mahilao mate tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેકની સંભાળ રાખવાવાળી મહિલાઓ ઘણી વખત તે પોતાના પ્રત્યે બેદરકાર હોય છે. તેઓ એવું વિચારે છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે તો હું જાડી થઈ જાઉં તો પણ શું ફરક પડે છે કે મારી સ્કિન ડ્રાય પણ થઇ જાય તો શું? આ કારણે તે ઊંઘવાથી લઈને તેના આહારની પણ યોગ્ય કાળજી લેતી નથી.

ઘણીવાર આ બેદરકારી તેના માટે એટલી મોંઘી બની જાય છે કે તે ઘણી બધી બીમારીઓ જેમ કે થાઇરોઇડ, ડિપ્રેશન, મોટાપા, એનિમિયા, કેલ્શિયમની ઉણપ વગેરે જેવાનો શિકાર બની જાય છે. ઘરના બીજા સભ્યોની જેમ મહિલાઓએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ એવી કેટલીક ભૂલો વિશે જે મહિલાઓ રોજિંદા જીવનમાં ઘણી વાર કરતી હોય છે.

વજનને ધ્યાનમાં ના લેવું : મહિલાઓ પોતાના પ્રત્યે એટલી બેદરકાર હોય છે કે તેઓ તેમના ખોરાક અને કસરત પર બિલકુલ ધ્યાન આપતા નથી, જેના કારણે તેમના પેટની અને કમરની પહોળાઈ વધી જાય છે.

પરંતુ મહિલાઓએ તેમની સુવિધા અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કસરતની કેટલીક રીતોને અપનાવવી જોઈએ. તમારા માટે સમય કા કાઢીને દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ કસરત કરો. આ તમને આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

આરામ ના કરવો : જવાબદારી સંભાળવામાં સંભાળવામાં મહિલાઓ એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાને પૂરતો આરામ અને પૂરતી ઊંઘ નથી લઇ શકતી. જ્યારે ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ અને અઠવાડિયામાં એક દિવસ આરામ કરવાથી સ્નાયુઓ સુધારે છે.

કસરતથી દૂર રહેવું : વ્યાયામ તમારી દરરોજનો એક ભાગ હોવો જોઈએ, જેથી તમને દિવસભર એનર્જી મળે અને હાડકાંને મજબૂત કરે અને તણાવથી મુક્તિ મળે. પણ મહિલાઓ કસરત કરવાથી દૂર ભાગે છે અથવા તે કસરત કરવા પણ માંગતી નથી.

રોગોની અવગણના કરો : લગભગ દરેક મહિલા ત્યાં સુધી રોગની ઉપેક્ષા કરતી રહે છે જ્યાં સુધી તે પ્રચંડ સ્વરૂપ ધારણ ના કરી લે. જ્યારે દરેક મહિલાએ અમુક ઉંમર પછી પોતાનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જેથી અગાઉથી સાવચેતી રાખીને તે થનારા રોગોથી બચી શકાય.

ભોજન ના કરવું : મોટાભાગની મહિલાઓ કામના ચક્કરમાં તેમના ખાવા પીવા પર ધ્યાન નથી આપતી. પરંતુ તમે આખા ઘરની સંભાળ લેતા પહેલાં, તમારી સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

સ્વાસ્થ્ય માટે દિવસમાં ઓછામાં ઓછું 3 વાર ભોજન લેવું જરૂરી છે. જો તમે એક ટાઈમ માટે પણ ભોકાં નથી લેતા, તો ધીમે ધીમે મેટાબોલિજ્મ લેવલ ધીમું પડી જાય છે, જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. ભરપૂર ખોરાક લો જેથી પ્રોટીન, ફૈટ અને કાર્બોહાઈડ્રેટ્સ પૂરતું મળી રહે.

કેલ્શિયમ ના લેવું : 30 વર્ષની ઉંમર પછી તમારા હાડકાંમાં કમજોરી આવવા લાગે છે, તેથી મહિલાઓએ તેમના આહારમાં કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. પણ કેટલી મહિલાઓ તેમના આહારમાં પૂરતું કેલ્શિયમ લે છે?

તણાવ લેવો : આ સૌથી મોટી સમસ્યા છે જે મોટાભાગની સ્ત્રીઓમાં દેખાય છે અને આનું સૌથી મોટું કારણ એ છે કે તેમની પાસે ઘણું કામ અને જવાબદારી હોય છે. જે તેમને એક સાથે કરવા અને નિભાવા માંગે છે. તણાવના કારણે તમને બીજા ઘણા રોગો થઇ શકે છે.

તેથી તણાવથી દૂર રહો અને પોતે ખુશ રહેવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે ખુશ હોય ત્યારે તમારું શરીર ફીલ ગુડ હોર્મોન્સ નીકાળે છે, જે તણાવ પેદા કરનારા કોર્ટીસોલ હોર્મોનનો નાશ કરે છે. આનાથી તમે વધારે હેલ્દી રહી શકશો. તો આજે જ તમારા જીવનમાંથી આ ભૂલોને દૂર કરો અને સ્વસ્થ જીવન જીવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા