online game chhodvana upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોરોના દરમિયાન બાળકોની બહાર રમવાનું પહેલા કરતા ઘણું ઓછું થઈ ગયું છે. હવે બાળકો વધારે સમય ઘરે બેસીને મોબાઈલમાં સમય પસાર કરી રહ્યા છે, જેના કારણે મોબાઈલ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકડાઉનમાં બાળકોને ઓનલાઈન ગેમિંગનો પરિચય થયો હતો અને ત્યારથી તેની લત બાળકો પર અસર કરી રહી છે.

આવી સ્થિતિમાં માતાપિતા એ વાત લઈને ચિંતિત છે કે તેમના બાળક પર ગેમિંગની લતની કેટલી ખરાબ અસર પડશે. આજના લેખમાં અમે તમને ઓનલાઈન ગેમિંગથી સંકળાયેલા જોખમો અને બાળકો પર તેની અસરો વિશે જણાવીશું. તો ચાલો જાણીએ બાળકોની ગેમિંગની લત વિશે કેટલીક મહત્વની બાબતો.

ઓનલાઈન ગેમની બાળકોના મગજ પર અસરો : બાળકો ઓનલાઈન ગેમ્સમાં વ્યસ્ત રહેવાથી પરિવારના સભ્યોથી દૂર થવા લાગે છે. આ સિવાય તે ભાગ્યે જ બહાર જવાનું પસંદ કરે છે અને ધીમે-ધીમે બાળકો પોતાની જાતને અલગ કરવા લાગે છે અને જેના કારણે તેઓ તેમના માતા-પિતાને કોઈ પણ સમસ્યા જણાવી શકતા નથી.

રમત રમવાથી બાળકોના શરીરમાંથી સેરોટોનિન નીકળે છે, પરંતુ જ્યારે બાળકો કોઈ શારીરિક કામ કરતા નથી ત્યારે તેમને ચિંતા જેવી બાબતોનો સામનો કરવો પડે છે. જો બાળકો હિંસાવાળી ઓનલાઈન ગેમ રમે છે તો તેમનામાં ગુસ્સો અને હિંસક પ્રવૃત્તિઓ જોવા મળે છે. આ બધી સમસ્યાઓના કારણે તમારા બાળકની માનસિક સ્થિતિ પર ઊંડી અસર પડે છે.

આ ઉંમરના બાળકો પર સૌથી વધારે પ્રભાવશાળી : ઓનલાઈન ગેમની લત માટે લોકો કઈ ઉંમરના સંવેદનશીલ હોય છે તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ઓનલાઈન ગેમનું વ્યસન લગભગ 15 થી 24 વર્ષના લોકોમાં વધારે જોવા મળે છે, પરંતુ તેની સૌથી વધારે ખરાબ અસર 6 થી 18 વર્ષ સુધીના બાળકોને થાય છે.

જો તમારું બાળક પણ ઓનલાઈન ગેમનો શિકાર છે, તો તમારે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ : જો તમારું બાળક ઓનલાઈન ગેમનું વ્યસની થઇ ગયું છે તો તમારે તેને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.

બાળકોને એવી રમતો રમવા આપો કે જેથી તેમનો માનસિક વિકાસ થઈ શકે. બાળકને ઓનલાઈન ગેમની ખરાબ અસરો વિશે સમજાવો જેથી તેના માટે આ વ્યસન છૂટવામાં સરળતા રહે.

ઓનલાઈન ગેમિંગ સિવાય બાળકો પાસે આ બીજા વિકલ્પો છે : કોવિડ હજી પણ ગયો નથી અને જેના કારણે માતાપિતા તેમના બાળકોને બહાર રમવાની ના પાડે છે તો એવામાં તમે ઘરમાં ઇન્ડોર ગેમ્સનો સમાવેશ કરવો જોઈએ.

બાળકોને પોતાનું કામ જાતે કરવા માટે પ્રોત્સાહિત કરો જેથી એ બહાને તેઓ કસરત પણ કરી શકે. જેમ કે રૂમની સફાઈ કરવી અને પોતાના રૂમની વસ્તુઓ ગોઠવવી વગેરે. રમતમાંથી તેમનું ધ્યાન દૂર કરવા બાળકોને ઓનલાઈન ડાન્સ અને સિંગિંગ ક્લાસ લેવા પ્રોત્સાહિત કરો. તમે પણ તમારા બાળકો સાથે રમવા માટે સમય કાઢો જેથી તેમને પણ કંટાળો ના આવે.

અમને આશા છે કે આ મહત્વપૂર્ણ જાણકારી ચોક્કસ તમને પસંદ આવી હશે જેમાં અમે તમને બાળકોમાં ગેમની વધતી જતી લતને વિશે જાણકારી આપી છે, તો તમારે તમારા બાળકના આ વ્યસનને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવા જોઈએ. જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ વધારે માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા