liver ne saf krvanao juice
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આ જ્યુસ નું સેવન કરવાથી લીવર ની બધી ગંદકી તમે દૂર કરી શકો છો. આજકાલની ભાગદોડવાળી જીવનમાં વ્યક્તિ ખોરાક લેવામાં સૌથી વધુ બેદરકાર રહે છે. આ દુનિયામાં ઘણા લોકો પૈસા કમાવા માટે વ્યસ્ત હોય છે કે તેઓ તેમના સ્વાસ્થ્ય પાર ધ્યાન આપતા જ નથી. આમ કરવાથી અથવા આ પ્રકારની આદતોથી આવનારા દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીક વાર આ સમસ્યાઓ એક વિકરાળ સ્વરૂપ લઇ લે છે જે ખૂબ જ ભયાનક હોય છે તે જ સમયે તેનો ઈલાજ કરવું અશક્ય બની જાય છે.

જે વ્યક્તિ પોતાના ખોરાકનું ધ્યાન રાખે તો તેનું જીવન ખૂબ સરળ બને છે અને ભવિષ્યમાં તેમને કોઈપણ બાબતોમાં કોઈ સમસ્યા થતી નથી. જો કોઈ વ્યક્તિ ખાન-પાનમાં બેદરકારી રાખે છે તો ઘણીવાર સાંભળવા મળે છે કે તેને પિતાશય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણકે ખાવાથી અસર તમારા યકૃત પર પડે છે. જે મુખ્ય કારણ છે તમારા પિત્તાશયમાં ગંદકી હોવી આજે અમે આ વિશે કેટલીક વિશેષ માહિતી આપીશું.

આજના સમયમાં અડધાથી વધુ લોકો પેટની સમસ્યા દ્વારા મુશ્કેલીમાં આવે છે જેમાં મોટાભાગના લોકો ગેસ, અપચો જેવી સમસ્યાઓથી વધુ સામાન્ય બની રહી છે. જેના માટે લોકો વિદેશી દવા નો ઉપયોગ કરે છે પરંતુ, તેમને કદાચ ખબર નથી કે આ દવાઓના સતત સેવન કરવાથી અમુક સમય માટે તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે પણ તે શરીરમાં ક્યાંક અન્ય રીતે અસર કરે છે જે તમારા શરીર માટે વધુ હાનિકારક હોય છે.

તમારી માહિતીને માટે અમે તમને જણાવીએ કે તમારા પિતાશય સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે આયુર્વેદમાં આવા ઘણા ઉપાયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ સમસ્યાઓને દૂર કરે છે અને તે પણ તમારા શરીરને નુકસાન પહોંચાડ્યા વગર. આ ઉપાયોની સાથે તમારે યકૃત એટલે કે લીવરને તંદુરસ્ત રાખે છે અને જો તમારા લીવર ગંદા બની ગયા છે તો પણ આ નુસખો અનુસરીને તમારી સમસ્યા થોડા દિવસોમાં સમાપ્ત થશે.

આ નુસખો લિવર સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે તેનો ઉપયોગ માત્ર સાત દિવસ માટે જ કરવો પડે છે. એટલું જ નહીં તમને જણાવીએ કે હિપેટાઇટિસ,ચરબી યકૃત,લીવર સિરૉસિસ, આલ્કોહોલિક લીવર અને લિવરના કેન્સર જેવા જીવલેણ રોગો યકૃતમાં થવાની શરૂઆત થાય છે.

લીવરમાં ગંદકીને કારણે ઘણી બીમારીઓને નોતરે છે પરંતુ આ ઉપાય દ્વારા તમે લીવરમાંથી જ દૂર કરી શકશો અને લીવરને ફરી પાછું કાર્યરત કરી શકો છો. આ પ્રયોગ કરતાં સમય તમારા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓછામાં ઓછા સાત દિવસ માટે તમારે જંગફૂડમાંથી ખોરાક લેવાનો નથી. ભોજન સમયે સલાડ અને શાકભાજી નો ઉપયોગ વધુ કરો. આમ કરવાથી તમારા લીવર વધુ પ્રમાણમાં ખરાબ પદાર્થો બહાર કાઢવા માટે સરળ હશે.

સામગ્રી : આ દવા બનાવવા માટે તમારે જરૂર પડશે ધાણાની. ધાણાના પાણીમાં એક લીંબુ, કાળું નમક, છીણેલ દૂધી, હળદર પીસેલી અને ગિલોય રસ. ગિલોય રસ તમને આયુર્વેદિક દવાની દુકાને અથવા તો પતંજલિ સ્ટોર માંથી મળી જશે. તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ઉપયોગી નીવડે છે અને તેનાથી યકૃતની ગંદકી પણ સાફ થાય છે.

બનાવવા માટેની રીત : દુધીને પહેલાં છીણી લો અને તેમાં કોથમીર ભેળવી ને મિક્સરમાં મિક્સ કરી લો અને તેને ગાળીને તેનો જ્યુસ નીકળેલો. જ્યુસ નું પ્રમાણ આશરે એક ગ્લાસ જ હોવું જોઈએ. આ જ્યુસમાં હવે એક ચમચી હળદર, એક ચમચી કાળા મીઠું, 1 ચમચી લીંબુનો રસ અને 30 મિલી ગિલોય રસ ભેળવો. હવે આપણું પીવા માટે તૈયાર છે અને શક્ય હોય તો દરરોજ ભૂખ્યા પેટે આને આરોગી શકાય.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા