ઓઈલી સ્કિન ધરાવતા લોકોમાં એક મોટી સમસ્યા એ હોય છે કે તેમને પોતાનો ટી-ઝોન સામાન્ય રાખવો પડે છે, નહીં તો તેમને બ્લેકહેડ્સથી લઈને ખીલ સુધી સમસ્યા થઇ શકે છે. વધારે સીબમ સ્કિન માટે સારું નથી કારણ કે તે વધારે ખીલ ફોડી નાખે છે.
ઓઈલી સ્કિન વાળા લોકોને કરચલીઓ વગેરેની વધારે સમસ્યા નથી થતી કારણ કે તેમની ત્વચામાં કુદરતી મોઇચ્ચર હોય છે, પણ જો વાત કરીએ ખીલ અથવા ટૈનિંગ વિશે તો ઓઈલી સ્કિનના લોકોએ ચોક્કસપણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમારી સ્કિન વધારે ઓઈલી છે અને ખાસ કરીને તમે તમારા ટી-ઝોનને સામાન્ય રાખવા માંગતા હોય, તો મુલ્તાની માટી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, પરંતુ તેમાં કઈ વસ્તુને મિક્સ કરાવી જોઈએ જેથી તમારી ડિટેન ટ્રીટમેન્ટ પણ થઈ શકે અને ઓઇલ પણ જતું રહે. તમારા મુલ્તાની માટીના ફેસ પેકમાં તમારે બે વસ્તુઓ ઉમેરવાની જરૂર છે અને તે છે ટમેટા અને લીંબુ.
હવે કદાચ તમે વિચારતા હશો કે ટામેટા અને લીંબુ થી કેવી રીતે સ્કિન કેર માટે કેવી રીતે સારા હોઈ શકે છે, તો અમે તમને મુલ્તાની માટીના પેકમાં આ બંનેનો ઉપયોગ કરવાના કારણો જણાવીશું.
ટમેટાને ત્વચાની સંભાળ માટે ઉપયોગ કેમ કરવો ? ટામેટાંમાં લાઇકોપીન નામનું એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે સ્કિનને રિપેર કરે છે અને તેને કુદરતી રીતે સ્વસ્થ બનાવે છે. તેની એસિડિક નેચરલ ઓઈલી અને ખીલવાળી સ્કિન માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં કુદરતી એસ્ટ્રિજેન્ટ હોય છે.
ટામેટા સ્કિનમાંથી વધારાનું ઓઈલને દૂર કરે છે. તે ડેડ સ્કિનને દૂર કરે છે. તે ખીલ થતા અટકાવે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ વિરોધી માટે શ્રેષ્ઠ છે. તે ઉંમરના ઘણા સંકેતો ઘટાડે છે અને તે છિદ્રોને ટાઇડ બનાવે છે. તે સ્કિન ઈરીટેશનને ઓછું કરે છે.
લીંબુનો ઉપયોગ ત્વચા સંભાળ માટેના ફાયદા : લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે અને તેમાં ઉચ્ચ PH લેવલ પણ છે, જે ત્વચામાંથી વધારાનું ઓઇલ દૂર કરે છે અને સાથે તે એન્ટી ફંગલ પ્રોપર્ટીજની સાથે આવે છે.
આનાથી સ્કિન ટાઈટ થાય છે. સ્કિન ડેમેજ હટાવે છે. ત્વચામાંથી વધારાના ઓઈલને દૂર કરે છે. તે એન્ટી બેક્ટેરિયલ છે જેનાથી ખીલને દૂર કરે છે. તે કુદરતી એસ્ટ્રિજન્ટની જેમ કામ કરે છે.
ફેસ પેકમાં ટામેટા અને લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો : તમારે 3 ચમચી મુલ્તાની માટી, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ટમેટાનો પલ્પ સાથે લેવાનું છે .
આ મિશ્રણ તમારા ચહેરા, ગરદન, હાથ અને પગ પર ખૂબ સારી રીતે લગાવી શકાય છે પરંતુ તેની કન્સ્ટીટન્સી ખૂબ સૂકી અથવા ખૂબ ભીની ના હોવી જોઈએ. તે તમારા ચહેરા પર માત્ર પેસ્ટ સ્વરૂપે જ લગાવવાનું છે. આ એક ડીટૈન પેક છે અને લીંબુ લગાવ્યા પછી તમને સહેજ કળતર અથવા ચામડીની બળતરા થવા લાગે છે, તો તમે લીંબુને બદલે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.
તે સુકાઈ જાય પછી તમારા ચહેરાને ભીના હાથથી મસાજ કરો અને 2-3 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ કર્યા પછી તમારે તમારા ચહેરા પર ચોક્કસ લાઇટ મોઇશ્ચરાઇઝર લગાવવું જ જોઇએ કારણ કે આ ફેસ પેક ચહેરા પરથી સંપૂર્ણપણે ઓઈલને દૂર કરશે.
ઘરેલુ ઉપચારની અસર દરેક પ્રકારની સ્કિન પર અલગ હોય છે અને જો તમને આમાંના કોઈપણ સામગ્રીથી સમસ્યા હોય અથવા જો તમારી પાસે સ્કિન કન્ડિશન છે જેની સારવાર કરવામાં આવી રહી છે, તો પછી તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરો. જો તમને આ લેખ ગમ્યો હય તો આવા વધારે લેખ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.