આજે મચ્છર ભગાડવાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ. જે વર્ષોથી આપણા વડવાઓ (પૂર્વજો) ગામડાઓની અંદર એનો ઉપયોગ કરતા હતા. અત્યારે બધી જગ્યાએ મોટા તબેલા થઈ ગયા છે અને ઢોર ને બાંધવાની અલગ બાંધવાની વ્યવસ્થા થઇ ગઈ છે.
પહેલા ગામડાઓ માં ઘરમાં જ તેમનો બેઠકરૂમ, બેડરૂમ અને હોલ બધું એક જ હતું અને એમાં જ લીપણ કરેલું હોય, માટીની દીવાલો હોય અને એમાં જ એક બાજુ ખૂણામાં ઘોડિયું (તબેલો) બનાવ્યું હોય.
એમાં જ ગામડા ના લોકો ગાય, ભેંસ બળદ બાંધતા હતા. હવે ભેગું જ રહેવાનું હોય તો પોતાના ઘરના સભ્ય તરીકે જ બધા ગાય, ભેંસ, બળદ રહેતા હતા અને છાણ હોય, મૂત્ર હોય બધું જ હોય.
એટલે સ્વાભાવિક છે કે ગામડા લોકો ને પણ એમની સાથે – સાથે મચ્છરનો ત્રાસ સહન કરવો પડતો હતો. તો જોઈએ ગામડાના લોકો મચ્છર ને ભગાવવા શું કરતા હતા, ચાલો જોઈએ.
માટી ના ઠીબોરા માં અથવા તો લોખંડની લોડી માં થોડા લાકડા મૂકી તાપણી જેવું કરો અને એની અંદર કડવો લીમડાના પાન નાખો અને જો લીમડો ના હોય તો તમે લીંબોડી પણ નાખી શકો, લીંબોળીનું તેલ પણ નાખી શક.
એની અંદર 7 થી 8 લસણની કળી નાખો. ત્યાર પછી કપૂર અને ગુગળ નાખો. આ રીતે આટલી વસ્તુ નાખી અને તમે ઘરની અંદર, તમારા રૂમની અંદર, આખા ઘરને બધી જ રૂમની અંદર ધુમાડો કરી દેવાનો છે અને બધા જ બારી બારણા બંધ કરી દેવાના છે.
આખું ઘર ધુમાડાથી ભરાઈ જાય, આખા ઘરમાં બરાબર ધુમાડો થઈ જાય પછી તમારે 10 થી 15 મિનિટ પછી બારી બારણા ખોલવાના છે અને જો નહિ ખોલો તો પણ વાંધો નથી.
આ ધુમાડાથી બધા જ મચ્છર બેભાન થઈ જશે, બધા જ મચ્છર મરી જશે, એ મચ્છર ઉડી નહિ શકે એવી આ ધુમાડા માં તાકાત છે.
આખા ઘરમાં, બધા જ રૂમમાં ધુમાડો કરશો તો આખી રાત તમે શાંતિથી ઊંઘી શકશો. મચ્છર હેરાન નહીં કરે અને જે બજારમાં મળે છે બધા જુદા જુદા કેમિકલવાળા ઈલેક્ટ્રીક મચ્છર ભગાડવા ના સાધનો એની સાઇડ ઇફેક્ટથી તમે બચી શકશો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.