nabhi ma tel nakhvana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નાભિને આપણા શરીરનું કેન્દ્રિય બિંદુ કહેવામાં આવે છે. આપણા શરીરની નર્વસ સિસ્ટમ તેની સાથે જોડાયેલ છે તેથી શરીરની નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને નાભિ દ્વારા ઠીક કરી શકાય છે. જો તમે તમારી નાભિમાં તેલ લગાવો છો તો તમે ઘણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નાભિમાં કયું તેલ લગાવવાથી તમને શું ફાયદો થઇ શકે છે. પરંતુ તે પહેલા તમારે જાણવું જોઈએ કે તેલ લગાવવાની પદ્ધતિ શું છે? તમને જણાવી દઈએ કે તેલની માલિશ ભારતમાં પરંપરાગત દવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

નાભિની પાછળ પેકોટી ગ્રંથિ હોય છે જે શરીરની ઘણી ચેતાઓ, પેશીઓ અને અંગો સાથે જોડાયેલી હોય છે. તમારે માત્ર નાભિમાં અને તેની આસપાસ તેલના થોડા ટીપા નાખવાના છે. તમે તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રહેવા દો.

મોટાપા અને સાંધાના દુખાવા માટે ઓલિવ તેલ

સ્થૂળતા અને સાંધાનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જે લોકો સ્થૂળતા અને સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છે તેમણે રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ નાખવું જોઈએ. આ ઉપાય સતત કરવાથી ચોક્કસ ફરક જોવા મળશે.

આ પણ વાંચો: ફાટેલા દૂધના પાણીનો આ 3 રીતે ઉપયોગ કરો, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ચહેરા પર ખીલના ડાઘ ધબ્બા માટે લીમડાનું તેલ

જો તમારા ચહેરા પર પિમ્પલ્સ અને ડાર્ક સ્પોટ્સ વધુ હોય તો તેને દૂર કરવા માટે લીમડાનું તેલ રામબાણ માનવામાં આવે છે. દરરોજ રાત્રે નાભિમાં લીમડાના તેલના 3 થી 4 ટીપાં નાખો.

ચમકતી ત્વચા મેળવવા માટે બદામનું તેલ

જો તમારી ત્વચા ખાસ કરીને ચહેરો નિસ્તેજ અને સુકાઈ ગયેલો જોવા મળે છે તો, આ માટે નાભિમાં બદામના તેલના ટીપાં નાખો. ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનશે.

ફાટેલા હોઠ અને ફાટેલી એડી માટે સરસોનું તેલ

જો તમારા હોઠ અને પગની એડીમાં તિરાડ પડી ગઈ છે અથવા આંખોમાં બળતરા અને ખંજવાળની ​​સમસ્યા હોય તો નાભિમાં સરસોનું તેલ લગાવવાનું શરૂ કરો. તેનાથી તમારી ત્વચાની શુષ્કતા પણ દૂર થશે અને પાચનતંત્ર મજબૂત બનશે.

મજબૂત વાળ અને ફર્ટિલિટી માટે ઓલિવ અથવા નાળિયેર તેલ

ભારતના દરેક ઘરમાં તમને નારિયેળનું તેલ મળી જશે, જે ખૂબ જ ફાયદાકારક પણ છે. નાભિમાં નાળિયેર તેલના 3 થી 5 ટીપાં નાખવાથી પ્રજનન ક્ષમતા વધે છે અને આંખોની શુષ્કતા પણ દૂર થાય છે અને વાળ પણ મજબૂત બને છે.

મુલાયમ ત્વચા માટે ઘી

જો તમારી ત્વચા ખરબચડી અથવા ખૂબ જ સખ્ત (કડક) હોય તો તમારે નાભિમાં ઘી લગાવવું જોઈએ. આ તમારી ત્વચાને મુલાયમ અને સોફ્ટ બનાવવામાં મદદ કરશે.

જો કે નાભિમાં તેલ લગાવવાથી તમને અનેક લાભો થઇ શકે છે અને તમને કોઈપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. જો તમને આ માહિતી ગમી હોય તો અમારી સાથે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા