કફ, પિત્ત અને વાયુ પ્રકૃતિને માફક આવે તેવો મુખવાસ, જમ્યા પછી ખાઓ આ 9 વસ્તુમાંથી બનાવેલ પાચક મુખવાસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

અહીંયા આપણે એક એવા મુખવાસની રેસીપી જોઈશું જે લીધેલા ખોરાકનું સારી રીતે પાચન કરે તેમ જ કફ, પિત્ત અને વાયુ એમ દરેક પ્રકૃતિને માફક આવે. તો સૌથી પહેલા તેમાં ઉમેરવામાં આવતી સામગ્રી અને તેના ફાયદાઓ વિષે જોઈએ.

1) સફેદ તલ: સફેદ તલ તાસીરમાં ગરમ હોય છે. તેમાં રહેલું કુદરતી તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. 2) કાળા તલ :કાળા તાસીરમાં ઠંડા છે. તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

3) અળસી: અળસી તાસીરમાં ગરમ છે. તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ, વિટામિન બી કોમ્પ્લેક્સ તેમજ મૅંગેનીઝ ખૂબ સારા પ્રમાણમાં છે. અળસી હૃદયની ધમનીઓની સ્થિતિસ્થાપકતાને વધારે છે અને બીપીને કંટ્રોલમાં રાખે છે.

4) વરીયાળી : વરીયાળી તાસીરમાં ઠંડી છે. તે ફાઈબરથી ભરપૂર હોવાથી કબજીયાત દૂર કરે છે. શરીરમાં થતો પાણીનો ભરાવો દૂર કરી વજન પણ ઘટે છે. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરે છે અને આંખોની રોશની વધારે છે.

4

5) કલોનજી: કલોનજી તાસીરમાં ગરમ છે. તે પાચન વધારે છે અને બ્લડ શુગર ઘટાડે છે જેથી ડાયાબિટીસમાં ફાયદો કરે છે. તે સાંધા નો વા અને સોજો દૂર કરે છે. તે શરીરની ઇમ્યુનિટી તેમજ યાદશક્તિ વધારે છે. માથાના દુખાવામાં પણ રાહત આપે છે.

6) જીરું: જીરું તાસીરમાં ઠંડુ છે. તે શરીરનું મેટાબોલિઝમ વધારી પાચનને ઝડપી બનાવે છે. તેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જીરું મસાલેદાર ખોરાક ખાવાથી થતી એસિડિટીને દૂર કરે છે તેમ જ ગેસ અપચો અને પેટની ચૂંક માં આરામ આપે છે.

7) સુવાદાણા: સુવાદાણા તાસીરમાં ગરમ છે. ભારે જમવાનું જમ્યા બાદ થતો અપચો દુર કરે છે. પેટમાં આવતી ચૂંક મટાડે છે. તેમ જ લિવર અને ગર્ભાશયના શુદ્ધ કરે છે.

8) અજમો: અજમો તાસીરમાં ગરમ છે. તે શરીરમાં કફ બનતો અટકાવે છે. તે શ્વાસની દુર્ગંધ દૂર કરી દાંતના રોગોથી બચાવે છે. ઉધરસ અને શ્વાસ ના રોગો પણ મટાડે છે. અજમો પાચન શક્તિને વધારે છે.

9) આમળા: આમળા તાસીરમાં ઠંડા છે. મુખવાસ માટે આમળાને ધોઈને તડકામાં સૂકવી લેવા. આમળા વિટામિન સીથી ભરપૂર છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મુખવાસ દાંત વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમ જ ખોરાકના પાચનમાં મદદ કરે છે.

મુખવાસ બનાવવાની રીત : ઉપર જણાવેલી દરેક સામગ્રી સો ગ્રામ લેવી. તેને બરાબર સાફ કરી અળસી અને આમળા સિવાય દરેકને અલગ અલગ વાસણમાં અડધી ચમચી હળદર અને પ્રમાણસર સિંધવ નમક વાળું પાણી છાંટી સારી રીતે મિક્સ કરી અલગ અલગ જ છાયામાં સુકવી લેવું.

પાણી ફક્ત ભીનાશ પૂરતું જ નાખવું. વધુ પાણી નાખવાથી મુકવા સેવામાં વધારે સમય લાગી શકે છે. અળસી માં એક લીંબુનો રસ અને સિંધવ નમક મેળવીને સારી રીતે મિક્સ કરી અલગ રાખવી. આમળાને શેકવાની જરૂર નથી.

અડધા કલાક પછી દરેકને અલગ અલગ શેકી ચાળી લઇ બધી સામગ્રી મિક્સ કરી, ઠંડું પડે એટલે એરટાઇટ ડબામાં ભરી લેવું. આ મુખવાસ ફ્રીજમાં મૂક્યા વગર પણ ત્રણ મહિના સુધી સારો રહે છે. આ મુખવાસ જમ્યા બાદ એક ચમચી ખાવાથી પાચન ખૂબ સારી રીતે થાય છે. તેમજ ગેસ કે એસિડિટીની ફરિયાદ રહેતી નથી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા