neem benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચિકિત્સા ક્ષેત્રે આયુર્વેદનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. આમાં ઘણી એવી ઔષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન અને ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક થઇ શકે છે. આપણે રોજિંદા જીવનમાં ઘણી ઔષધિઓનો ઉપયોગ કરતા રહીએ છીએ અને જ્યારે કેટલાક લોકો હજી પણ તેના વિશે અજાણ છે.

લીમડો એક એવી કુદરતી ઔષધી છે જેનો ઉપયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓના ઘરેલું ઉપચાર માટે સદીઓથી કરવામાં આવે છે. લીમડાના પાન, છાલ, બીજ અને તેલ બધાનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે.

પરંપરાગત ગુણકારી ઔષધિ, લીમડાના પાંદડાના સ્વાસ્થ્ય લાભો વિષે સદીઓથી વાત કરવામાં આવી રહી છે. અભ્યાસ મુજબ લીમડાના પાંદડામાં 130 થી વધુ પ્રકારના કાર્બનિક સંયોજનો હોય છે જે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. લીમડો તેના એન્ટીઑકિસડન્ટ, એન્ટી-એજિંગ, એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ખૂબ જ પ્રખ્યાત ઔષધિ રહી છે. ચાલો હવે જાણીયે લીમડાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે.

લોહી સાફ કરે : આયુર્વેદ નિષ્ણાતો મુજબ દરરોજ ખાલી પેટ લીમડાના 3-4 પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. લીમડાના પાનનું સેવન કરવાથી લોહીને શુદ્ધ થાય છે, જેનાથી ચામડીના રોગોનું જોખમ ઓછું થાય છે.

લોહીને સાફ થવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરને સંક્રમણ સામે લડવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થાય છે. લોહીમાં અશુદ્ધિ વધવાને કારણે શરીરમાં અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે લીમડો : લીમડો વાળની ​​ગુણવત્તા સુધારવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં અને ખોપરી ઉપરની ચામડીને સંક્રમણથી બચાવવામાં ખૂબ મદદરૂપ છે. લીમડાની પેસ્ટનો ઉપયોગ હેર કન્ડીશનર તરીકે પણ કરી શકાય છે.

તેના એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોને લીધે, લીમડો ડેન્ડ્રફને રોકવામાં મદદ કરે છે. જે લોકોને માથામાં જૂ છે અથવા જેમને વાળમાં વારંવાર ખંજવાળ આવતી હોય તેમને લીમડાનું તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. ત્વચાનું ઇન્ફેક્શન અથવા ખંજવાળને દૂર કરવામાં પણ લીમડાનું તેલ ખૂબ અસરકારક ઔષધિ બની શકે છે.

ખીલની સમસ્યા દૂર કરે છે : જે લોકોને ખીલની સમસ્યા છે તેમના માટે લીમડાના પાનનું પેસ્ટ ખૂબ ફાયદાકારક થઈ શકે છે. લીમડાના એન્ટી ઈફ્લેમેટરી ગુણ ખીલની સમસ્યાથી છુટકારો મેળવીને ચહેરાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

લીમડાના આ ગુણને ધ્યાનમાં રાખીને બજારમાં મળતા મોટાભાગના ફેસવોશમાં લીમડાનો ઉપયોગ થાય છે. જે લોકોને ખીલની સમસ્યા હોય તેઓ લીમડાના પાનનું સેવન કરવાથી ફાયદો મેળવી શકે છે. રોજ સવારે ખાલી પેટે 3-4 પાંદડાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા