fefsa cleankarva shu karavu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુમાં આપણા દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ જાય છે. આ પ્રદુષિત હવામાનના કારણે સામાન્ય માનવીના જીવન પર તેની ખરાબ અસર પડે છે. જે લોકોને શ્વાસની તકલીફ છે તેઓએ તેમનો સામનો કરવો પડે છે.

વાયુ પ્રદૂષણ થવાથી અનેક રોગોનું જોખમ વધી જાય છે. આમાં સમાવેશ થાય છે જેમ કે હૃદયના રોગો, સીઓપીડી, સ્ટ્રોક, ફેફસાના કેન્સર અને તીવ્ર શ્વસન સંક્રમણ વગેરેનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોના મતે શિયાળામાં વાયુ પ્રદૂષણ થવાથી ફેફસા અને હૃદયને વધુ નુકસાન પહોંચાડે છે. તે જ સમયે, અત્યારની મહામારીમાં હૃદય અને શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત લોકો કોરોના વાયરસની વધારે સંભાવના ધરાવે છે.

આ માટે તમે હંમેશા માસ્ક પહેરીને જ ઘરની બહાર જાઓ અને દરરોજ યોગ કરો. જો તમે પણ શિયાળાના દિવસોમાં ફેફસાંને સ્વસ્થ અને સાફ રાખવા માંગતા હોય તો આ 5 રીતો અવશ્ય અપનાવો. તો આવો જાણીએ કઈ છે આ 5 રીતો.

પ્રાણાયામ : દરરોજ સવારે ઉઠીને 15 મિનિટ પ્રાણાયામ કરો. તેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ફેફસા પણ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે. તેમજ પ્રાણાયામ કર્યા પછી તલના તેલના ટીપાને નાકના શ્વસન માર્ગમાં રાખો. તેનાથી તમને ડબલ ફાયદો થાય છે.

તજની ચા પીવો : ફેફસાંને સાફ કરવામાં તજમહત્વની ભૂમિકા છે. તેનો ઉપયોગ ફેફસાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ થાય છે. આ માટે એક ગ્લાસ પાણીમાં તજનો નાનો ટુકડો ઉકાળો અને જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ. તેના સેવનથી ફેફસાં સ્વસ્થ અને સાફ રહે છે.

હળદરના પાણીથી કોગળા કરો : રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચપટી હળદર નાખીને કોગળા કરો. હળદરમાં કર્ક્યુમિન હોય છે જે ફેફસાંમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. આ સાથે જ તેમાં ઘણા એવા ગુણ મળી આવે છે જે શરદી, ખાંસીમાં રાહત આપે છે.

ગરમ પાણીની ભાપ લો : ફેફસાંને સાફ કરવાની આ સૌથી સરળ રીત છે. આનાથી ફેફસામાં હાજર કફ ઘટે છે. આ ઉપાય કરવાથી તમને જલ્દી આરામ મળે છે. આ માટે હૂંફાળા પાણીમાં નીલગિરીનું તેલ નાખીને ભાપ લો. આ શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે રામબાણ ઉપાય છે.

આદુવાળી ચા પીવો : ડોક્ટર પણ સલાહ આપે છે કે શરદી, ખાંસી અને શરદીથી બચવા માટે આદુની ચા પીવી જોઈએ. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે. આદુ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ સિવાય તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જોવા મળે છે. આ માટે ફેફસાંને સ્વસ્થ અને સાફ રાખવા માટે દરરોજ આદુની ચા પીવી જોઈએ. જો તમે ઈચ્છો તો આદુના રસનું મધ સાથે સેવન કરી શકો છો.

જો તમને આ માહિતી પાસનાડ આવી હોય તો આવી જ બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ અને હોમ ટિપ્સ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા