1 ચમચી નારંગીનો રસ, 1 ચમચી ખાંડ અને 1 ટીસ્પૂન નાળિયેર તેલ

બનાવવાની રીત : એક બાઉલમાં નારંગીનો રસ, નારિયેળ તેલ અને ખાંડ મિક્સ કરો. હવે તમારા ચહેરાને ભીનો કરીને તમારા ચહેરા અને ગરદન પર સ્ક્રબ લગાવો. આ પછી ગોળાકાર ગતિમાં હળવા હાથથી માલિશ કરીને તમારા ચહેરા પર લગભગ 5 મિનિટ સુધી રાખો. તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.

3. ચહેરાને સ્ટીમ આપો : જ્યારે તમે ઘરે કોઈપણ પ્રકારનું ફેશિયલ કરો ત્યારે શ્રેષ્ઠ પરિણામ માટે તમારા ચહેરાને સ્ટીમ કરવાનું ભૂલશો નહીં. એક સ્વચ્છ ટુવાલને ગરમ પાણીમાં બોળીને તમારા ચહેરા પર મૂકો તેનાથી તમારા ચહેરાના રોમછિદ્રો નરમ થઈ જશે અને ગંદકી બહાર આવી જશે. જો તમે ઇચ્છો તો તમે વાસણમાં ગરમ ​​પાણી મૂકીને પછી સ્ટીમ લઈ શકો છો.

4. ઓરેન્જ ફેસ ક્રીમ : હવે તમારા ચહેરાને સારી રીતે મસાજ કરવાનો સમય આવી ગયો છે. તમારા ચહેરાની માલિશ કરવાથી તમારી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે અને તમારી ત્વચાને વધુ ચમકદાર દેખાશે. આ માટે તમારે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

જરૂરી સામગ્રી : 1 ચમચી નારંગીનો રસ, 2 ચમચી એલોવેરા જ્યુસ,

બનાવવાની રીત : એક બાઉલમાં નારંગીનો રસ અને એલોવેરાનો રસ બનાવીને તેને તમારા ચહેરા પર લગાવો અને મસાજ કરો. તમે ઉપરના સ્ટ્રોકમાં માલિશ કરો અને લગભગ 5 થી 7 મિનિટ માટે ક્રીમથી તમારા ચહેરાની મસાજ કરો. આ પછી ક્રીમ ચહેરા પર શોષાઈ જાય પછી નરમ કપડાથી સાફ કરો.

આશા છે કે તમને આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હશે. આવી જ વધારે બ્યુટી ટિપ્સ ઘરે બેસી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા