masala khichdi recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવાની સુગંધ આવે એટલે આપણને ભૂખ લાગી જાય છે. જો કે આજે આપણે જોઈશું એવી રેસિપી, કે આજનું યુવાધન ખાવા જ નથી માંગતું, આજના યુવાનો નામ સાંભળતા જ મોં ફેરવી લે છે. આજે અમે તમને મસાલા ખીચડી બનાવવાની રીત જણાવીશું.

પહેલાના જમાનામાં લોકો દરરોજ ખીચડી ખાતા હતા અને આપણે આજે પણ તેમને આપણી આજુબાજુ ઘરડા લોકોને જોઈએ છીએ જે આજે પણ સ્વસ્થ છે. મોટાભાગના લોકો ખીચડી ત્યારે જ ખાય છે જ્યારે તેમને કંઈક હલકું ખાવાનું મન થાય એટલે કે ભૂખ ઓછી લાગે અથવા કોઈ બીમાર હોય અને તેમના મોંનો સ્વાદ બગડતો હોય.

તો આવી સ્થિતિમાં તમે જ્યારે પણ ઘરે મસાલા ખીચડી બનાવશો, તો ઘરના કોઈ વ્યક્તિ હશે, તેની સુગંધને કારણે તેની ભૂખ ચોક્કસથી વધી જશે. આધુનિક જીવનશૈલીમાં બાળકો કે વડીલો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને ખાવાનો સમય પણ નથી, પરંતુ આ જ આદત બહારનું ખાવા માટે પ્રોત્સાહિત કરે છે અને તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

તો આવી સ્થિતિમાં મસાલા ખીચડી સાથે તમારા સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને જાળવી રાખે છે. તો એવો જાણીયે મસાલા ખીચડી બનાવવાની આ રેસિપી વિશે. આશા છે કે તમે પણ એકવાર ઘરે જરૂર બનાવશો.

મસાલા ખીચડી બનાવવા માટે સામગ્રી : બાસમતી ચોખા 100 ગ્રામ, મગની દાળ 50 ગ્રામ, લીલા વટાણા 1/2 કપ, કોબીજ 1⁄2 કપ જીણા સમારેલ, કેપ્સીકમ 1/4 કપ બારીક સમારેલ, બટાકા 1 સમારેલું, ટામેટા 1 જીણું સમારેલું, ઘી 2-3 ચમચી, કોથમીર થોડી જીણી સમારેલી, જીરું 1/2 નાની ચમચી,

હીંગ ચપટી કરતાં ઓછી, હળદર પાવડર 1/4 નાની ચમચી, આદુ 1/2 ઇંચનો ટુકડો જીણો સમારેલો, લીલા મરચા 2 બારીક સમારેલા, લાલ મરચું પાવડર 1/4 ચમચી, ગરમ મસાલો 1/4 નાની ચમચી, મીઠું સ્વાદ મુજબ, આખો ગરમ મસાલા 7 કાળા મરીના દાણા અને 2 લવિંગ (બરછટ વાટેલા).

મસાલા ખીચડી બનાવવાની રીત : મસાલા ખીચડી ઘરે બનાવવા માટે સૌથી પહેલા બાસમતી ચોખા અને મગની દાળને સારી રીતે ધોઈ લો અને 1 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. અડધા કલાક પછી કૂકરમાં ચોખા, દાળ અને અઢી કપ પાણી ઉમેરીને ઉકળવા માટે મુકો.

1 સીટી આવે ત્યાં સુધી તેને કુક થવા દો. પછી, ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર જતું રહે ત્યાં સુધી તેમાં જ ચોખા અને દાળને પાકવા દો. ખીચડી બનાવવા માટે શાકભાજીને પણ રાંધવાના હોય છે, એટલે આ માટે, તમે એક પેનમાં 2 ચમચી ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થવા લાગે એટલે તેમાં જીરું નાખીને શેકી લો.

આ સાથે જ ગેસ ધીમો કરીને પેનમાં હિંગ, હળદર પાવડર, આદુ, લીલા મરચા અને આખા મસાલાને પણ સાંતળો. હવે આ મસાલામાં બટાકા ઉમેરો અને તે સહેજ ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પછી કોબીજ અને વટાણાને શેકેલા બટાકામાં 1 મિનિટ સુધી પકાવો જ્યાં સુધી તે ક્રન્ચી ન થાય, પછી કેપ્સિકમ ઉમેરો અને 1 મિનિટ માટે ફ્રાય કરો.

બધું શાક શેકાઈ જાય પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખો, બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં 1 કપ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. તે જ સમયે, કૂકરમાં દાળ ચોખાની ખીચડી બરાબર ચડી ગઈ હશે, જયારે પ્રેશર કૂકરની હવા નીકળી જાય એટલે, પહેલા ચેક કરી લો કે દાળ અને ચોખા બરાબર રંડાઈ ગયા છે કે નહીં.

શાકભાજીમાં વધુ 1 કપ પાણી ઉમેરીને ઉકળવા દો. જ્યારે તે ઉકળે ત્યારે તેમાં દાળ અને ચોખાની ખીચડી ઉમેરીને મિક્સ કરો, જો ખીચડી વધારે ઘટ્ટ લાગે તો તેમાં થોડું વધારે પાણી ઉમેરો અને તેને હલાવતા 1 થી 2 મિનિટ સુધી પકાવો.

તો ખીચડી બનીને તૈયાર છે. તેમાં થોડી કોથમીર મિક્સ કરો અને ખીચડીને બાઉલમાં કાઢી લો. વેજ મસાલા ખીચડી પર થોડું ઘી પણ રેડો. આ ખીચડીનો સ્વાદ વધારશે. ખીચડી સાથે પાપડ, દહીં, અથાણું અને ચટણી સાથે સર્વ કરી શકાય છે.

ટિપ્સ- જો તમે ઇચ્છો તો, તમે શાકભાજીને સીધા કૂકરમાં ફ્રાય કરીને પછી દાળ અને ચોખા ઉમેરીને ખીચડી બનાવી શકો છો, પરંતુ આ રીતે ખીચડી બનાવવાથી શાકભાજી નરમ થઇ જાય છે અને ક્રન્ચી નથી રહેતા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા