noodles samosa recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સમોસા તો બધા એ ખાધા જ હશે, તો આ વખતે કંઈક અલગ રીતે બનાવો સમોસા. હવે તો સમોસાની પણ ઘણી વેરાઈટી આવી ગઈ છે. હવે બજારોમાં મેક્રોની, પિઝા, મેગી સમોસા પણ મળવા લાગ્યા છે અને મજાની વાત એ છે કે લોકો તેને પણ ખૂબ શોખથી ખાય છે.

હમણાંથી ચાઇનીઝ નૂડલ્સના સમોસા ટ્રેન્ડમાં ચાલી રહયા છે. જેમાં બટાકાને બદલે મસાલેદાર નૂડલ્સ સ્ટફ્ડ કરવામાં આવે છે અને પછી તળવામાં આવે છે. બસ તો ચાલો આજની રેસિપીમાં જાણીયે નૂડલ સમોસા બનાવવાની રીત. તમારા બાળકોને પણ આ સમોસા ખૂબ ગમશે અને ખૂબ મજા આવશે.

સામગ્રી

  • 300 ગ્રામ મૈંદા
  • 1 કપ નૂડલ્સ
  • 1/2 ચમચી અજમો
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ તેલ
  • 2 કપ પાણી
  • 1/2 ચમચી આદુ
  • 1/2 ચમચી લસણ
  • 2 ચમચી ગાજર
  • 1/4 કપ કોબીજ
  • 1 ટીસ્પૂન કેપ્સીકમ
  • 1 ચમચી રેડ ચીલી
  • સોસ
  • 2 ચમચી સોયા સોસ
  • 2 ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ટીસ્પૂન કોર્ન સ્ટાર્ચ

કેવી રીતે બનાવવું

સમોસા બનાવવા માટે સૌપ્રથમ નૂડલ્સ બનાવીને તૈયાર કરી લો, પછી આ માટે નૂડલ્સને ઉકાળો અને શાકભાજીને જીણી કાપીને રાખો. હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદુ-લસણ, ચપટી મીઠું નાખીને સાંતળો.

આ પછી તેમાં બધા સમારેલા શાકભાજી જેવા કે ગાજર, બારીક સમારેલી કોબીજ, કેપ્સીકમ સાથે રેડ ચીલી સોસ, સોયા સોસ ઉમેરીને મિક્ષ કરી લો. તેમને 2-3 મિનિટ સુધી પકાવો જ્યાં સુધી તે સહેજ નરમ ન થઇ જાય.

હવે તેમાં જીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરો અને શાકભાજીને મધ્યમ તાપ પર 5 મિનિટ સાંતળો.
હવે આ શાકભાજીની ઉપર કોર્નસ્ટાર્ચ છાંટો અને તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરીને બધું ટોસ કરો. પછી એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરો.

હવે એક મિક્સિંગ બાઉલમાં મૈંદા, અજમો, મીઠું, થોડું તેલ અને પાણી ઉમેરીને લોટ બાંધો. આ લોટને લગભગ 30 મિનિટ સુધી ઢાંકીને રાખો. 30 મિનિટ પછી ફરી એકવાર લોટ ગુંદી લો અને તેમાંથી લોઈ બનાવી, વેલણથી પુરી બનાવી વચ્ચેથી કાપીને બાજુ પર રાખો.

હવે એક અડધી વણેલી પુરી લો, તેની કિનારીઓ પર પાણી લગાવીને બંને છેડાને એકસાથે સીલ કરો. આ પછી તેમાં એક ચમચી નૂડલ્સનું સ્ટફિંગ ભરીને તેને બંધ કરી દો. કિનારીઓને સારી રીતે સીલ કરવા કિનારીઓ પર થોડું પાણી લગાવીને સીલ કરો. એ જ રીતે બાકીના સમોસા બનાવી દો.

ડીપ ફ્રાય કરવા માટે કઢાઈમાં તેલ ગરમ કરો અને તેને મધ્યમ તાપ પર રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સમોસા નાખો અને તેને સોનેરી થાય ત્યાં સુધી તળો. તમારા ગરમ નૂડલ્સ સમોસા બનીને તૈયાર છે, ફુદીનાની ચટણી સાથે તેનો આનંદ માણો .

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા