limbu pani pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ઘણી વાર લોકોને નવશેકું પાણીમાં લીંબુ નીચોવીને પીવાની સલાહ આપી હશે. ઘણીવાર લોકો વજન ઘટાડવા અને શરીરને ડીટોક્સ કરવા માટે ઉપાય અજમાવતા હોય છે, પરંતુ વજન ઘટાડવા ઉપરાંત પણ લીંબુ પાણીના ઘણા બધા ફાયદા છે.

1. લીવરને ડિટોક્સિફાય કરે છે

લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ ઉત્સેચકોને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને તે લીવરને સંતુલિત રાખીને ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે.

2. PH સંતુલન જાળવી રાખે છે

એસિડિટી શરીરને નુકસાન પહોંચાડે છે અને આ માટે લીંબુ પાણી એસિડિટીની સમસ્યાને ઘટાડે છે. નિષ્ણાતોના મતે લીંબુ લોહીના પીએચ સંતુલનને બદલવાની સાથે પેશાબની નળીઓનો વિસ્તારમાં ચેપ સામે લડવામાં મદદ કરે છે.

3. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીંબુમાં હાજર પોટેશિયમ મગજ અને જ્ઞાનતંતુઓના કામને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કામ કરી શકે છે.

4. ત્વચાને સાફ અને સુંદર બનાવે છે

લીંબુમાં હાજર વિટામિન સી ત્વચાને યુવાન રાખે છે. વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે જે સ્વસ્થ ત્વચા માટે ખુબ જ જરૂરી છે. હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે. ત્વચાના ડાઘ પર લીંબુનો રસ લગાવવાથી તે હળવા થાય છે.

5. શ્વાસમાંથી આવતી દુર્ગંધ દૂર કરે છે

જો તમને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો રોજ નવશેકા પાણીમાં લીંબુનો રસ પીવાથી તમારી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

આ પણ વાંચો: હજારો વર્ષ પહેલાં જ્યારે કોઈ ડૉક્ટર ન હતા ત્યારે લોકો નારિયેળના તેલનો ઉપયોગ સુંદરતા માટે આ રીતે કરતા હતા

6. વજન ઘટાડવામાં માટે

દરરોજ ખાલી પેટ લીંબુનો રસ હળવા ગરમ પાણીમાં ભેળવીને પીવાથી વજન ઓછું કરી શકાય છે. સાથે જ તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહેશો.

7. પાચનશક્તિ સારી રાખે છે

લીંબુમાં ફ્લેવનોયડસ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ જ કારણ છે કે જ્યારે પેટ ખરાબ હોય ત્યારે લીંબુ પાણી પીવામાં આવે છે. તેમાં રહેલું વિટામિન સી શરીરમાં પેપ્ટિક અલ્સર બનતું અટકાવે છે.

8. લોહીને શુદ્ધ કરે છે

લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ અને એસ્કોર્બિક એસિડ લોહીમાંથી તમામ પ્રકારના એસિડને દૂર કરે છે. તે મેટાબોલિઝમ વધારે છે જેનાથી એસિડ બહાર નીકળે છે.

9. ગળામાં દુખાવો શાંત કરે છે

જો તમને કફ અને ગળામાં ખરાશની સમસ્યા હોય તો નવશેકા પાણીમાં લીંબુ અને પછી થડનું થયા પછી મધ મિક્સ કરીને પીવો. મધમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો જોવા મળે છે, જે શરીરમાંથી બેક્ટેરિયા અને કીટાણુઓને સાફ કરે છે.

10. કિડનીની પથરી થતા અટકાવે છે

જો તમે કિડનીની પથરીથી પરેશાન છો તો લીંબુ પાણી પીવા તમારી માટે ફાયદાકારક થઇ શકે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે કેલ્શિયમ પત્થરને બનતા રોકે છે. તે કિડનીને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા