lohi patlu karvana upay
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણા લોકોનું લોહી જાડું અને ઘણા લોકોનું લોહી પાતળું હોય છે. અહીંયા જે લોકોનું લોહી જાડું થઈ ગયું એવા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધારે થાય છે, હૃદયને લગતી સમસ્યા થાય છે છે, શરીરમાં લોહી જામી જવાની સમસ્યા ઉભી થાય છે, પગની નસો બ્લોક થઇ જાય, આંખે અંધારા આવવા આવી ઘણી બધી સમસ્યા જોવા મળે છે.

સ્ત્રી હોય કે પુરુષ હોય બધા લોકોમાં આવી સમસ્યા જોવા મળે છે. હવે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ત્રણ વસ્તુઓ છે જે તમારે વધારે ને વધારે ખાવાની છે જેનાથી તમારું લોહી પાતળું થાય અને તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે. તો ચાલો જાણીએ આ ત્રણ વસ્તીઓ વિષે.

1) લસણ: રોજ સવારે ઊઠીને એકથી બે કળી લસણ તમારે અવશ્ય ખાવાનું છે. જો તમે લસણને શેકીને ખાવો તો પણ વશુ સારું છે અને તમે રાત્રે પલાળીને સવારે ખાવો તો પણ ખુબજ ફાયદાકારક છે.

લસણ આપણા હૃદયની જે નસો છે, જે બ્લોકેજ વધી ગઈ હોય, કોલેસ્ટ્રોલ વધુ ગયું હોય, લોહી જાડું થઈ ગયું છે તો લસણથી ખૂબ જ ફાયદો થશે. બીજી વસ્તુ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે જો તમે રોજ સવારમાં ઉઠીને કસરત, યોગાસન, પ્રાણાયામ કરશો તો દિવસે દિવસે તમારું લોહી પાતળું થતું જશે.

2) આદુ: આદુ ખાવાથી અથવા તો આદુનો રસ પીવાથી, સવારમાં આદુ ખાવાથી, મધ સાથે આદુ ખાવાથી તમારું લોહી પાતળું થાય છે. ઉપરાંત શરીરમાં જો કોઈ હૃદય ની તકલીફ છે તેનાથી છુટકારો મળે. શરદી ઉધરસ જેવી નાની-મોટી સમસ્યાઓ થી છુટકારો મળે અને ખાસ કરીને આપણી ઇમ્યુનિટીને પાવન બનાવવા માટે આદુ ખુબજ ઉપયોગી છે.

હવે ત્રીજી વસ્તુ જાણતા પહેલાં તમને એક વાત જણાઈ દઈએ કે જો તમારે લોહી પાતળું કરવું હોય તો સૌથી પહેલાં તો લોહી ની હેરફેર શરીરમાં વધે તે માટે લોહી પાતળું કરવું જરૂરી છે. તો માટે તમારે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવો.

એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસને રોકવાનો અને બીજી સાઇડથીશ્વાસને કાઢવાનો. જેને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કહેવામાં આવે છે.આ પ્રાણાયમ કરવાથી આપણા ફેફસા વ્યવસ્થિત કામ કરે છે, જેથી ફેફસાંને અંદરથી જે લોહી છે તે વ્યવસ્થિત માત્રામાં હેરફેર કરી શકે.

3) હળદર: હળદર જે તમારું લોહી પાતળું કરે છે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિફંગલ જેવા ઘણા બધા એવા તત્વો અને ઘણી બધી શક્તિ રહેલી છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લોહીને પાતળું કરે છે જેથી આપણા હૃદયને લગતી નાની-મોટી સમસ્યાઓથી આપણને છુટકારો મળે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા