જો તમને આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ, આ ફેફસાના રોગની નિશાની છે, જાણો કેવી રીતે કાળજી રાખવી
ફેફસાં એ શરીરનો મહત્વનો ભાગ છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. જો ફેફસાં સ્વસ્થ હોય તો શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.
બીજી તરફ જો ફેફસામાં સમસ્યા હોય તો શરીરમાં ઓક્સિજન ઓછો થવા લાગે છે અને તેનાથી જીવન જોખમમાં મુકાય છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ફેફસાં હોવા જોઈએ, જો ફેફસામાં કોઈપણ પ્રકારની બીમારી એકવાર આવી જાય છે તો તેને ફરીથી સ્વસ્થ કરવી ખુબ જ મુશ્કેલ કામ છે.
સૌ જાણીએ છીએ કે ફેફસાં એ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તે હવાને ફિલ્ટર કરીને શરીર સુધી પહોંચાડે છે. જો ફેફસામાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતો નથી.
આવી સ્થિતિમાં વ્યક્તિના જીવન પર જોખમ રહે છે અને કોઈ મોટી બીમારી જેમ કે ટીબી, અસ્થમા, ન્યુમોનિયા અને ફેફસાના કેન્સરનું પણ જોખમ રહેલું છે.
પરંતુ પ્રશ્ન એ છે કે કેવી રીતે જાણવું અથવા તેના કેવા લક્ષણો શું છે જેનાથી ફેફસાની બીમારી થઈ છે તે ખબર પડી શકે જેથી સમયસર તેની સારવાર અને કાળજી લઈ શકાય. આ લેખમાં અમે તમને એવા લક્ષણો વિશે જણાવીએ છીએ જે સૂચવે છે કે તમારે હવે સાવચેત રહેવાની જરૂર છે.
ફેફસાની બીમારી શા માટે થાય છે?
ફેફસાંની બીમારીઓ થવાના કારણો છે. ઉદાહરણ તરીકે, ખરાબ હવાને કારણે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોવાથી તેની સીધી અસર ફેફસાં પર પડે છે. પ્રદૂષિત હવા શ્વાસ દ્વારા વ્યક્તિના ફેફસાંમાં પહોંચે છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે.
ભારતમાં દિવસેને દિવસે ફેફસાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેનું મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ છે. ભારતમાં એવા ઘણા શહેરો છે જેની ગણતરી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં થયેલી છે. તો તમારે પણ પ્રદુષિત હવાથી દૂર રહેવું જોઈએ.
ફેફસાની બીમારી થઈ છે તે કેવી રીતે ઓળખવું
જો આપણે ફેફસાના રોગના લક્ષણો વિશે વાત કરીએ તો અમે તમને કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે સમજવું જરૂરી છે. જો તમને આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
શ્વાસ લેવામાં તકલીફ થવી
જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તેવો સંકેત આપે છે. ખાસ કરીને જ્યારે છેલ્લા 10 દિવસથી તમને સતત આ તકલીફ થઇ રહી હોય.
શ્વાસ લેવામાં તકલીફ ત્યારે થાય છે જ્યારે ફેફસામાં બનેલો પ્રવાહી હવાના માર્ગને અવરોધે છે એટલે કે ઓક્સિજનનો પ્રવાહ બરાબર નથી થઇ શકતો. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને સારવાર કરાવવી જોઈએ.
આ પણ વાંચો: વાયુ પ્રદૂષણના કારણે ફેફસાના કેન્સર થઇ શકે છે, આવા લક્ષણો દેખાય છે તો તેને અવગણશો નહીં
શરીરનું વજન ઘટવું
જો કોઈ વ્યક્તિનું વજન અચાનક ઓછું થવા લાગ્યું હોય તો આ સંકેતને તમારે અવગણવો ના જોઈએ, ગંભીરતાથી લેવો જોઈએ. શરીરમાં વધતી ગાંઠને કારણે પણ અચાનક શરીરનું વજન ઘટે છે અને ડાયાબિટીસ વાળા લોકોને પણ અચાનક વજન ઘટવાના લક્ષણો જોવા મળે છે.
છાતીનો દુખાવો
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી છાતીમાં દુખાવો થાય છે તો આ લક્ષણ ફેફસાના રોગનું પણ હોઈ શકે છે. આ સાથે જો વ્યક્તિને સતત લાળની સમસ્યા રહે છે તો તેને ના અવગણશો. આ સિવાય ઉધરસમાં લોહી તો એ પણ ગંભીર સંકેત છે તેથી સમયસર ડૉક્ટરની સલાહ લો.
શુ કરવુ
ફેફસાને લગતા રોગમાં મુખ્ય કારણ ધુમ્રપાન પણ છે. તેથી જો તમે તમારા ફેફસાંને સ્વસ્થ અને શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ધૂમ્રપાન કરતા હોય તો બંધ કરો. પ્રદૂષિત સ્થળો હોય ત્યાં જવાનું ટાળો. યોગ કરો ખાસ કરીને અનુલોમ વિલોમ. આ સાથે તાજા મૌસમી ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.
જો તમને અહીંયા જણાવેલ સંકેતો દેખાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.