maracha stor karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર તમે જોયું હશે કે લીલા મરચાં થોડા દિવસ પછી ઝડપથી સુકાઈ જાય છે અથવા લાલ થવા લાગે છે. જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો પણ તે એક અઠવાડિયામાં તેનો રંગ અને સ્વાદ બંને બદલાઈ જાય છે.

આ સમસ્યા મોટાભાગે લીલા મરચામાં જ થાય છે અને તમે લીલા મરચાને વધારે પ્રમાણમાં ખરીદીને રાખી પણ શકતા નથી. પરંતુ શું એવો કોઈ ઉપાય નથી જે લીલા મરચાંને સ્ટોર કરવાનું સરળ બનાવે અને તે ઝડપથી બગડતાં પણ અટકાવે.

જો તમે આવી જ કોઈ ટિપ્સ શોધી રહયા છો તો ચાલો તમને આવી જ એક ટિપ્સ વિશે જણાવીએ. આ ટિપ્સ અપનાવવાથી લીલા મરચાના સ્વાદ પણ એવો જ રહેશે અને ન તો તે ઝડપથી બગડશે. તમારે ફક્ત તે જાણવાની જરૂર છે કે તેને કેવી રીતે સ્ટોર કરવું તે ખબર હોવી જોઈએ.

2 અઠવાડિયા સુધી મરચા સ્ટોર કરવા માટે : જો તમારે લીલા મરચાનો ઉપયોગ બે અઠવાડિયામાં કરવાનો હોય તો તેને સ્ટોર કરવાની રીત પણ અલગ હશે. આ માટે તમારે નીચે જણાવ્યા પ્રમાણે સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા લીલા મરચાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે અને અડધા કલાક માટે ઠંડા પાણીમાં પલાળી રાખવાના છે.

પછી, તેને પાણીમાંથી બહાર કાઢીને તેમની ડંડીઓ તોડી નાખવાની છે. જો કોઈ મરચું ખરાબ દેખાય છે તો તેને અલગ કાઢી લો અથવા તેને અડધું કાપીને માત્ર સારો ભાગ કાપી લો. હવે મરચાને પાણીમાંથી કાઢીને કાગળના ટુવાલ પર સૂકવવાના છે.

પછી, કાગળના ટિશ્યુમાં લપેટીને ફ્રિજમાં ઝિપલોક બેગમાં કરવાના છે જેથી કરીને ફ્રિજની ઠંડક સીધી તેના સુધી ન પહોંચે. આ રીતે સ્ટોર કરવાથી મરચું બે અઠવાડિયા સુધી તાજું જ રહેશે.

2 અઠવાડીયા કરતા વધારે સ્ટોર કરવા માટે : જો તમારે લીલા મરચાને બે અઠવાડિયાથી વધારે સમય માટે સ્ટોર કરવા છે તો પહેલા જે સ્ટેપ હતા તેને ફોલો કરો જે બે અઠવાડિયાની પ્રક્રિયામાં કર્યું હતું. મરચાને ધોઈ લો, તેની દાંડી તોડી તેને પાણીમાં પલાળી દો અને તેને કાગળના ટુવાલમાં સૂકવી દો. આગળની પ્રોસેસ હવે શરૂ થાય છે.

એકવાર મરચા સુકાઈ જાય એટલે તેને ફિલ્મ રેપ કરેલી ટ્રે અથવા પ્લેટમાં ટ્રાન્સફર કરો. એક પ્લેટમાં ક્લિંગ ફિલ્મ લપેટી અને તેમાં બધાં મરચાં નાખો. હવે તેને ઉપરથી પણ ક્લીંગ ફિલ્મ રેપથી ઢાંકી દો. તે પછી તમારે તેને થોડા કલાકો માટે ફ્રીઝરમાં રાખવું પડશે. પછી તેને બહાર કાઢીને ફ્રીઝર સેફ બેગમાં સ્ટોર કરો અને સ્ટ્રોની મદદથી તમે તે બેગમાંથી વધારાની હવાને કાઢી શકો છો.

મરચાંની પેસ્ટ બનાવીને આ રીતે સ્ટોર કરો : ધારો કે તમારે લીલા મરચાની પેસ્ટ સ્ટોર કરવી છે, તે પણ એવી રીતે કે તે પેસ્ટનો થોડો ભાગ દરેક શાકમાં નાખવામાં આવે તો તમારું કામ થઇ જાય તો તમે આ રીત અપનાવી શકો છો.

સૌથી પહેલા મરચાને બ્લેન્ડરમાં પીસી લો. તેમાં બીજું કંઈ ઉમેરવાની જરૂર નથી, ફક્ત સામાન્ય લીલા મરચાની દાંડી કાઢીને તેની એક પેસ્ટ બનાવો. પછી તેને નાની-મોટી સાઈઝમાં ક્લિંગ ફિલ્મવાળી ટ્રેમાં મૂકી ફ્રીઝરમાં સ્ટોર કરો. તમારે તેના પર ક્લિંગ ફિલ્મ પણ લગાવવી પડશે.

પછી તમે તેને થોડા કલાકો માટે આ રીતે છોડી દો. પછી તેને ફ્રિજરમાંથી બહાર કાઢો અને ફ્રીઝરની સેફ બેગમાં ટ્રાન્સફર કરો. બેગમાંથી વધારાની હવાને બહાર કાઢી લો. તમે તેને થોડા મહિનાઓ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરવા ઇચ્છો ત્યારે તેટલા ટુકડાઓ કાઢી શકો છો.

આ રીતે તમારા મરચા મહિનાઓ સુધી તાજા રહેશે અને બગડશે નહીં. તમે પણ આ પદ્ધતિઓનો ઉપયોગ કરો અને જોશો કે તમારા લીલા મરચા લાંબા સમય સુધી બગડશે નહીં. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “5 થી 6 મહિના સુધી લીલા મરચા સ્ટોર કરવાની રીત, ના લાલ થશે, ના સુકાઈ જશે, સ્વાદ પણ તાજો જ રહેશે”

Comments are closed.