nimbu pani banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે છે ત્યારે લીંબુ એક માત્ર એવું ફળ છે જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે. જે આપણી ત્વચા, પાચનતંત્ર અને કિડનીના રોગોમાં લાભકારી માનવામાં આવે છે.

પરંતુ વજન ઉતારવા જે લોકો પ્રયત્ન કરે છે તેમની ફરિયાદ હોય છે કે લીંબુ પાણી નું ખાલી પેટે સવારે સેવન કરવા છતાં પણ તેમનું વજન ઘટતું નથી. તો આજે તે વિશે જોઈશું. વજન ઉતારવા માટે લોકો લીંબુ પાણીનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો ગરમ પાણીમાં લીંબુ નીચોવી દે છે અને ઘણા લોકો ગરમ પાણીમાં મધ ઉમેરે છે.

પેટની ચરબી અને શરીરનું વજન ઓછું કરવા માટે લીંબુ પાણી ત્યાં સુધી અસરદાર નહીં થાય ત્યાં સુધી તમને લીંબુ પાણી બનાવવાની સાચી રીત વિશે જાણકારી ન હોય. લીંબુના સેવનથી બ્લોટિંગ ની સમસ્યાથી રાહત મળે છે. જે લોકો બહાર મસાલાવાળુ અને જંક ફૂડ વધારે થાય છે તેમણે રોજ રોજ રીમુવ પાણીનું સેવન કરવું જોઈએ.

લીંબુ આપણા શરીરના મેટાબોલિઝમને મજબૂત બનાવે છે અને સાથે સાથે તેમાં રહેલું સાઇટ્રિક એસિડ આપણા શરીરમાં જામેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. હવે જોઈશું કે વજન ઓછું કરવા માટે લીંબુનો ઉપયોગ કઈ રીતે કરવો યોગ્ય છે.

સૌ પ્રથમ આપણે બધા લોકો ભૂલ કરતા હોય છે તેના વિશે વાત કરિશું. ઘણા લોકો ગરમીની મોસમમાં લીંબુ પાણીમાં ખાંડ ઉમેરીને પિતા હોય છે. ખાંડ ઉમેરવાથી લીંબુ પાણી એકદમ સ્વાદિષ્ટ બની જાય છે પરંતુ જો તમે વજન ઉતારવા માટે લીંબુ પાણીનું સેવન કરતા હોય તો ખાંડ બિલકુલ ઉમેરવાની નથી કારણકે ખાંડ લીંબુ ની અસર પણ ઓછી કરે છે અને સાથે સાથે તમારા શરીરનું વજન ઘટાડવાના બદલે વધારવામાં કારણભૂત બને છે.

જો તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે વધારે પડતા ગરમ પાણીમાં મધ ઉમેરો શો નહીં કારણ કે મધને વધારે ગરમ કરવાથી તેની આપણા શરીર પર અવળી અસર થાય છે. તો હંમેશા પાણી થોડું ઠંડું એટલે કે હુંફાળું થાય ત્યાં સુધી તેને ઠરવા દો અને પછી તેની અંદર મધ નાખવું.

બીજી એક વાત યાદ રાખો કે ક્યારેય પણ મધ ઉમેરેલુ નું પાણી એકદમ ઠંડુ થઈ જાય તો તેને ફરીથી પાછું ગરમ ના કરશો. કારણકે એવું કરવાથી લીંબુ અને મધ બંને ના પોષક તત્વોનો નાશ થાય છે અને તેનો પૂરેપૂરો ફાયદો આપણા શરીરને મળશે નહીં. હવે જોઈએ કે લીંબુ નો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

લીંબુની છાલ માં લીંબુ ના રસ કરતાં ૧૦ ગણા વધારે પોષક તત્વો હોય છે આ વાત મોટાભાગના લોકોને ખબર નથી. મોટાભાગનાં લોકો લીંબુનો રસ કાઢી અને તેની છાલને કચરામાં ફેંકી દેછે. લીંબુની છાલ જે છે એ વજન ઘટાડવાની સાથે સાથે કેન્સર જેવી ભયાનક બિમારીઓને ઠીક કરવા માટે પણ ખૂબ જ લાભદાયક છે.

તમારે જે લીંબુની છાલ જાડી છે એવું લીંબુ શોધવાનું છે અને તેની છાલને ખમણીની મદદથી છીણી નાખવાની છે. લીંબુની છાલ માં જોવા મળતું ઓઇલ એક એવો પદાર્થ છે જે વજન ઓછું કરવા માટે, શરીર ઉપર અસર દેખાડે છે. પણ યાદ રાખજો કે લીંબુનો ઉપરનો પીળા ભાગને જ છીણવાનું છે, તેના સફેદ ભાગને છીણવાનુ નથી, કારણ કે સફેદ ભાગ છે તેનો સ્વાદ કડવો હોય છે.

લીંબુ નો પીળો ભાગ છોલી નાખ્યા પછી ૨૫૦ ml પાણી લઈને તેને ગરમ કરવાનું છે અને ત્યારબાદ તે પાણીમાં આપણે છીણેલું એક ચમચી છીણ ઉમેરી દેવાયું છે. ત્યારબાદ આ મિશ્રણને બે થી ત્રણ મિનિટ માટે થોડું ઠંડુ થવા માટે દો અને થોડું હૂંફાળું થઈ જાય ત્યારે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દો. આ રીતે આ ડ્રીંક તૈયાર થઈ જશે.તમે સ્વાદ વધારવા માટે તેની અંદર એક ચમચી મધ પણ ઉમેરી શકો છો.

વજન ઉતારવા માટે નોર્મલ લીંબુ પાણી કરતા આપણે આ તૈયાર કરેલું ડ્રીંક ઘણું વધારે અસરકારક છે. રોજ સવારે ખાલી પેટે પીવાથી શરૂઆતના સાત જ દિવસોમાં તમને તેની અસર શરીરમાં જોવા મળશે અને સાથે તમે તમારા શરીરમાં એકદમ હળવાસ અનુભવશો. આ વજન ઊતરવાની સાથે તેના ઘણા બીજા લાભો પણ છે.

તમારા શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે અને તમારી ત્વચા પર થયેલા દાગ ધબ્બાને દૂર કરી તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકીલી બનાવે છે. આ સાથે લીવરમાં જમા થયેલા કચરાને સાફ કરવા માટે પણ આ ડ્રીંકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જે લોકોને સામાન્ય રીતે એસિડિટીની તકલીફ રહેતી હોય તેવા મિત્રો એ આનું ખાલી પેટે સેવન ન કરવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા