આજે આપણે વાત કરીશું એક કપ મગનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે. મગનું પાણી નિયમિત રીતે પીવાથી તમે ફક્ત કોરોના સામે લડી નથી શકતા પરંતુ તમારા શરીરમાં ઘણા બધા જ ચમત્કારિક ફેરફારો પણ થાય છે. માંગણી દાળ ને પ્રોટીન પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. મગની દાળ ઘણી હળવી અને સરળતાથી પચી પણ જાય છે એટલા માટે તે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો તમે દાળનું સેવન અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો છો તો દરેક જરૂરી મિનરલ્સ, વિટામિન તમારા શરીરને મળી રહે છે અને તમે ઘણા બધા રોગોમાંથી બચી શકો છો. મગની દાળ ની અંદર માયોનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપ, ઝિંક અને ઘણા બધા પ્રકારના વિવિધ ભરપૂર તત્વો રહેલા હોય છે. આ કારણે ગનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હવે જાણીલો મગદાળ થી થતા ફાયદાઓ વિશે: સૌથી પહેલા જાણી લો કે મગનું પાણી કેવી રીતે પાણી બનાવવું તો આ પાણી બનાવવું એકદમ સરળ છે. તેના માટે દાળને સૌથી પહેલાં બાફી લેવાની છે. મગની દાળ તમે ફોતરાં વાળી પણ લઇ શકો છો અને ફોતરાં વગરની પણ લઈ શકો છો.
એક કપ મગદાળ હોય તો તેમાં બે કપ પાણી ઉમેરીને બે સીટી વગાડી લેવી. મગ સંપૂર્ણ રીતે બફાઈ જાય અને ઢીલા થઈ જાય એટલે માંગના બધા પોષક તત્વો પાણીની અંદર આવી જશે. જો તમે આ મેગ તમારા બાળકો માટે બનાવી રહ્યા છો એટલે કે મગનું પાણી તમારા બાળકો માટે બનાવી રહ્યા છો તો એકદમ ચમચીથી મસળીને ગાળીને તમે તમારા બાળકોને પીવડાવી શકો છો.
મગનું પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે. મગજમાં ઘણા બધા પોષક તત્વ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે જે આપણા શરીરને પોષણ આપે છે અને તેમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે માટે તે આંતરડા અને લિવરને સાફ કરે છે. માટે જ મગનું પાણી નાનાથી લઈને મોટા સુધી દરેક માટે ખૂબ જ લાભદાયક છે.
જો તમે તમારું વજન એકદમ હેલ્ધી રીતે ઉતારવા માંગતા હોય, એકદમ ઝડપથી ચરબી ઓગાળવા માંગતા હોય તો મગનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. મગના પાણી માં કેલરી નથી હોતો અને તે પચવામાં વજનદાર પણ નથી. આ એકદમ હળવો ખોરાક છે. મગના પાણીનું સેવન લાંબો સમય સુધી તમને ભૂખનો અહેસાસ પણ કરાવતો નથી .
સાથે સાથે તમને એનર્જી પણ આપે છે. તો આ રીતે તમે તમારું વજન મગનું પાણી નિયમિત રીતે સવાર-સાંજ પીને ઘટાડી શકો છો. તમે આરામ થી 4 થી 5 કિલો વજન એક મહિનામાં મગના પાણીથી ઘટાડી શકો છો. મગનું પાણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, મગમાં ઘણા બધા પ્રકારના વિટામીન્સ, એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો ભરપૂર રહેલા છે.
જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મગનું પાણી પીવાથી તમારા શરીરમાં એક અલગ પ્રકારની ઊર્જા આવે છે . મગજ પચવામાં હલકા છે એટલા માટે તેનું સેવન એકદમ ફાયદાકારક છે. એટલા માટે જ્યારે પણ તમે બીમાર થાવ છો ત્યારે એ બીમારી સામે લડવા માટે ડોક્ટર મગના પાણીનું સેવન કરવાની તમને સલાહ આપે છે.
મગનું પાણી એકદમ પચી જાય છે એટલા માટે જ મગના સેવનથી ગેસ થતો કે નથી એસીડીટી જેવી કોઈપણ સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત તમે બેક્ટેરિયલ બીમારીઓથી પણ બચી શકો છો. તમારા શરીરમાં એનર્જી સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર આપે છે જેના કારણે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન કે વાઇરલ ઇન્ફેક્શન જેવી બીમારી તો બિલકુલ થતી જ નથી.
માટે તમારે નિયમિત મગના પાણીનું સેવન કરવું જોઇએ. મેગ ની દાળ ની અંદર સૌથી વધારે પૌષ્ટિક અને સુપાચ્ય તત્વો રહેલા છે અને મગ ની અંદર ઢગલાબંધ મિનરલ્સ અને વિટામિન્સ પ્રોટીન રહેલા છે. સાથે સાથે ફાઈબરની માત્રા તો એકદમ ભરપૂર છે.
નિયમિત રીતે તમે એક કપ બાફેલા મગ અથવા તો બેકઅપ સવારે મગનું પાણી પીવો તો એની અંદર 212 કૅલરી હોય છે જ્યારે ૧૪ ગ્રામ પ્રોટીન, 15 ગ્રામ ફાઈબર, એક ગ્રામ ફેટ અને 4 ગ્રામ સુગર ની માત્ર રહેલી હોય છે .
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.