om jaap na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે ઓમ મંત્રનો જાપ કરો છો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે. તમારે દિવસમાં ફક્ત 5 મિનિટ કાઢીને ‘ઓમ’ શબ્દનો જાપ કરવાનો છે, આમ કરવાથી તમારા શરીરને જે લાભો મળે છે તે તમને જીવનભર તણાવમુક્ત રહેવામાં મદદ કરી શકે છે.

ઓમ એ માત્ર પવિત્ર ધ્વનિ જ નથી પરંતુ શાશ્વત શક્તિનું પ્રતીક એક છે. ‘ॐ’ શબ્દ ત્રણ અક્ષરોથી બનેલો છે, જેમ કે અ નો અર્થ નો અર્થ થાય છે ઉત્પન્ન થવું, ઉ નો અર્થ થાય છે ઉદય થવું એટલે વિકાસ પામવું અને મ નો અર્થ થાય છે કે શાંત થવું એટલે બ્રહ્મલીન થઇ જવું.

દરરોજ સવારે સૂર્યોદય સમયે તમે ઉઠી જાઓ અને પછી શાંત જગ્યાએ બેસીને 108 વાર આ ‘ઓમ’ શબ્દનો જાપ કરો . જો તમે ઈચ્છો તો શરૂઆતના દિવસોમાં 108 વાર ના કરવો હોય તો 11 વખત ‘ઓમ’ શબ્દનો ઉચ્ચાર કરી શકો છો.

હિંદુ માન્યતાઓ અનુસાર ‘ઓમ’ શબ્દમાં આખું વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. આ શબ્દમાં એટલી બધી શક્તિ રહેલી છે જેની તમે કલ્પના પણ ના કરી શકો. જો કોઈ મંત્ર શરૂઆતમાં આ એક જ શબ્દ ઉમેરવામાં આવે તો તેની અસર અનેકગણી વધી જાય છે.

હવે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે ‘ઓમ’ શબ્દનો જાપ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ‘ॐ’ ના ઉચ્ચારણથી શું શું ફાયદા થાય છે? તો ચાલો જોઈએ.

દરરોજ ‘ઓમ’નો જાપ કરવાથી તણાવ દૂર થઇ જાય છે. જો તમે કોઈ કામ કરી રહયા હોય અને થાકી ગયા હોય તો ‘ॐ’ શબ્દનો જાપ કરો. આમ કરવાથી તમારો થાક દૂર થાય છે.

જો તમે પણ શાંતિ મેળવવા માંગતા હોય તો ‘ઓમ’ શબ્દનો સતત જાપ કરો, આમ કરવાથી શરીરને સતત શાંતિથી ભરી શકાય છે.
‘ઓમ’ શબ્દનો જાપ કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થનારી કંપન દૂર થાય છે. ‘ઓમ’ શબ્દના ઉચ્ચારણથી હૃદય અને પાચનતંત્ર બંને સારું રહી શકે છે

અને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તે પણ થોડા સમયમાં દૂર થઈ શકે છે, તેથી જે લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા હોય તે લોકો સૂતા પહેલા ‘ઓમ’ શબ્દનો જાપ કરવો જોઈએ.

જો તમને અમારી આ માહિતી ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને અવનવી રેસિપી, બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા